SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ - - - - સાધર્મિક વાત્સલ્ય जिनै समान धर्माणः सार्मिका उदाहताः । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ।। [ શ્રી જિનેસ્વર ભગવંતોએ સરખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાધર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. ! સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રાખવો તે ભાવ વાત્સલ્ય છે. જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચરિત્રાચાર, (૪) તપાચાર અને (પ) વર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે. ધાર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેની દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે : निस्संकिय, निक्लंकिय, निवितिगुच्छा, अमूढदिट्ठीय । - ૩યવૂહ, ધિરર, વછન્ન માને ૩ . (૧) નિઃશંક, (૨) નિ:કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ, (પ) ઉપબૃહણા-ધર્મજનની પ્રશંસા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, (૮) પ્રભાવના. આમાં વાત્સલ્ય એટલે સાધર્મિક વાત્સલ્ય. આમ, સાધર્મિક વાત્સલ્યને દર્શનાચારનો એક પ્રકાર કહ્યો છે. એનો અર્થ કે જે વ્યક્તિમાં સાધર્મિક વાત્સલ્ય ન હોય તેને સમ્યગ્દર્શન ન થાય. - સાધર્મિક વાત્સલ્યની પ્રથા ઋષભદેવ ભગવાનના સમયથી ચાલી આવે છે. એક વખત ઋષભદેવ ભગવાન અષ્ટાપદગિરિ ઉપર સમોસર્યા. એ વખતે ભગવાનની ભક્તિ કરવા માટે ભરત મહારાજાએ વિવિધ પ્રકારના ભોજનની વાનગી તૈયાર કરાવી અને એ બધી પાંચસો ગાડામાં ભરાવીને તૈયાર કરાવ્યાં. (એ કાળે આહાર પણ એટલો બધો થતો હતો.) પછી એમણે ભગવાનને વિનંતી કરી, “ભગવાન, આપ ગોચરી વહોરવા પધારો.' ત્યારે ભગવાને કહ્યું, ‘ભરત ! તું રાજા છે. એટલે અમને તારા મહેલનું અન્ન-રાજપિડ ખપે નહીં. મારા મુનિઓ જે વિચરે છે તેમને પણ મેં એ પ્રમાણે સૂચના આપી છે.' તે વખતે ભગવાને ત્યાં આવેલા ઈન્દ્રને મુનિઓ માટે કઈ વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249487
Book TitleSadharmik Vatsalya
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size358 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy