Book Title: Samudaya Dipika
Author(s): Harikantsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ ) GS' સંપાદકીય સમુદાય વિશાળ-દૂર સુદૂર અલગ અલગ રાજ્યોમાં સમુદાયમાં અનેક નવી દીક્ષાઓ વરસે વરસે થયા જ કરે. દીક્ષા પછી ભેગા થાય ત્યારે વચમાં મહિનાઓ | વરસો વીતી ગયા હોય કોને કેટલો દીક્ષા પર્યાય, કોણ રત્નાધિક (મોટું) કોણ નાનું કોની ક્યારે દીક્ષા કે વડી દીક્ષા થઈ તેની કાંઈ ખબર પડે નહિ. એટલે ભેગા થાય ત્યારે ક્યાંક વંદન કરવાનો લાભ ગેર સમજના કારણે મળતો રહી જાય, ક્યાંક રત્નાધિકનું વંદન પણ લેવાઈ જાય. આ ગેરસમજ ટાળવા તેમજ અત્યાર સુધી કોની પાસે કોની દીક્ષા થઇ તેની અનુમોદનીય માહિતી મળતી રહે તો આરાધનામાં ઉલ્લાસવધે એ માટે ડિરેક્ટરી જેવી આ પુસ્તિકાના સંપાદનનો મને લાભ મળ્યો તે મારું સદ્ભાગ્ય સમજું છું. વિ. સં. ૨૦૫૦માં શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ કુલ કલ્પલતા નામે પ્રથમ આવૃત્તિ પ્રકાશન થયેલ ત્યારપછી ૨૦૫૬માં શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વર સમુદાય માહિતી દર્પણ નામે દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન થયેલ. ત્યારબાદ ૨૦૬૦માં શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય માહિતી દર્પણ નામે તૃતીય આવૃત્તિનું પ્રકાશન થયેલ. હવે ચતુર્થ આવૃત્તિ રુપે શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાય વાટિકા પુસ્તિકાનું પ્રકાશન થઇ રહ્યું છે. આમાં સમુદાયની અનેકવિધ વિશિષ્ટતાઓ પ્રકાશિત કરવામાં આવી છે. આશા છે કે વાચકો તેને ઉમળકાભેર વધાવી લેશે, તેમજ ભૂલો સુધારીને જરૂરી સૂચનો પણ અધિકૃત પુણ્યાત્માઓ તરફથી પ્રાપ્ત થશે જે આગળ ઉપર ઉપયોગી બનશે. લિ. આચાર્ય વિજય હરિકાંત સૂરિ ( E ) Mona ++++++++++ ++++++ ++++++++++++++++

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80