Page #1
--------------------------------------------------------------------------
________________
સાધર્મિક વાત્સલ્ય
સાધર્મિક વાત્સલ્ય એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. સાધર્મિક વાત્સલ્ય ઉપરાંત સાધર્મિક ભક્તિ, સ્વામિવાત્સલ્ય જેવા શબ્દો પણ પ્રયોજાય
છે.
પર્યુષણ પર્વમાં શ્રાવકોનાં કર્તવ્યોમાં એક મહત્ત્વનું કર્તવ્ય તે સાધર્મિક વાત્સલ્ય છે. કહ્યું છે :
संधार्यादि शुद्धत्यानि प्रतिवर्षंविवेकिता । यथाविधि विधेयानि एकादश मितानि च ॥
[ વિવેકી શ્રાવકે દર વરસે સંઘપૂજા આદિ ૧૧ પ્રકારનાં સુકૃત્યો વિધિપૂર્વક કરવાં જોઈએ.]
પૂર્વાચાર્યોએ પર્યુષણ પર્વમાં જે અગિયાર પ્રકારે સુકૃત્યો કરવાનાં ફરમાવ્યાં છે તે આ પ્રમાણે છે :
(૧) સંઘપૂજા, (૨) સાધર્મિક ભક્તિ, (૩) યાત્રા, (૪) જિનમંદિરમાં સ્નાત્રોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) રાત્રિજાગરણ, (૮) સિદ્ધાંતપૂજા, (૯) ઉજમણું, (૧૦) ચૈત્ય પરિપાટી, (૧૧) પ્રાયશ્ચિત.
આમ, અગિયાર કર્તવ્યમાં સાધર્મિક ભક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક જ્ઞાની ભગવંતોએ પાંચ મુખ્ય પ્રકારે પર્યુષણ પર્વની આરાધના કરવાનું કહ્યું છે : અમારિ પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, સાંવત્સરિક પ્રતિક્રમણ, પ્રભાવના અને ચૈત્ય પરિપાટી.
ક્યાંક પર્યુષણ પર્વનાં કર્તવ્યો ૨૧ બતાવ્યાં છે. આમ જુદી જુદી રીતે જે કર્તવ્યો બતાવાયાં છે એમાં સાધર્મિક ભક્તિ-સ્વામિવાત્સલ્યને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
સાધર્મિક અથવા સાધર્મી કોને કહેવાય ? જે પોતાના જેવો ધર્મ પાળતો હોય છે. જૈન ધર્મમાં જે શ્રાવક કુળમાં જન્મ્યો હોય, શ્રાવક ધર્મ-જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય, દેવ- ગુરુની પૂજા – ભક્તિ કરતો હોય, નવકારમંત્રનો આરાધક હોય તેને સાધર્મી કહી શકાય. શ્રાવક કુળમાં જન્મ અનિવાર્ય નથી. કેટલાક શ્રાવક કુળમાં જન્મ્યા હોવા છતાં અન્ય ધર્મ પાળતા હોય છે. પરંતુ એકંદરે એમ કહેવાય કે જે જૈન કુળમાં જન્મ્યો હોય અને જૈન ધર્મમાં શ્રદ્ધાવાળો હોય તેને સાધર્મિક કહેવાય.
૩૪૭
આજે આપણે દેરાસર, ઉપાશ્રય વગેરેમાં જઈને જે કંઈ ધર્મ આરાધના કરીએ છીએ તે આપણા સાધર્મિકોના પ્રતાપે, મંદિર કોઈકે બંધાવ્યું હોય, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ માટે કોઈ ફી આપવી પડતી નથી, આપણને વ્યાખ્યાન માટે ઉપાશ્રયમાં જઈને એનો ઉપયોગ કરીએ છીએ . આ બધું આપણા સાધર્મિક વડીલો --- પૂર્વજોએ બધા સાર્મિકો માટે કરાવ્યું છે. માટે એ શક્ય છે. એટલે સાધર્મિક તરીકે આપણી ફરજ છે કે આપણા આવતી પેઢીના સાર્મિકો માટે આપણે યથાશક્તિ કંઈક કરી છૂટવું જોઈએ. આ રીતે આપણી સાર્મિક પરંપરા હજારો વર્ષથી ચાલી આવી છે. જ્યાં જ્યાં જૈનો છે ત્યાં ત્યાં દેરાસર, ઉપાશ્રય, સ્થાનક, પાંજરાપોળ વગેરે સર્વત્ર છે અને હોવાં જોઈએ.
