Book Title: Samdarshi Acharya Haribhadra Author(s): Sukhlal Sanghvi Publisher: Mumbai University View full book textPage 6
________________ ગવિષયક એમની જ્ઞાત અને લભ્ય ચારે કૃતિઓ–ગોવિંશિ, યોજાતા, ચોવિન્દુ અને ચોઇસમુદય—લઈ મારું વક્તવ્ય તૈયાર કર્યું છે. અત્રે વિશેષરૂપે એના સમર્થનમાં કાંઈ કહેવાની જરૂર જતો નથી; અને તે અધિકારી જિજ્ઞાસુ એવા ઉદાર વાચકે સમક્ષ એટલું જ નિવેદન પૂરતું છે કે તેઓ ત્રીજા અને ચોથા-પાંચમા વ્યાખ્યાનોમાં એ ગ્રંથ વિષે જે સંક્ષેપમાં કહ્યું છે તેને સ્વસ્થપણે વાંચે–વિચારે. હું કેવળ પાંડિત્યની દૃષ્ટિએ આચાર્ય હરિભદ્રનો વિચાર કરવા પ્રવૃત્ત થયો ન હત; નહીં તો તેમના અનેક વિષયોના અનેક ગ્રંથે લઈ એ દર્શાવી શકાત; પરંતુ પાંડિત્ય, વિદ્યાવ્યાસંગ અને બહુશ્રુતત્વ, એ બધું ઉપયોગી હોવા છતાં જીવનમાં એના કરતાંય ઉચ્ચતર સ્થાન નિષ્પક્ષ દૃષ્ટિ અને સ્વ કે પર પંથ યા સંપ્રદાયનો ભેદ રાખ્યા સિવાય દરેકમાંથી ગુણ તારવવાની દષ્ટિ, તેમ જ પોતાના પંથના ન હોય એવા વિશિષ્ટ વિદ્વાનો અને સાધકે પ્રત્યે સમજદારનું બહુમાન ધ્યાન ખેંચાય એવી નિરૂપણ શૈલીનું છે. અને આચાર્ય હરિભદ્રમાં આ વિશેષતાઓ જેટલા પ્રમાણમાં અને જેટલી સ્પષ્ટતાથી નજરે ચડે છે, તેટલા પ્રમાણમાં અને તેટલી સ્પષ્ટતાથી બીજા કોઈ ભારતીય વિધાનમાં પ્રગટ થઈ હોય તે એ એક શોધનો વિષય છે. આચાર્ય હરિભદ્ર સમન્વયની ત્રણ કક્ષાઓ સિદ્ધ કરી છે. અનેકાંતદષ્ટિની વ્યાપક પ્રભામાં વિકસિત થયેલ નયવાદમાં જે સમન્વયને પ્રકાર છે તે તો આચાર્ય હરિભદ્ર પહેલાં પણ જૈન પરંપરામાં ખેડાયેલું છે. એટલે એ પ્રકાર તે સહેજે જ એમના ગ્રંથોમાં આવે. પણ બીજા બે પ્રકાર, જે એમણે ખેડ્યા છે, તે માત્ર એમની જ વિશેષતા છે. એ પૈકી પહેલે પ્રકાર એટલે પરસ્પર વિરોધી એવી દર્શન પરંપરાઓમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 182