Book Title: Rup Arup Author(s): Mansukhlal T Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ ૨૦૩ ઉત્તમ જાતિ, કઈ વસ્તુનો વધુ પ્રમાણમાં લાભ, ઉત્તમ કુલ, અશ્વર્ય, બલ, તપશ્ચર્યાની શક્તિ, વિશિષ્ટ જ્ઞાન અને સુંદર રૂ૫–એ આઠ વસ્તુઓ પૈકી કઈ પણ વસ્તુનું અભિમાન કરવા જેવું નથી, કારણ કે, આ બધી જ વસ્તુઓ ક્ષણભંગુર અને પરિવર્તન પામવાના સ્વભાવવાળી છે. માનવીના અંતરમાં જ્યારે આવી કોઈ વસ્તુ બાબતમાં અભિમાન જાગ્રત થાય છે, ત્યારે તેના આત્માને તે તે ભાવની હીનતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. આ બધી વસ્તુઓ સંધ્યાના રંગ જેવી અસ્થિર અને વિચલિત હોય છે અને તેથી જ્ઞાની જને તેનું કદી પણ અભિમાન કરતા નથી. એટલા માટે સંતે અને ધર્મશાસ્ત્રો આ આઠમાંથી કઈ પણ વસ્તુના ગર્વ–મદ-અભિમાનથી હમેશાં દૂર રહેવાનું વારંવાર ઉધે છે. | દેવ તે સમયે રાજમહેલમાંથી ચાલતા થયા. સ્નાનવિધિ પતાવી, સુશોભિત વસ્ત્રો તેમ જ હીરા, મોતી અને માણેકનાં અમૂલ્ય અને આકર્ષક આભૂષણે ધારણ કરી સનત્કુમાર ચકવતી રાજસભામાં જઈ સિંહાસન પર આરૂઢ થયા. તેમના મસ્તક ઉપર છત્ર શોભવા લાગ્યું અને બન્ને બાજુ ચામરે વીંઝાવા લાગ્યા. બરાબર તે સમયે પેલા બંને દે રાજસભામાં જઈ પહોંચ્યા. અવધિજ્ઞાનની મદદ વડે દેવોએ સ્નાનાગારમાં જતી વખતના અને સિંહાસન પર આરૂઢ થયેલા સનત કુમારના રૂપમાં આસમાન-જમીન જેવો તફાવત છે. તેઓએ જોયું કે સ્નાનાગારમાં જતી વખતે સનત્કુમારને દેહ નીરોગી અને તન્દુરસ્ત હતા જ્યારે સિંહાસન પર આરૂઢ થયેલ સનત્ કુમારનો દેહ ભયજનક રોગના કારણરૂપ એવા અનેક ઝેરી જંતુઓથી ઘેરાઈ ગયો હતો. માનવદેહ પણ ભારે વિચિત્ર હોય છે. એ એક પ્રકારના પુદ્ગલેને સમૂહ છે. જૂનચઢાવમાઘ પુરા અર્થાત્ પુરાવું-મળવું, ગળી જવું–વીખરાઈ જવું એ તે દેહમાત્રનો સ્વભાવ છે. દેહના રૂંવે રૂંવે જાતજાતના રોગોના સૂક્ષ્મ જંતુઓ સુખ દશામાં પડેલા જ હોય છે અને તેને ઉપદ્રવ કઈ ઘડીએ શરૂ થશે તે કહી શકાતું નથી. સનતુ કુમારે તે ધારેલું કે રાજસભામાં પહોંચેલા દેવ પિતાનું રૂપ જોઈ સ્તબ્ધ થઈ જશે. તેને બદલે તેણે બંને દેશના મુખ પર ખિન્નતા વ્યાપેલી જોઈ. આવી ખિન્નતાનું કારણ પૂછતાં દેએ ગંભીર બની જઈને કહ્યું : “રાજન્ ! પ્રભાતે તમારી કાયાનું રૂપ નિર્મળ અને વિશુદ્ધ હતું, પણ અત્યારે એ સર્વોત્કૃત રૂપ વિરૂપતામાં પલટાઈ ગયું છે, અને કાયામાં અનેક રોગોના જતુઓ ઉત્પન્ન થઈ ગયા છે !” સનમાર એ વખતે તાંબૂલને સ્વાદ લઈ રહ્યા હતા. પિતાના કથનની ખાતરી કરાવી આપવા અર્થે દેએ તેની પાસે થકદાનીમાં પિચકારી કરાવી. ત્યાં એક-બે માખીઓ બેઠી કે ચૂંકના ઝેરથી તે તરત જ મૃત્યુ પામી. થુંકની અસહ્ય દુર્ગધના કારણે દેવોના કથનની યથાર્થતાની ચકવર્તીને પણ ખાતરી થઈ અને પિતાની આવી સ્થિતિ થયેલી જાણીને તેને અસહ્ય આઘાત થયે. દે તો પછી વિશેષ કંઈ પણ બોલ્યા વિના પિતાને સ્થાને ચાલી ગયા, પણ તે દિવસથી સનકુમારના જીવનનો આનંદ લુપ્ત થઈ ગયો અને નિદ્રા એની વેરણ બની ગઈ ! સવારે હસતું-ખીલતું કમળ જાણે સંધ્યા ટાણે વિલાઈ ગયું ! સંસારની એ જ બલિહારી છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7