Book Title: Samudaya Dipika
Author(s): Harikantsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
| મહાવીર પ્રભુની ૭૬મી પાટને દીપાવનાર-૩૦૦ શ્રમણોના સર્જક-બ્રહ્મચર્ય સમ્રા સિદ્ધાંત
મહોદધિ પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક, પ્રબલ વૈરાગ્ય : ૧૬ વર્ષની વયે દીક્ષા લેવા માટે વ્યારાથી ચાલીને સુરત પહોંચ્યા. બાદ પાલીતાણામાં ખાનગી દીક્ષા લીધી. ગુરુસમર્પણ : ગુરુવર્યોને પૂર્ણ સમર્પિત બનીને અલ્પ સમયમાં જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ સાથે જૈન શાસ્ત્રોના પારગામી બન્યા. નૂતન કર્મ શાસ્ત્ર સર્જન : કર્મગ્રંથજેવા જટીલ ને ગહન શાસ્ત્રનો ગુરુકૃપાબળે સ્વયં ઊંડો અભ્યાસ કરી સ્વ-શિષ્યોને અભ્યાસ કરાવી કર્મગ્રન્થવિષયક લાખો
શ્લોક પ્રમાણ નૂતન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું સર્જન કરાવ્યું. વિઘલ શ્રમણો સર્જક : જગદ્ગુરુ હીરસૂરિજી મહારાજ પછી પ્રથમવાર તેજસ્વી-જ્ઞાની-ધ્યાન-શાસનની ધૂરાને વહન કરી શકે તેવા ૩૦૦ થી વધુ
શિષ્યોનું સર્જન કર્યું. ઉચ્ચ ધ્યેય : નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન સાથે સાધુઓને પ્રેમ-વાત્સલ્યપૂર્વક ભણાવી ગણાવી સારા સંયમી-જ્ઞાની-ત્યાગી-તપસ્વીને શાસનના
રક્ષક બનાવ્યા. અપૂર્વ શાસન પ્રભાવના : સેંકડો વર્ષો સુધી જિનશાસનની ધુરાને વહન કરી શકે તેવા પુણ્યશાળી પ્રભાવક સમર્થ શિષ્યોની ભેટ શાસનને ચરણે ધરી. સંઘ એકતા ઈચ્છુક : આજીવન પૂર્ણ સમર્પિત એવા આચાર્ય યશોદેવસૂરિજી, આચાર્ય હીરસૂરિજી, આચાર્ય ભુવનભાનુસૂરિજી આદિ સમર્થ શિષ્યોના
સાથપૂર્વક સંઘ એકતાની ભાવનાને વિ.સં. ૨૦૨૦ આદિના પટ્ટકો કરવા દ્વારા સાકાર કરી. યશસ્વી સમુદાય પ્રણેતા : સમગ્ર જૈન સંઘમાં સર્વતોમુખી પ્રગતિને પ્રભાવના કરવા-કરાવવા દ્વારા જેમનો સમુદાય વર્તમાન કાળે પ્રથમ શ્રેણિમાં બિરાજી રહ્યો
છે તે મહાપુરુષના ચરણોમાં કોટિ કોટિ વંદના. પ્રસિદ્ધ વિશેષણો : સિદ્ધાંત મહોદધિ-કર્મશાસ્ત્રનિષ્ણાત-વાત્સલ્યમહોદધિ.
• જન્મ : વિ.સં. ૧૯૪૦, ફાગણ સુદ-૧૫, નાદિયા • ગુરુદેવ : પૂ. આચાર્ય દાનસૂરિજી મ. • દીક્ષા : વિ.સં. ૧૯૫૭, કારતક વદ-૬, પાલીતાણા ગૃહસ્થી નામ : પ્રેમચંદ • ગણિપદ : વિ.સં. ૧૯૭૬, ફાગણ વદ-૬, ડભોઇ છે માતા-પિતા : કંકુબાઇ ભગવાનદાસ • પંન્યાસપદ : વિ.સં. ૧૯૮૧, ફાગણ વદ-૬, અમદાવાદ વતન
: પિંડવાડા રાજસ્થાન • ઉપાધ્યાયપદ : વિ.સં. ૧૯૮૭, કારતક વદ-૩, મુંબઇ
કર્મભૂમિ : વ્યારા ગુજરાત • આચાર્યપદ : વિ.સં. ૧૯૯૧, ચૈત્ર સુદ-૧૪, રાધનપુર • શિષ્યાદિ પરિવાર : ૮૦૦ થી વધુ • સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૨૪, વૈશાખ વદ-૧૧, ખંભાત
2
)
O
For Priva
lona
{
s onal use only

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80