Book Title: Sadharmik Vatsalya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૩પ૦ જિનતત્વ નામકર્મ બાંધવાના વિષયમાં ત્રીજા સંભવનાથ ભગવાનનું ચરિત્ર ઉત્તમ ઉદાહરણ રૂપ છે. પૂર્વના ત્રીજા ભવમાં તેઓ ઘાતકીખંડના ઐરાવતક્ષેત્રે ક્ષેમાપુરી નગરીના રાજા હતા. એમનું નામ વિમલવાહન હતું. તેમના રાજ્યકાળ દરમિયાન એક વખત ભયંકર દુકાળ પડ્યો. ભૂખથી અનેક લોકો ટળવળતા હતા, પરંતુ વિમલવાહન રાજાએ મંત્રીઓને સૂચના આપી કે કોઈનું પણ ભૂખથી મૃત્યુ થવું ન જોઈએ. અન્નભંડારો ખૂલા મૂકી દીધા. એ વખતે એમણે સાધર્મીઓની પણ પૂરી સંભાળ લીધી. આથી તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાર પછી પોતાની ગાદી પુત્રને સોંપી તેમણે દીક્ષા લીધી. અનુક્રમે તેઓ કાળધર્મ પામ્યા અને આનત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ત્યાર પછી ઍવીને તેઓ સંભવનાથ નામે તીર્થંકર થયા. તેમનો જન્મ થયો તે પહેલાં તે દેશમાં દુકાળ પડ્યો હતો પરંતુ તેમનો જન્મ થતાં ચારે બાજુથી અનાજ આવી પહોંચ્યું અને બીજું ઘણું અનાજ આવી રહ્યું હતું. અનાજ આવવાની સંભાવના હતી એ ઉપરથી પણ એમનું નામ સંભવનાથ પાડવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાએ સાધર્મિક ભક્તિ માટે જે ઉપદેશ આપ્યો તેથી એમણે સાધર્મિક ભક્તિ માટે ચૌદ કરોડ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. ભૂતકાળમાં ભરત ચક્રવર્તી અને ત્યાર પછી સંપ્રતિ મહારાજાએ સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં જે મહાન કાર્ય કર્યું હતું એની યાદ અપાવે એવું કુમારપાળ મહારાજાએ કાર્ય કર્યું હતું. એમણે જિનાલયો અને પૌષધશાળાઓની જેમ અનેક દાનશાળાઓ સ્થાપી હતી. - સાધર્મિક વાત્સલ્યને વિષયમાં કુમારપાળ મહારાજાનું નામ મોટું છે. તેઓ ક્ષત્રિય અને શૈવધર્મી હતા, પરંતુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવીને એમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા હતાં. એક વાર હેમચંદ્રાચાર્ય મહારાજ શાકંભરી નગરીમાં પધાર્યા હતા. ત્યાં એક ગરીબ શ્રાવક રહેતો હતો. એક વાર એણે આચાર્ય મહારાજને પોતાને ઘરે પધારવાની વિનંતી કરી. આચાર્ય મહારાજ પધાર્યા ત્યારે એણે પોતે હાથે વણેલું જાડું કાપડ-થેપાડું (જાડા ધોતિયાને થેપાડું કહેવામાં આવે છે.) વહોરાવ્યું. મહારાજશ્રીએ હર્ષથી એ વહોર્યું. ત્યાર પછી તેઓ પાટણ પધાર્યા. એક દિવસ મહારાજશ્રીએ થેપાડું ઓઢયું હતું. એ વખતે ત્યાં આવેલ કુમારપાળ રાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10