Book Title: Samudaya Dipika Author(s): Harikantsuri Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ ડ ? કરી કાકા પ્રાસંગિકો GDO C++++ ' શું આ કાળમાં અપ્રમત્ત ભાવનું ચારિત્ર જોવા મળે ખરું? આ પ્રશ્નનો જીવતો જાગતો જવાબ એટલે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તેમના તપ-ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-જ્ઞાન-ઉદારતા-કરુણા-ચારિત્ર-અદ્યાપનકળા-શિબિરહૃદયની વિશાળતા, શ્રી સંઘહિતચિંતા-પરાર્થરસિકતા-શાસ્ત્ર પ્રેમ-ગુરુભક્તિ-ભવભીરુતા-જયણા-શુભચિંતન-શુભધ્યાન-લેખન-પ્રવચનઉગ્રવિહાર-શિષ્યહિતચિંતા-પ્રેરણાપત્રો-નિર્દોષચર્યા દિવ્યદર્શન સાપ્તાહિક વગેરે અનેકાનેક સદ્ગુણો અને સત્કાર્યોની સુવાસ સારાયે ભારતભરમાં અને પરદેશમાં પણ રેલાઈ રહી છે. જ્યારે કોઈ પુણ્યાત્મા મોક્ષ પ્રાપ્તિની અતિ નિકટ હોય ત્યારે એનું આખું વ્યક્તિત્વ જગતથી જુદી જ રીતે ઝળહળી ઉઠે છે. - તેઓશ્રી અનેક પ્રકારનો ભવ્યવારસો શ્રીસંઘને અર્પણ કરતા ગયા છે. આ પુસ્તિકામાં તો માત્ર તેમાંથી એક શિષ્ય વારસો જ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. - તેઓશ્રીના શિષ્ય વારસામાં કોઇ ત્યાગી છે, કોઈ તપસ્વી, કોઈ જ્ઞાની છે તો કોઈ સેવામૂર્તિ, કોઇ વક્તા છે તો કોઇ લેખક છે. કેટલાય બાળમુનિઓ છે તો યુવાન અને વૃદ્ધમુનિઓ પણ અનેક છે. શાસનના ઉચ્ચ કોટિના પ્રભાવકી છે તો શ્રેષ્ઠ આરાધકો પણ છે. પ્રાકૃત અને સંસ્કૃત-હિન્દી ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં ગ્રંથોરચનારા પણ મોટી સંખ્યામાં છે. શાસનની ખુમારી અને સંઘરક્ષાના કાર્યોમાં પાછળ પડે એવા ભાગ્યે જ કોઈ હશે. બધાનું મૂળ પાવર-હાઉસ તો પૂજ્ય ગુરુદેવશ્રી હતાં. તેઓશ્રીની પવિત્ર સ્મૃતિમાં આચાર્ય શ્રી વિજય # હરિકાંતસૂરિજીએ સંકલિત કરેલી ચતુર્થ આવૃત્તિ રુપે પ્રકાશિત થતી આ નાનકડી પુસ્તિકાને સહુ શાસનપ્રેમીઓ વધાવી લેશે એમાં કોઈ શક નથી. પૂજ્યપાદ ગુરુદેવશ્રીના પવિત્ર જીવન ઉદ્યાનમાંથી સહુ સંયમની સુવાસ અને અપ્રમત્ત ભાવની પરિમલ પ્રાપ્ત કરે એ જ પુણ્યકાંક્ષા. લિ. આચાર્ય વિજય જયસુંદરસૂરિ PXCinemational For Priva s onal use onlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80