Book Title: Sambodh Prakaran Part 01 Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 5
________________ (ઃ ઝાઝા હાથ રળિયામણા : વિ.સં. ૨૦૬રના ચાતુર્માસમાં શારીરિક અસ્વાથ્યમાં માનસિક સ્વાથ્ય જળવાઇ રહે એ માટે મેં મુનિશ્રી હર્ષશેખર વિ. અને મુનિશ્રી દિવ્યશેખર વિ.ને સંબોધ પ્રકરણ ગંથ વંચાવ્યો. આ ગ્રંથ વંચાવતાં જણાયું કે આ ગ્રંથમાં સાધુ-શ્રાવક ઉભયને ઉપયોગી બને તેવા ઘણા પદાર્થ છે. આથી જો આ ગ્રંથનો વ્યવસ્થિત ભાવાનુવાદ કરવામાં આવે તો ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથ ઉપયોગી બને. આથી આ ગ્રંથનો ભાવાનુવાદ કરવાનો નિર્ણય કર્યો. મુદ્રિત પ્રતમાં ઘણી અશુદ્ધિ હોવાથી આ કાર્ય કરવા માટે આ ગ્રંથમાં રહેલી અશુદ્ધિઓ દૂર થવી જોઇએ. આ માટે મને વિદ્વાન આચાર્યશ્રી મુનિચંદ્ર સૂરિજીએ હસ્તલિખિત બે પ્રતોની ઝેરોક્ષ નકલો મોકલી. વિદુષી સાધ્વીજીશ્રી ચંદનબાળાશ્રીજીએ હસ્તલિખિત પ્રતની એક ઝેરોક્ષ નકલ મોકલી. આ ત્રણ પ્રતોમાં સા.શ્રી ચંદનબાળાશ્રીજીએ મોકલેલી પ્રત અક્ષરો મોટા હોવાથી અને વધારે શુદ્ધ હોવાથી એ પ્રત વધારે ઉપયોગી બની. આથી આ બંને પ્રત્યે આભારની અર્ભિવ્યક્તિ કરું છું. આ પ્રતોનો ઉપયોગ કરવા છતાં ઘણી અશુદ્ધિઓ દૂર ન થઈ. આથી અનુવાદ કરતાં કરતાં તે તે ગાથાઓ મુદ્રિત જે જે ગ્રંથોમાં હોવાની મને સંભાવના જણાઈ તે તે ગ્રંથો મંગાવ્યા. મુનિશ્રી દિવ્યશેખરવિજયજી દૂરદૂરના પણ જ્ઞાનભંડારોમાંથી તે તે ગ્રંથો મારી પાસે હાજર કરતા રહ્યા. આથી અનુવાદનું કાર્ય સરળ બન્યું. તે તે ગ્રંથોમાં જે ગાથાઓ અનુવાદ સહિત મળી તે તે ગાથાઓનો અનુવાદ ન કરતાં તે જ અનુવાદ મેં પ્રસ્તુત અનુવાદમાં લઇ લીધો. જેમ કે વર્ધમાનતપોદધિ પ.પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મ. કૃત ધર્મસંગ્રહના પહેલા ભાગમાં દેવ અધિકારની, સમ્યત્વ અધિકારની અને આલોચના અધિકારની ઘણી ગાથાઓ અનુવાદ સહિત મળી. મારા અનુવાદિત પંચાશક, ગુરુતત્ત્વવિનિશ્ચય વગેરે ગ્રંથોમાંથી પણ ઘણી ગાથાઓ મળી. ધ્યાન અધિકારની બધી જ ગાથાઓ આવશ્યક સૂત્રમાં ધ્યાન શતકમાં મળી. એ બધી ગાથાઓનો અનુવાદ મહાન શાસનપ્રભાવક પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ. મ. કૃત ધ્યાનશતક વિવેચનવાળા ગ્રંથમાંથી લીધો. આ સિવાય બીજા પણ અનેક ગ્રંથોમાંથી For Peter Boivate Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 290