जिनै समान धर्माण: साधर्मिका उदाहता: । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ||
[ શ્રી જિનેશ્વર ભગવંતોએ સ૨ખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. ]
સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રખવો તે ભાવ વાત્સલ્ય છે.
જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે.
સાધર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેનીં દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે :
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૪૭
-
-
-
-
સાધર્મિક વાત્સલ્ય
जिनै समान धर्माणः सार्मिका उदाहताः ।
द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ।। [ શ્રી જિનેસ્વર ભગવંતોએ સરખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાધર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. !
સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રાખવો તે ભાવ વાત્સલ્ય છે.
જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચરિત્રાચાર, (૪) તપાચાર અને (પ) વર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે.
ધાર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેની દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે :
निस्संकिय, निक्लंकिय, निवितिगुच्छा, अमूढदिट्ठीय । - ૩યવૂહ, ધિરર, વછન્ન માને ૩ . (૧) નિઃશંક, (૨) નિ:કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ, (પ) ઉપબૃહણા-ધર્મજનની પ્રશંસા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, (૮) પ્રભાવના. આમાં વાત્સલ્ય એટલે સાધર્મિક વાત્સલ્ય.
આમ, સાધર્મિક વાત્સલ્યને દર્શનાચારનો એક પ્રકાર કહ્યો છે. એનો અર્થ કે જે વ્યક્તિમાં સાધર્મિક વાત્સલ્ય ન હોય તેને સમ્યગ્દર્શન ન થાય.
- સાધર્મિક વાત્સલ્યની પ્રથા ઋષભદેવ ભગવાનના સમયથી ચાલી આવે છે. એક વખત ઋષભદેવ ભગવાન અષ્ટાપદગિરિ ઉપર સમોસર્યા. એ વખતે ભગવાનની ભક્તિ કરવા માટે ભરત મહારાજાએ વિવિધ પ્રકારના ભોજનની વાનગી તૈયાર કરાવી અને એ બધી પાંચસો ગાડામાં ભરાવીને તૈયાર કરાવ્યાં. (એ કાળે આહાર પણ એટલો બધો થતો હતો.) પછી એમણે ભગવાનને વિનંતી કરી, “ભગવાન, આપ ગોચરી વહોરવા પધારો.'
ત્યારે ભગવાને કહ્યું, ‘ભરત ! તું રાજા છે. એટલે અમને તારા મહેલનું અન્ન-રાજપિડ ખપે નહીં. મારા મુનિઓ જે વિચરે છે તેમને પણ મેં એ પ્રમાણે સૂચના આપી છે.'
તે વખતે ભગવાને ત્યાં આવેલા ઈન્દ્રને મુનિઓ માટે કઈ વસ્તુ
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૪૮
જિનતત્ત્વ પ્રતિબંધિત તે વિશે સમજાવ્યું. એમાં મુનિઓ રાજપિંડ, દેવપિંડ, વગેરે શું શું ન ગહણ કરી શકે તે સમજાવ્યું. કહ્યું છે કે :
राजपिंडं न गहणंति आद्यांतिमजिनर्षयः ।
भूपास्तदा वितन्यंति श्राद्धादिभक्तिमन्वहम् ।। [પ્રથમ (ઋષભદેવ) અને અંતિમ (મહાવીર સ્વામી) તીર્થંકરના મુનિઓ રાજપિંડ ગ્રહણ કરતા નથી. આથી તે સમયના રાજાઓ હંમેશાં શ્રાવકોની ભક્તિ કરતા. ]
- ત્યાર પછી ભરત મહારાજાએ ઇન્દ્ર મહારાજને પૂછ્યું : “પણ આ હું પાંચસો ગાડાં ભરીને આહારપાણી લાવ્યો છું તેનું શું કરવું ? ઈન્દ્ર મહારાજાએ કહ્યું, “હવે તમે એ બધું લાવ્યા છો તો એનાથી તમારા બધા વ્રતવાન – બારવ્રતધારી શ્રાવકોની પૂજા – ભક્તિ કરો.”
