________________
જાતી અગતીએ પહોંચી, ઠેર ઠેર ઠેર ખાઈ રહી છે અને હજીએ ધર્મઘેલી જનતા લાખ રૂપીઆ આવા નરાધમેને ચરણે મુકતીની આશાએ આપે જાય છે. ઉપાસની ખુવાને પારસી, ગુજરાતી એમાના ઘણુ શ્રદ્ધાળુ પણ માને છે.
આ ઉપાસની ખુવાને સાથે વર્ષો સુધી રહેનાર એનો હીસાબ સાચવનાર એક ભાઈ જણાવે છે કે સન ૧૯૨૪ થી ૧૯૩૦ સુધી ડું બુવા સાથે હતો. રોજ રાત્રે ૯ વાગે મને બેલાવી આવેલા રૂપીઆનો ઢગલે બતાવી કહેતા, જે લેકે આ ગંદકી અહીં નાખી ગયા, મુંબઈની બેંકમાં મોકલીશું. પુષ્કળ દ્રવ્ય આવતું અને મોટર મારફતે મુંબઈમાં મેકલાવતા. ૧૯૨૪ થી ૧૯૯૦ સુધી મારી હાજરીમાં ૪૫૦૦૦૦ ચાર લાખ પચાસ હજાર રૂા. રોકડા ઉપરાંત દાગીના માળાઓ, મુગટે વગેરે દોઢ બે લાખની jજી વળી શાક ભાજી અનાજ વગેરેની આવક પણ પુષ્કળ હતી, એના ચમત્કારની છપાએલ હકીકત એનાજ કહેવાથી બધી લખાઈ અને છાપવામાં આવી છે. બધી મીત બાબાના નામ ઉપર અને ગોદાવરીના નામ ઉપર રાખવામાં આવી છે. બાબા ઘણા વખત સાફ કહેતા કે મારા વૈરાગ્યના દહાડા હવે ગયા,
શા માટે દુઃખ વેઠું. પ્રભુકૃપાથી દ્રવ્ય અને સ્ત્રીઓ આવે છે તો હું તેને ઉપગ શા માટે ન કરૂં.
કૃષ્ણ છું, હુંજ શીવાજી છું, બુદ્ધ છું, એરંગજેબ છું, અંગ્રેજી છું, શીવ છું, તમામ હું જ છું. એમ પણ ઘણી વખત બાબા કહે છે. આથી વધારે એ અધમ માટે લખવાનું શું હોય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com