________________
તત્વજ્ઞાન કે આચાર પરત્વે માત્ર તે તે પરંપરાને માન્ય હોય એવી જે રૂઢ પરિભાષાઓ પ્રચલિત થયેલી છે—જેમ કે ઈશ્વરકર્તવવાદ, પ્રકૃતિવાદ, અદૈત, વિજ્ઞાન, શૂન્ય જેવી પરિભાષાઓ –તેમને આચાર્ય હરિભદ્ર પિતાનો ઉદાત્ત અને વ્યાપક અર્થ અપ તે પિતાને પણ કેવી રીતે અભિપ્રેત છે એ દર્શાવ્યું છે તે. અર્થ એક જ હોય, છતાં જુદી જુદી પરંપરાઓમાં તે માટે જે જુદી જુદી પરિભાષાઓ સ્થિર થયેલી છે–-જેમ કે અવિદ્યા, મોહ, દર્શનમેહ, તેમ જ બ્રહ્મ, નિર્વાણ ઈત્યાદિ–એ પરિભાષાઓ કેવી રીતે એક જ અર્થની સૂચક છે એ દર્શાવવાનો પ્રયત્ન તે બીજે સમન્વય.
આ અને આના જેવું બીજું ઘણુંય જાણવા જેવું પ્રસ્તુત વ્યાખ્યાનોમાંથી વાચકોને મળશે. જે આજના વિસ્તરતા જતા દૃષ્ટિબિંદુને નજર સામે રાખી કેાઈ આચાર્ય હરિભદ્રના, ઉપર સૂચવેલ ગ્રંથનું સાંગોપાંગ અને વિશેષ તુલનાત્મક અધ્યયન કરશે તો તેણે વિદ્યાક્ષેત્રે એક બહુમૂલી ભેટ આપી લેખાશે.
આચાર્ય હરિભદ્રનું વ્યક્તિત્વ મુખ્યપણે ચાર પ્રકારે ઘડાયેલું છે. કથાકાર, તત્ત્વજ્ઞ, આચારશેધક અને યોગી રૂપે. એમને સુપ્રસિદ્ધ પ્રાકૃત કથાગ્રંથ સમરાવજા છે, જેના ઉપર ડૉ. હર્મન યાકોબીએ ઠીક ઠીક લખ્યું છે, અને વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું છે. તત્ત્વજ્ઞ એટલે તાર્કિક-દાર્શનિક તરીકે એમણે સંસ્કૃતમાં લખેલ અને તનવતા અને પ્રાકૃતમાં લખેલ “ધર્મસંપ્રી” જેવા ગ્રંથો મુખ્ય છે. આચારસંશોધક તરીકે એમણે, એમના મનાતા સંવોકરીમાં માર્મિક સમાલોચના કરી દર્શાવ્યું છે કે ખરે સાધ્વાચાર કયો? અને યોગાભ્યાસી તરીકે એમણે ચોવિહુ આદિ ચારે ગ્રંથ રચ્યા છે, જે યોગ