Book Title: Sadharmik Vatsalya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ જિનતત્ત્વ સાધર્મિક અથવા સાધર્મી કોને કહેવાય ? જે પોતાના જેવો ધર્મ પાળતો હોય છે. જૈન ધર્મમાં જે શ્રાવક કુળમાં જન્મ્યો હોય, શ્રાવક ધર્મ-જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય, દેવ- ગુરુની પૂજા – ભક્તિ કરતો હોય, નવકારમંત્રનો આરાધક હોય તેને સાધર્મી કહી શકાય. શ્રાવક કુળમાં જન્મ અનિવાર્ય નથી. કેટલાક શ્રાવક કુળમાં જન્મ્યા હોવા છતાં અન્ય ધર્મ પાળતા હોય છે. પરંતુ એકંદરે એમ કહેવાય કે જે જૈન કુળમાં જન્મ્યો હોય અને જૈન ધર્મમાં શ્રદ્ધાવાળો હોય તેને સાધર્મિક કહેવાય. ૩૪૭ આજે આપણે દેરાસર, ઉપાશ્રય વગેરેમાં જઈને જે કંઈ ધર્મ આરાધના કરીએ છીએ તે આપણા સાધર્મિકોના પ્રતાપે, મંદિર કોઈકે બંધાવ્યું હોય, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ માટે કોઈ ફી આપવી પડતી નથી, આપણને વ્યાખ્યાન માટે ઉપાશ્રયમાં જઈને એનો ઉપયોગ કરીએ છીએ . આ બધું આપણા સાધર્મિક વડીલો --- પૂર્વજોએ બધા સાર્મિકો માટે કરાવ્યું છે. માટે એ શક્ય છે. એટલે સાધર્મિક તરીકે આપણી ફરજ છે કે આપણા આવતી પેઢીના સાર્મિકો માટે આપણે યથાશક્તિ કંઈક કરી છૂટવું જોઈએ. આ રીતે આપણી સાર્મિક પરંપરા હજારો વર્ષથી ચાલી આવી છે. જ્યાં જ્યાં જૈનો છે ત્યાં ત્યાં દેરાસર, ઉપાશ્રય, સ્થાનક, પાંજરાપોળ વગેરે સર્વત્ર છે અને હોવાં જોઈએ. जिनै समान धर्माण: साधर्मिका उदाहता: । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः || [ શ્રી જિનેશ્વર ભગવંતોએ સ૨ખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. ] સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રખવો તે ભાવ વાત્સલ્ય છે. જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે. સાધર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેનીં દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10