Book Title: Sadharmik Vatsalya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૩૪૯ સાધર્મિક વાત્સલ્ય યજ્ઞોપવિત કરાવી. ત્યાર પછીના રાજાઓએ સમય બદલાતાં ચાંદીના તારની યજ્ઞોપવિત કરાવી અને ત્યાર પછીના રાજાઓએ સૂતરના તારની કરાવી. આ રીતે આ ઓળખપ્રથા ચાલી હતી. ત્યારથી યજ્ઞોપવિતની જે પ્રથા ચાલુ હતી તે પછીના કાળમાં જેનોમાં ન રહેતાં બ્રાહ્મણોમાં ચાલુ થઈ. સાધર્મિક વાત્સલ્યના વિષયમાં પ્રાચીન કાળનું દંડવીર્ય રાજાનું દૃષ્ટાન્ત જાણીતું છે. દંડવીર્ય રાજા ભરત ચક્રવર્તીના વંશજ હતા. તેમનો નિયમ હતો કે રોજ સવારે રાજ્ય તરફથી સાધર્મિક શ્રાવકોને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરતા. રાજ્ય તરફથી સંખ્યાબંધ રસોઈયા અને સંખ્યાબંધ વ્યવસ્થા કરનારા રાખવામાં આવતા કે જેથી બધાંને વ્યવસ્થિત રીતે અને જલ્દી ભોજન કરાવવામાં આવતું એટલે મધ્યાહ્ન સુધી બધા ભોજન કરી લેતા. રાજા પોતે જમવા બેઠેલાને બધાને પ્રણામ કરતા અને ભાવથી જમાડતા. કોઈવાર રાજાને પોતાને ભોજન કરતાં મોડું થાય તો પણ તેઓ અસ્વસ્થ કે અપ્રસન્ન થતા નહીં. પૂરી હોંશ અને પ્રસન્નતાથી તેઓ સાધર્મિકોની ભક્તિ કરતા. ઈન્દ્રદેવે રાજા દંડવીર્યની સાધર્મિક ભક્તિની પ્રશંસા સાંભળી. તેમણે એમની કસોટી કરવાનું વિચાર્યું. એક દિવસ એમણે પોતાની લબ્ધિથી હજારો શ્રાવકો વિકર્યા. દંડવીર્ય એથી આશ્ચર્ય અનુભવ્યું, તો પણ પોતાના સેવકોને આજ્ઞા કરી કે સૌની પ્રેમથી આદરપૂર્વક ભક્તિ કરવી. પરંતુ એમ કરતાં સાંજ પડી ગઈ. દંડવીર્ય થાક્યા નહીં, પણ પોતાના ચોવિહારનો સમય પૂરો થઈ ગયો. એથી દંડવીર્ય રાજાને ઉપવાસ થયો. બીજા દિવસે પણ એ જ પ્રમાણે બન્યું. બીજે દિવસે પણ ઉપવાસ થયો. પણ રાજાને થયું કે એક સારું કામ કરતાં ઉપવાસ થયો તો એથી લાભ જ છે. એમ કરતાં આઠ દિવસના ઉપવાસ થયા. દંડવીર્યે માન્યું કે પોતાને સહજ અઠ્ઠાઈનો લાભ થયો. ઈન્દ્રમહારાજાની કસોટીમાં પાર ઊતર્યા એટલે ઈન્દ્ર મહારાજાએ પ્રત્યક્ષ થઈ દંડવીર્ય રાજાને ધન્યવાદ આપ્યા – વળી, દંડવીર્ય રાજાને દેવી રથ, ધનુષ્યબાણ, હાર અને કુંડલ ભેટ આપ્યાં. સાથે સાથે એમણે દંડવીર્યને શત્રુંજયની યાત્રા કરીને એ શત્રુંજયનો તીર્થોદ્ધાર કરવાની ભલામણ કરી અને પોતે એમાં સહાય કરશે એવું વચન આપ્યું. દંડવીર્ય એ પ્રમાણે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો. સાધર્મિક ભક્તિના વિષયમાં પ્રાચીન સમયનું બીજું એક જાણીતું નામ તે શુભંકર શ્રેષ્ઠીનું. ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મસૂરિએ કહ્યું છે કે સાધર્મિક વાત્સલ્યથી તીર્થંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10