આથી ભરત મહારાજાએ શ્રાવકોએ બોલાવી કહ્યું : “હવેથી તમારે બધાએ મારે ઘરે જ ભોજન કરવાનું છે. તે વખતે તમારે બધાંએ રોજ સભામાં આવીને મને કહેવું. “તું જિતાયો છું. ભય વધ્યો છે માટે હણીશ નહીં, હણીશ નહીં.' (ગિતો ભવાનિ, વર્ધત મ, તસ્મન્સ , માં ફળ )
રોજ આ સાંભળીને ભરત મહારાજા મનન કરે છે કે હું છ ખંડનો ચક્રવર્તી કોનાથી જિતાયો છું ? મનન કરતાં એમને સમજાયું કે હું પોતે અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. માટે મારે મારા આત્માને હણવો જોઈએ નહીં.”
ભરત મહારાજાએ જ્યારથી સાધર્મિકોને જમાડવાનું ચાલુ કર્યું ત્યારથી સાધર્મિક ભક્તિની પ્રથા ચાલુ થઈ.
આમ, રાજના રસોડે દિન-પ્રતિદિન જમનારાઓની સંખ્યા વધી ગઈ. બિનશ્રાવકો પણ ઘૂસી જવા લાગ્યા. રસોડાના સંચાલકોએ ભરત મહારાજને ફરિયાદ કરી. ભરત મહારાજાએ એમને કાકિણી રત્ન આપીને કહ્યું કે જે બાર વ્રતવારી શ્રાવકો હોય તેમના હાથ ઉપર આ કાકિણી રત્નથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ લીટા કરવા. એ લીટા ભંસાશે નહીં. પછી નવા કોઈ આવે તો બાર વ્રતધારી શ્રાવક છે કે નહીં તેની ખાતરી કરીને ત્રણ લીટા કરવા.
આમ, સાધર્મિકની પૂજા-ભક્તિ કરવાની પરંપરા ઋષભદેવના વખતથી થઈ.
ભરત મહારાજના પછીના કાળમાં કાકિણી રત્ન રહ્યું નહીં. એટલે એમના પુત્ર આદિત્યશાએ શ્રાવકોને ઓળખવા માટે સોનાના તારની
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૪૯
સાધર્મિક વાત્સલ્ય યજ્ઞોપવિત કરાવી. ત્યાર પછીના રાજાઓએ સમય બદલાતાં ચાંદીના તારની યજ્ઞોપવિત કરાવી અને ત્યાર પછીના રાજાઓએ સૂતરના તારની કરાવી. આ રીતે આ ઓળખપ્રથા ચાલી હતી. ત્યારથી યજ્ઞોપવિતની જે પ્રથા ચાલુ હતી તે પછીના કાળમાં જેનોમાં ન રહેતાં બ્રાહ્મણોમાં ચાલુ થઈ.
સાધર્મિક વાત્સલ્યના વિષયમાં પ્રાચીન કાળનું દંડવીર્ય રાજાનું દૃષ્ટાન્ત જાણીતું છે. દંડવીર્ય રાજા ભરત ચક્રવર્તીના વંશજ હતા. તેમનો નિયમ હતો કે રોજ સવારે રાજ્ય તરફથી સાધર્મિક શ્રાવકોને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરતા. રાજ્ય તરફથી સંખ્યાબંધ રસોઈયા અને સંખ્યાબંધ વ્યવસ્થા કરનારા રાખવામાં આવતા કે જેથી બધાંને વ્યવસ્થિત રીતે અને જલ્દી ભોજન કરાવવામાં આવતું એટલે મધ્યાહ્ન સુધી બધા ભોજન કરી લેતા. રાજા પોતે જમવા બેઠેલાને બધાને પ્રણામ કરતા અને ભાવથી જમાડતા. કોઈવાર રાજાને પોતાને ભોજન કરતાં મોડું થાય તો પણ તેઓ અસ્વસ્થ કે અપ્રસન્ન થતા નહીં. પૂરી હોંશ અને પ્રસન્નતાથી તેઓ સાધર્મિકોની ભક્તિ કરતા.
