Book Title: Sadharmik Vatsalya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ સાધર્મિક વાત્સલ્ય ૩૫૧ કહ્યું, “મહારાજ ! આવું થેપાડું ઓઢાય ? હું અઢાર દેશનો માલિક, અને મારા ગુરુહમરાજા આવું થેપાડું ઓઢે ?” મહારાજશ્રીએ કહ્યું, “જે મળે તે ઓઢીએ. અમને સાધુઓને કશાની શરમ નહીં. પણ તમારે શરમાવું જોઈએ કે તમારા રાજ્યમાં કેવા ગરીબ શ્રાવકો છે.” આ સાંભળીને કુમારપાલ રાજાએ પોતાના તરફથી સાધર્મિક ભક્તિની જાહેરાત કરી. રાજ્યમાં કોઈ શ્રાવક ગરીબ ન રહેવો જોઈએ. સાધર્મિક ભક્તિને લીધે જ ગરીબ શ્રાવક ઉદા મારવાડી ઉદયન મંત્રી બન્યો હતો. ઉદા પાસે કશો વેપારધંધો નહોતો. કશી આવક નહોતી. એ વખતે કર્ણાવતી નગરી (હાલનું અમદાવાદ) અત્યંત સમૃદ્ધ હતું. ઉદાને થયું કે ત્યાં જાઉં તો કંઈક રોજી મળી રહેશે. દોરી લોટો લઈ તે કર્ણાવતી આવ્યો. ત્યાં કોઈ ઓળખે નહીં. ત્યાં એને થયું કે મોટામાં મોટો આશરો દાદાનો (તીર્થકર ભગવાનનો) છે. એટલે એક દેરાસરમાં જઈને ત્યાં સ્તુતિ ભક્તિ કરી અને પછી બહાર ઓટલે બેઠો. એ વખતે લાછી નામની એક શ્રીમંત બાઈ દર્શન કરવા આવી. એને ઉદાને જોયો એટલે થયું કે આ કોઈ નવા શ્રાવક દર્શન કરવા આવ્યા લાગે છે. એણે જિજ્ઞાસાથી પૂછ્યું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો ? ક્યાં રહો છો ?” ઉદાએ કહ્યું, “મારું કોઈ ઘર નથી. ગરીબ છું. બહારગામથી નોકરીધંધો શોધવા અહીં આવ્યો છું.' લાછીએ એને બેસવા કહ્યું અને દર્શન કરી બહાર આવીને ઉદાને પોતાને ઘરે જમવા લઈ ગઈ. પછી રહેવા માટે પોતાનું એક જૂનું ઘર આપ્યું અને ફરી કરવા ચીજવસ્તુઓ અપાવી. એમ કરતાં ઉદો મારવાડી પોતાની બુદ્ધિ અને હોંશિયારીથી આગળ વધતો ગયો. વળી એના ઘરમાંથી સુવર્ણમહોરનો ચરુ નીકળ્યો. લાછીએ એ સુવર્ણમહોર ઉદાને જ રાખવા આપી દીધી. આમ ગરીબ મારવાડીમાંથી એનું ભાગ્ય પલટાયું અને પછી તે પોતાની હોંશિયારીથી એટલો આગળ વધ્યો કે તે સિદ્ધરાજ મહારાજાનો ઉદયન મંત્રી થયો. આપણને હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય ભગવંત મળ્યા તે પણ ઉદયન મંત્રીની ભેટ છે. શ્રાવકોએ પોતાના વ્યવહારજીવનમાં જે વિવિધ પ્રકારના આનંદઉત્સવના પ્રસંગો આવે છે – પુત્ર કે પુત્રીનો જન્મ, પોતાનો કે કુટુંબના અન્ય કોઈ સભ્યનો જન્મદિન હોય, નવું ઘર લીધું, નવી દુકાન લીધી, સગાઈ કે લગ્નના પ્રસંગો – આમ વિવિધ પ્રકારના પ્રસંગે ખાવાપીવામાં એકલપેટા ન થતાં પોતાનાં સાધર્મિકોને સહભાગી કરવા જોઈએ. વળી એવે પ્રસંગે નિશ્ચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10