Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 11
________________ સમ્યગ્દર્શનની રીત હવે આપણે આપણી વાર્તા સમજીએ. અનાદિથી આપણે સંસારમાં ભ્રમણ કરી રહ્યા છીએ. અહીંયા જેમ આપણું ઘર હોય છે અને આપણે ક્યાંય યાત્રા પર જઈએ તો હરીફરીને ઘરે અવશ્ય પાછા આવી જઈએ છીએ. તેવી જ રીતે આપણા આત્માનું અનાદિથી એક જ નિવાસસ્થાન છે, તેનું નામ છે નિગોદા નિગોદ એટલે અનંતાનંત આત્માઓનું એક જ શરીરમાં સાથે રહેવું અને એક કાળે જ તે સર્વેનું જન્મ-મરણ હોય છે. તેઓનું આયુષ્ય લગભગ એક શ્વાસોશ્વાસના ૧૮મા ભાગ પ્રમાણ (જેટલું) હોય છે, અર્થાત્ તેઓનું વારંવાર જન્મ-મરણ થતું જ રહે છે. આપણાં શરીરના સાડાત્રણ કરોડ રોમકૂપમાં ગરમ સોય ભોંકીને શરીરની માટીમાં રગડપટ્ટી કરવામાં આવે તેમાં જેટલું દુઃખ થાય છે, તેટલું દુઃખ ભગવાને જન્મ વખતનું બતાવ્યું છે અને મરણ સમયનું દુઃખ એનાથી અનેકગણું વધારે હોય છે. આવું જન્મ-મરણનું દુઃખ નિગોદના જીવોને લગાતાર હોય છે, તેથી નિગોદના જીવોને સાતમી નરકના જીવોથી અનેકગણું વધારે દુઃખ હોય છે એમ ભગવાને કહ્યું છે. અનાદિથી આપણે નિગોદમાં આવાં દુઃખો સહન કરતા હતા. તેને અવ્યવહાર રાશિ અથવા નિત્ય નિગોદ પણ કહેવાય છે. અનેક ભવ્ય જીવો એવા પણ છે કે જે ક્યારેય નિત્ય નિગોદમાંથી બહાર નીકળવાના જ નથી. જ્યારે એક જીવ મોક્ષ પામે છે, ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. આ રીતે આપણે અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કાળ વીત્યા પછી નિગોદમાંથી નીકળી બેઈન્દ્રિયાદિ ગતિમાં પ્રવેશ મેળવ્યો છે. જે આપણે માટે અત્યાર સુધીનો સૌથી મોટો જેક્લોટ (ઇનામ/ પારિતોષિક) છે. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય, નરક, યુગલિયા મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ, પંચેન્દ્રિય તિર્યંચ યુગલિયા, દેવ વગેરે ગતિઓમાં અસંખ્યાત-અસંખ્યાત કાળ વિતાવ્યા પછી આપણને કર્મભૂમિમાં મનુષ્ય રૂપે જન્મ મળે છે. અનેક મનુષ્ય-જન્મ પામ્યા પછી ક્યારેક એક વખત આપણો જન્મ આર્યક્ષેત્રમાં થાય છે. અનેક વાર આર્યક્ષેત્રમાં મનુષ્ય-જન્મ પામ્યા પછી ક્યારેક એક વખત આપણો જન્મ ઉચ્ચકુળમાં થાય છે. ઉચ્ચકુળમાં મનુષ્ય જન્મ પામ્યા પછી ક્યારેક એક વખત આપણને પરિપૂર્ણ ઇન્દ્રિયો સાથે નિરોગી શરીર મળે છે. અનેક વાર ઇન્દ્રિયોની પરિપૂર્ણતા અને નિરોગી શરીર મળ્યા પછી ક્યારેક એક વખત આપણને દિર્ધાયુ મળે છે. અનેક વાર દીર્ધાયુ મળ્યા પછી ક્યારેક એક વખત આપણને સત્ય ધર્મ મળે છે. અનેક વાર સત્ય ધર્મ મળ્યા પછી ક્યારેક એક વખત આપણને તે સત્ય ધર્મમાં રુચિ જાગે છે. અનેક વાર આપણને સત્ય ધર્મમાં રૂચિ જાગવાથી ક્યારેક એક વખત આપણને તે સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા થાય છે. આવી શ્રદ્ધાને પરમ દુર્લભ બતાવવામાં આવી છે. આ રીતે મનુષ્ય-જન્મથી સત્ય ધર્મમાં રુચિ સુધીની પ્રાપ્તિ એક-એક્થી અનેકગણી દુર્લભ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 220