ઈન્દ્રદેવે રાજા દંડવીર્યની સાધર્મિક ભક્તિની પ્રશંસા સાંભળી. તેમણે એમની કસોટી કરવાનું વિચાર્યું. એક દિવસ એમણે પોતાની લબ્ધિથી હજારો શ્રાવકો વિકર્યા. દંડવીર્ય એથી આશ્ચર્ય અનુભવ્યું, તો પણ પોતાના સેવકોને આજ્ઞા કરી કે સૌની પ્રેમથી આદરપૂર્વક ભક્તિ કરવી. પરંતુ એમ કરતાં સાંજ પડી ગઈ. દંડવીર્ય થાક્યા નહીં, પણ પોતાના ચોવિહારનો સમય પૂરો થઈ ગયો. એથી દંડવીર્ય રાજાને ઉપવાસ થયો. બીજા દિવસે પણ એ જ પ્રમાણે બન્યું. બીજે દિવસે પણ ઉપવાસ થયો. પણ રાજાને થયું કે એક સારું કામ કરતાં ઉપવાસ થયો તો એથી લાભ જ છે. એમ કરતાં આઠ દિવસના ઉપવાસ થયા. દંડવીર્યે માન્યું કે પોતાને સહજ અઠ્ઠાઈનો લાભ થયો. ઈન્દ્રમહારાજાની કસોટીમાં પાર ઊતર્યા એટલે ઈન્દ્ર મહારાજાએ પ્રત્યક્ષ થઈ દંડવીર્ય રાજાને ધન્યવાદ આપ્યા – વળી, દંડવીર્ય રાજાને દેવી રથ, ધનુષ્યબાણ, હાર અને કુંડલ ભેટ આપ્યાં. સાથે સાથે એમણે દંડવીર્યને શત્રુંજયની યાત્રા કરીને એ શત્રુંજયનો તીર્થોદ્ધાર કરવાની ભલામણ કરી અને પોતે એમાં સહાય કરશે એવું વચન આપ્યું. દંડવીર્ય એ પ્રમાણે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો.
સાધર્મિક ભક્તિના વિષયમાં પ્રાચીન સમયનું બીજું એક જાણીતું નામ તે શુભંકર શ્રેષ્ઠીનું.
ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મસૂરિએ કહ્યું છે કે સાધર્મિક વાત્સલ્યથી તીર્થંકર
Page #6
--------------------------------------------------------------------------
________________
૩પ૦
જિનતત્વ નામકર્મ બાંધવાના વિષયમાં ત્રીજા સંભવનાથ ભગવાનનું ચરિત્ર ઉત્તમ ઉદાહરણ રૂપ છે. પૂર્વના ત્રીજા ભવમાં તેઓ ઘાતકીખંડના ઐરાવતક્ષેત્રે ક્ષેમાપુરી નગરીના રાજા હતા. એમનું નામ વિમલવાહન હતું. તેમના રાજ્યકાળ દરમિયાન એક વખત ભયંકર દુકાળ પડ્યો. ભૂખથી અનેક લોકો ટળવળતા હતા, પરંતુ વિમલવાહન રાજાએ મંત્રીઓને સૂચના આપી કે કોઈનું પણ ભૂખથી મૃત્યુ થવું ન જોઈએ. અન્નભંડારો ખૂલા મૂકી દીધા. એ વખતે એમણે સાધર્મીઓની પણ પૂરી સંભાળ લીધી. આથી તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાર પછી પોતાની ગાદી પુત્રને સોંપી તેમણે દીક્ષા લીધી. અનુક્રમે તેઓ કાળધર્મ પામ્યા અને આનત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ત્યાર પછી ઍવીને તેઓ સંભવનાથ નામે તીર્થંકર થયા.
