Book Title: Sambodh Prakaran Part 01 Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 7
________________ સંબોધ પ્રકરણ -- મારો અનુભવ :કોઈ પણ ગ્રંથની ગાથાઓમાં શુદ્ધિ-અશુદ્ધિ જાણી શકાય એ માટે મારો કિંચિત્ અનુભવ અહીં લખું છું. જેથી અન્ય મહાત્માઓને ઉપયોગી બને. (૧) છંદના વૃત્તછંદ અને આયછંદ એમ બે પ્રકાર છે. અક્ષરોની ગણતરીથી રચાતાછંદને વૃત્ત(=શ્લોક) કહેવામાં આવે છે. માત્રાની ગણતરીથી રચાતા છંદને આર્યા(ગાથા) કહેવામાં આવે છે. (૨) આપણા મોટા ભાગના ગ્રંથો આર્યા છંદથી રચાયેલા જોવા મળે છે. (૩) આર્યા છંદના વિપુલા, પચ્યા વગેરે અનેક ભેદો છે. (૪) આમ છતાં આર્યા છંદના સામાન્ય નિયમો આ પ્રમાણે છે પૂર્વાર્ધમાં ચાર માત્રાનો એક ગણ એવા સાત ગણો હોય છે અને અંતમાં એક અક્ષર ગુરુ હોવો જોઈએ. ઉત્તરાર્ધમાં પણ આ જ વ્યવસ્થા છે. પણ છઠ્ઠો ગણ એક જ માત્રાનો કે ચાર લઘુ અક્ષરવાળો જોઈએ. જેમ કે– આ ગ્રંથની પહેલી ગાથા આ પ્રમાણે છે नमिऊण वीयरायं, सव्वन्नु तियसनाहकयपूयं । संबोहपयरणमिणं, वुच्छं सुविहियहियट्ठाए ॥ આમાં પૂર્વાર્ધના પહેલા ચરણમાં (વીયા સુધી) ત્રણ ગણ છે અને પછીના બીજા ચરણમાં ચાર ગણ છે. આમ કુલ સાત ગણ થયા. છેલ્લો એક અક્ષર “વં ગુરુ છે. ઉત્તરાર્ધમાં ત્રીજા ચરણમાં (મિvi સુધી) ત્રણ ગણ છે. ચોથા ચરણમાં ચાર ગણ છે. છેલ્લા એક અક્ષર “g' ગુરુ છે. છઠ્ઠો ગણ “દિ એક જ માત્રાનો છે. ગણોના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) બંને ગુરુ અક્ષર, (૨) પ્રથમ બે લઘુ પછી એક ગુરુ, (૩) પહેલો ત્રીજો લઘુ અને બીજો ગુરુ, (૪) પહેલો ગુરુ, પછીના બે લઘુ, (૫) ચારે લઘુ અક્ષર. સમજવા માટે ગુરુની ડ અને લઘુની. આવી નિશાની છે. એથી પાંચ ગણોની ક્રમશ સ્થાપના આ પ્રમાણે થાય– ડડ, ડ, ડા, ડા, II. આમાં ત્રીજો ભેદ જગણ કહેવાય છે. તે એકી નંબરમાં (પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા ગણમાં સર્વથા ન આવવો જોઇએ. તથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290