Book Title: Samudaya Dipika
Author(s): Harikantsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ પ્રભુવીરની ૭૮મી પાટને શોભાવનાર-સર્વાધિક ૪૫૦ સાધુ સમુદાયાધિપતિ સિદ્ધાંત દિવાકર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાનું યશસ્વી જીવન બાલદિક્ષીતઃ મોહમયી મુંબઇ મધ્યે ૧૪ વર્ષની વયે પિતાજી સાથે દિક્ષીત બન્યા. સર્વજન પ્રિયઃ ગુર્વાજ્ઞા પાલનને ગુરુભક્તિદ્વારા ગુરુઓના હૃદયમાં સ્થાન પામ્યા અને સહાયક ગુણ દ્વારા સહવર્તિ સાધુઓનાં કૃપાપાત્ર બન્યા. ગુરુસેવા પૂ. પ્રેમ સૂ.મ., પૂ. ભુવનભાનુ સૂ.મ., પૂ. ધર્મઘોષ વિ.મ., આદિ ગુરુવર્યોની સમર્પિતભાવ સાથે નિસ્વાર્થ સેવાના પ્રભાવે અપૂર્વ આત્મિકને બાહ્ય ઉન્નતિના સ્વામિ બન્યા. શાસ્ત્ર રહસ્યવેત્તાઃ પૂજ્ય પ્રેમસૂરિજી મહારાજે નાની ઉંમરમાં કર્મ સાહિત્ય તેમજ જૈનશાસનના અત્યંત ગૂઢ એવા છેદશાસ્ત્રોના રહસ્ય જાતે ભણાવ્યા. ગુરુ કૃપાપાત્ર : સ્વસમુદાયના હિત માટે પૂ. પ્રેમસૂરિજી મહારાજે કરેલા પટ્ટકમાં “પં. ભાનુવિજયજીની જવાબદારી મુનિજયઘોષવિજયજીને સોપવી” તેમજ શાસ્ત્ર વિષયમાં મતભેદ પડે ત્યારે “મુનિજયઘોષવિજયજીની પણ સલાહ લેવાની” કલમ કરેલ જે પટ્ટક વર્તમાનમાં મોજુદ છે. પરોપકાર પરાયણઃ કોઈ પણ જાતની સ્પૃહા વિના સ્વશિષ્યોની જેમ સર્વ સાધુ ભગવંતોની આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારની કાળજી કરનારા તેમજ ગ્લાન તથા વૃદ્ધ સાધુઓની વિશેષ કાળજી લેનારા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય બહેનો કે સાધ્વી સમક્ષ સામી દ્રષ્ટિથી વાત પણ નહિ કરનારા આ મહાપુરુષ મન, વચન અને કાયાથી વિશુદ્ધ બ્રહ્મવ્રતધારી છે. નિકટ મોક્ષગામી : નિકટમાં મોક્ષ આપનારા સરળતા-નિસ્પૃહતા-વિદ્વતા-નમ્રતા-ઉદારતા-ગંભીરતા-નિર્મળતા, વાત્સલ્યતા, પરોપકારતા પ્રબલ વૈરાગ્ય આદિ અનેક ગુણોના સ્વામિ છે. ગીતાર્થશિરોમણિ : સ્વ-પર સમુદાયના અનેક આચાર્ય ભગવંતો સહિત ચતુર્વિધ શ્રી સંઘ શાસ્ત્રીય વિષયમાં જેમના માર્ગદર્શનને શિરોધાર્ય કરે છે. શુદ્ધ પ્રાયશ્ચિત પ્રદાતાઃ ચતુર્વિધ શ્રી સંઘના હજારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ જેમની પાસે પોતાના પાપોની આલોચના કરી વિશુદ્ધ બન્યા છે અને બની રહ્યા છે. સ્વાધ્યાય રસિક ગચ્છાધિપતિ જેવા વિશિષ્ટ પદે આરૂઢ થવા છતાં જેઓશ્રી આજે પણ સાધુઓને ભણાવી રહ્યા છે તેમજ સમય કાઢીને દશવૈકાલિક ઉત્તરાધ્યયનાદિ સૂત્રોના સ્વાધ્યાય કરી રહ્યા છે. અંતર્મુખ જીવનઃ ૬૦ વર્ષના દીક્ષા જીવનમાં હજી સુધી વર્તમાન પત્રો, છાપાઓ, મેગેઝીનો, કદીય જોયા નથી-હાથપણ નથી લગાડ્યો. નિસ્પૃહ શિરોમણિઃ ૬૦ વર્ષના દીર્ઘપર્યાયમાં શિષ્યની સ્પૃહા કે પ્રયત્ન ક્યારેય ન કરવા છતાં બધા શિષ્યો ગુરુદેવોએ સામેથી કરી આપ્યા. ગુરુદત્ત પદવીઃ સિદ્ધાંતોનું અગાધજ્ઞાન તેમજ જ્ઞાનની પરિણતીવાળું જીવન જોઈને ગુરુવર્યોએ આચાર્ય પદવી વખતે સિદ્ધાંત દિવાકરની પદવીથી વિભૂષિત કરેલ. સુવિહિત ગચ્છાધિપતિઃ ૪૫૦ સાધુ તેમજ ૪૭૫ સાધ્વીજીઓના વિરાટ સમુદાયનું સફળ અને સક્ષમ રીતે નેતૃત્વ કરી રહેલા એવા વિશુદ્ધ પુણ્યશાળી મહાપુરુષના ચરણોમાં કોટિ કોટિ વંદન. ભ જ ન ++++++++++++++++++++++++( ૪) ++++++++++++++++++++++++++++ 6 For Privale sonal use only S international

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80