તેમનો જન્મ થયો તે પહેલાં તે દેશમાં દુકાળ પડ્યો હતો પરંતુ તેમનો જન્મ થતાં ચારે બાજુથી અનાજ આવી પહોંચ્યું અને બીજું ઘણું અનાજ આવી રહ્યું હતું. અનાજ આવવાની સંભાવના હતી એ ઉપરથી પણ એમનું નામ સંભવનાથ પાડવામાં આવ્યું છે.
હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાએ સાધર્મિક ભક્તિ માટે જે ઉપદેશ આપ્યો તેથી એમણે સાધર્મિક ભક્તિ માટે ચૌદ કરોડ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. ભૂતકાળમાં ભરત ચક્રવર્તી અને ત્યાર પછી સંપ્રતિ મહારાજાએ સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં જે મહાન કાર્ય કર્યું હતું એની યાદ અપાવે એવું કુમારપાળ મહારાજાએ કાર્ય કર્યું હતું. એમણે જિનાલયો અને પૌષધશાળાઓની જેમ અનેક દાનશાળાઓ સ્થાપી હતી.
- સાધર્મિક વાત્સલ્યને વિષયમાં કુમારપાળ મહારાજાનું નામ મોટું છે. તેઓ ક્ષત્રિય અને શૈવધર્મી હતા, પરંતુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવીને એમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા હતાં.
એક વાર હેમચંદ્રાચાર્ય મહારાજ શાકંભરી નગરીમાં પધાર્યા હતા. ત્યાં એક ગરીબ શ્રાવક રહેતો હતો. એક વાર એણે આચાર્ય મહારાજને પોતાને ઘરે પધારવાની વિનંતી કરી. આચાર્ય મહારાજ પધાર્યા ત્યારે એણે પોતે હાથે વણેલું જાડું કાપડ-થેપાડું (જાડા ધોતિયાને થેપાડું કહેવામાં આવે છે.) વહોરાવ્યું. મહારાજશ્રીએ હર્ષથી એ વહોર્યું. ત્યાર પછી તેઓ પાટણ પધાર્યા. એક દિવસ મહારાજશ્રીએ થેપાડું ઓઢયું હતું. એ વખતે ત્યાં આવેલ કુમારપાળ રાજાએ
Page #7
--------------------------------------------------------------------------
________________
સાધર્મિક વાત્સલ્ય
૩૫૧ કહ્યું, “મહારાજ ! આવું થેપાડું ઓઢાય ? હું અઢાર દેશનો માલિક, અને મારા ગુરુહમરાજા આવું થેપાડું ઓઢે ?” મહારાજશ્રીએ કહ્યું, “જે મળે તે ઓઢીએ. અમને સાધુઓને કશાની શરમ નહીં. પણ તમારે શરમાવું જોઈએ કે તમારા રાજ્યમાં કેવા ગરીબ શ્રાવકો છે.” આ સાંભળીને કુમારપાલ રાજાએ પોતાના તરફથી સાધર્મિક ભક્તિની જાહેરાત કરી. રાજ્યમાં કોઈ શ્રાવક ગરીબ ન રહેવો જોઈએ.
સાધર્મિક ભક્તિને લીધે જ ગરીબ શ્રાવક ઉદા મારવાડી ઉદયન મંત્રી બન્યો હતો. ઉદા પાસે કશો વેપારધંધો નહોતો. કશી આવક નહોતી. એ વખતે કર્ણાવતી નગરી (હાલનું અમદાવાદ) અત્યંત સમૃદ્ધ હતું. ઉદાને થયું કે ત્યાં જાઉં તો કંઈક રોજી મળી રહેશે. દોરી લોટો લઈ તે કર્ણાવતી આવ્યો. ત્યાં કોઈ ઓળખે નહીં. ત્યાં એને થયું કે મોટામાં મોટો આશરો દાદાનો (તીર્થકર ભગવાનનો) છે. એટલે એક દેરાસરમાં જઈને ત્યાં સ્તુતિ ભક્તિ કરી અને પછી બહાર ઓટલે બેઠો. એ વખતે લાછી નામની એક શ્રીમંત બાઈ દર્શન કરવા આવી. એને ઉદાને જોયો એટલે થયું કે આ કોઈ નવા શ્રાવક દર્શન કરવા આવ્યા લાગે છે. એણે જિજ્ઞાસાથી પૂછ્યું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો ? ક્યાં રહો છો ?” ઉદાએ કહ્યું, “મારું કોઈ ઘર નથી. ગરીબ છું. બહારગામથી નોકરીધંધો શોધવા અહીં આવ્યો છું.' લાછીએ એને બેસવા કહ્યું અને દર્શન કરી બહાર આવીને ઉદાને પોતાને ઘરે જમવા લઈ ગઈ. પછી રહેવા માટે પોતાનું એક જૂનું ઘર આપ્યું અને ફરી કરવા ચીજવસ્તુઓ અપાવી. એમ કરતાં ઉદો મારવાડી પોતાની બુદ્ધિ અને હોંશિયારીથી આગળ વધતો ગયો. વળી એના ઘરમાંથી સુવર્ણમહોરનો ચરુ નીકળ્યો. લાછીએ એ સુવર્ણમહોર ઉદાને જ રાખવા આપી દીધી. આમ ગરીબ મારવાડીમાંથી એનું ભાગ્ય પલટાયું અને પછી તે પોતાની હોંશિયારીથી એટલો આગળ વધ્યો કે તે સિદ્ધરાજ મહારાજાનો ઉદયન મંત્રી થયો. આપણને હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય ભગવંત મળ્યા તે પણ ઉદયન મંત્રીની ભેટ છે.
શ્રાવકોએ પોતાના વ્યવહારજીવનમાં જે વિવિધ પ્રકારના આનંદઉત્સવના પ્રસંગો આવે છે – પુત્ર કે પુત્રીનો જન્મ, પોતાનો કે કુટુંબના અન્ય કોઈ સભ્યનો જન્મદિન હોય, નવું ઘર લીધું, નવી દુકાન લીધી, સગાઈ કે લગ્નના પ્રસંગો – આમ વિવિધ પ્રકારના પ્રસંગે ખાવાપીવામાં એકલપેટા ન થતાં પોતાનાં સાધર્મિકોને સહભાગી કરવા જોઈએ. વળી એવે પ્રસંગે નિશ્ચિત
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપર
જિનતત્ત્વ
૨કમ જુદી કાઢી, ગરીબ, દીનદુ:ખી સાધર્મિકોને યથાશક્તિ સહાય અવશ્ય કરવી જોઈએ અને તે પણ સન્માન-બહુમાન સાથે ક૨વી જોઈએ .
શાસ્ત્રકારોએ ‘સાધર્મિક ભક્તિ' શબ્દ વાપર્યો છે, જ્યારે સાધર્મિકો પ્રત્યે ભક્તિ બહુમાન પ્રગટે છે ત્યારે સાધર્મિકો કોઈ યાચક નથી એ વિચાર અંતરમાં સ્પષ્ટ થાય છે. સાધર્મિકના કપાળમાં તિલક કરાય, હાથમાં શ્રીફળ અપાય છે, શક્ય હોય તો ખેસ પહેરાવાય છે અને ત્યાર પછી તેઓને ભોજન, વસ્ત્ર તથા અન્ય ઉપકરણો વગેરે અપાય છે. અને નમસ્કાર કરાય છે. સાધર્મિક ભક્તિમાં માત્ર ચીજવસ્તુઓ અપાય છે એટલું જ નહીં, સાધર્મિકો ધર્મક્રિયાઓ કરી શકે તે માટે તેમને ધાર્મિક ઉપકરણો અપાય છે અને તેમને માટે પૌષધશાળા - ઉપાશ્રય ઇત્યાદિ બાંધી શકાય છે.
--
આમ, સાધર્મિકો પ્રત્યે સ્નેહાદર બતાવવાં જોઈએ. કહ્યું છે કે
समानधार्मिकान् वीक्ष्य वात्सल्यं स्नेहनिर्भरम् । मात्रादि स्वजनादिभ्योप्यधिकं क्रियते मुदा ।
[ સાધર્મિકને જોઈને માતાપિતાદિ સ્વજનો કરતાં પણ અધિક સ્નેહપૂર્વક વાત્સલ્ય કરવું. ]
સાધર્મિક ભક્તિ એટલે સાધર્મિકોને ધનથી સહાય કરવી એટલો જ અર્થ નથી. દુ:ખી સાધર્મિકોને ભૌતિક સહાય ઉપરાંત ધાર્મિક અને આધ્યાત્મિક સહાય પણ કરવી જોઈએ. જેઓ શ્રીમંત હોય પણ ધર્મથી વિમુખ બન્યા હોય અથવા ધર્મકાર્યમાં પ્રમાદી બન્યા હોય એવા સાધર્મિકોને ધર્મકાર્ય તરફ આવવા માટે પ્રેરણા કરવી જોઈએ.
સાધર્મિક વાત્સલ્યમાં ઔચિત્યની વાત ભૂલવી ન જોઈએ. આંધળી સાધર્મિક ભક્તિ ન કરવી જોઈએ. કોઈ ગરીબ સાધર્મિક શ્રાવકને આર્થિક મદદ કરીએ અને પછી જાણવા મળે કે એ તો પૈસા મળતાં જુગાર રમવા લાગે છે અથવા અન્ય વ્યસનોમાં ડૂબેલો છે તો એને આર્થિક મદદ ન કરવી જોઈએ, પણ અવકાશ મળે તો વહાલથી એને સમજાવવો જોઈએ. એટલે કે સાધર્મિક ભક્તિમાં પણ વિવેક હોવો જોઈએ.
સાધર્મિક વાત્સલ્ય પરથી સ્વામિવાત્સલ્ય શબ્દ આવ્યો છે, પરંતુ સંઘોમાં સ્વામિવાત્સલ્ય એટલે સંઘના જૈનોએ ભેગા મળી ભોજન કરવું એવો મર્યાદિત અર્થ થઈ ગયો છે. એ જરૂરી છે. સહભોજનથી સ્નેહ વધે છે. પરંતુ આવા સ્વામિવાત્સલ્યથી આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ ન માનવું જોઈએ.
Page #9
--------------------------------------------------------------------------
________________
સાધર્મિક વાત્સલ્ય
૩પ૩ શીરા માટે શ્રાવક થયા એવી કહેવત પડી છે. ઠેઠ પ્રાચીન કાળથી આવી ઘટનાઓ બનતી આવી છે. એવા કેટલાય ખોટા શ્રાવકો. પછીથી સાચા શ્રાવક બની ગયા હોય એવાં ઘણાં દૃષ્ટાંતો છે. માટે એવા શ્રાવકો પ્રત્યે સદ્ભાવભર્યું વર્તન રાખવું જોઈએ. એમાં અલબત્ત ઔચિત્ય જાળવવું જોઈએ. કહ્યું છે –
साधर्मिकस्वरूपं यत व्यलीकमपि भूभृता ।
सन्मानितं सभायां तत् तर्हि सत्यस्य का कथा ।। [બનાવટી સાધર્મિકોના સ્વરૂપને -- સાધર્મિકને પણ રાજાએ ભરસભામાં સન્માન આપ્યું. જો આ પ્રમાણે હોય તો સાચા સાધર્મિકની વાત શી ?].
કોઈ વ્યક્તિ લાભ લેવાના આશયથી પોતે જૈન છે એમ કહે તો તેથી તેના પ્રત્યે ઘણા કે તિરસ્કાર કરી એને તરત ન ધુત્કારી કાઢવો જોઈએ. કેટલાયે કિસ્સા એવા બન્યા છે કે લાભ લેવા માટે જૈન થયો હોય અને પછી પાછળથી જૈન ધર્મમાં એની શ્રદ્ધા દઢ થઈ હોય. રાજા કુમારપાળના વખતમાં જૈનોને કરવેરામાંથી મુક્તિ હતી. એક વખત એક અજૈનની કરવેરો ન ભરવા માટે ધરપકડ કરીને રાજ્યમાં સિપાઈઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોતે જૈન ન હોવા છતાં જૈન મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા બતાવી. સિપાઈઓએ એને જવા દીધો. એ મંદિરમાં જઈ મસ્તકમાં મોટું તિલક કરી, ખભે ખેસ નાખીને બહાર આવ્યો. સિપાઈઓ એને રાજ્ય દરબારમાં રાજા કુમારપાળ પાસે લાવ્યા અને ફરિયાદ કરી કે આ માણસે કરવેરો ભર્યો નથી. એના મસ્તક પર તિલક જોઈને કુમારપાળે કહ્યું, “આ તો જૈન શ્રાવક છે અને જૈનોના કરવેરા માફ છે.' સિપાઈઓએ કહ્યું, “મહારાજ ! એ જૈન નથી, પણ રસ્તામાં દેરાસરમાં જઈ એણે તિલક કરી લીધું છે.' કુમારપાલે કહ્યું, ‘ભલે એ જૈન ન હોય, એણે કપાળમાં તિલક કર્યું છે એટલે એનો કર હું માફ કરું છું.” આથી એ માણસ ગળગળો થઈ ગયો અને એણે જૈન ધર્મ સ્વીકારી લીધો.
આમ, સાધર્મિક વાત્સલ્યનું મહાભ્ય ઘણું છે. આથી આખી દુનિયામાં જૈનો સૌથી ઉદાર ગણાય છે. તેઓ ફક્ત જૈનો માટે નહીં પણ અજૈનો માટે પણ એટલા જ ઉદાર હોય છે. સાચા જૈનનું હૃદય હંમેશાં મૃદુ અને કરુણામય હોય છે. જે માણસ કંજૂસ છે, ફરે છે તે સાધર્મિક વાત્સલ્ય અનુભવી શકે નહીં. સાધર્મિકનો મહિમા દર્શાવતાં શાસ્ત્રકારોએ કહ્યું છે :
साधर्मिवत्सले पुण्यं पदभक्तेद् वचोऽतिगम् । धन्यास्ते गृहिणोऽवश्यं तत्कृत्वाश्नन्ति प्रत्यहम् ।।
Page #10
--------------------------------------------------------------------------
________________ 354 જિનતત્વ | (સાધર્મિક વાત્સલ્ય કરવાથી જે પુણ્ય થાય છે તે શબ્દોથી કહી શકાય તેમ નથી. જે ગૃહસ્થો હંમેશાં અવશ્ય સાધર્મિક વાત્સલ્ય કરીને જમે છે તેઓને ધન્ય છે.) રતલામમાં એક શ્રાવકની વાત સાંભળી છે. તેઓ રોજ રતલામ સ્ટેશને ફ્રન્ટિયર મેલમાંથી જે કોઈ ઊતર્યા હોય તેમને પોતાને ઘરે ચાપાણી કે ભોજન માટે લઈ જતા અને ત્યાર પછી જ પોતે ભોજન કરતા, કેટલાય એવા છે કે જેમને ઘરે જમવામાં મહેમાન ન હોય તે દિવસે ખાવાનું ભાવે નહીં. એટલે જ કહેવાયું છે : न कयं दीणुद्धरणं, न कयं साहमिआण वच्छल / हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो / / [ જેમણે દીન દરિદ્રનો ઉદ્ધાર કર્યો નથી, સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ધારણ કર્યા નથી તે પોતાનો જન્મ હારી ગયા છે એમ સમજવું.]