Book Title: Rup Arup
Author(s): Mansukhlal T Mehta
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ રૂપ-અરૂ૫ લેખક: શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા સનતકુમાર ચક્રવર્તીને છ ખંડને વૈભવ પ્રાપ્ત થયું હતું. છ ખંડના ક્ષેત્રમાં વસનાર સમસ્ત માનવનું જેટલું બળ હોય, તેના કરતાં અનેકગણું બળ ચકવતની ભુજામાં હોવાનું કહેવાય છે. જેવું તેમનું બળ હતું એવું જ અદ્દભુત એમનું રૂપ અને તેજ હતું. એક વખત ઈન્દ્રમહારાજે દેવલોકમાં દેવને પણ દુર્લભ એવા સનત્કુમારના રૂપની ભારે પ્રશંસા કરી. સાંભળીને બે દેવોને સનત કુમારનું રૂપ જોવાની અને ઇંદ્રમહારાજના કથનને ચકાસી જેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. તરત જ તેઓ બંને વૃદ્ધ મનુષ્યનું રૂપ ધારણ કરી સનત્ કુમારના રાજમહેલમાં જઈ પહોંચ્યા. સનત કુમાર એ વખતે પિતાના અંગ ઉપર તેલનું મર્દન કરાવી, ટૂંકી પિતડી પહેરી, સ્નાનગૃહમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. બંને દેવે તેમના ખુલ્લા દેહની ભવ્યતા, કાંતિ અને એમનું અલૌકિક રૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓને લાગ્યું કે ઈન્દ્રમહારાજની પ્રશંસા ખરેખર, યથાર્થ હતી. સનત કુમારે બંને વૃદ્ધ જનોને પિતાને ત્યાં આવવાનું પ્રયોજન પૂછતાં દેએ પિતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરી જણાવ્યું કે, દેવલોકમાં ઈન્દ્રમહારાજે તેમના રૂપની પ્રશંસા કરી હતી તેથી તેઓ એ રૂપને પ્રત્યક્ષ નિહાળીને ઈદ્રમહારાજના કથનની ખાતરી કરી જેવા માટે અહીં મર્યલોકમાં આવ્યા છે. પિતાના રૂપની પ્રશંસા દેવલોકમાં ઈદ્રસભામાં પણ થાય છે અને દેવે પણ પિતાનું રૂપ જેવા ધરતી પર આવે છે, એ વાત જાણી સનકુમારને પિતાના રૂપનું અભિમાન થયું. રૂપના એ અભિમાનમાં ને અભિમાનમાં વિવેક ભૂલીને ચકવતીએ બંને દેવેને કહ્યું: “હમણાં તે હું સ્નાન કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો છું, એટલે તમને મારા સાચા રૂપને પૂરેપૂરે ખ્યાલ નહિ આવી શકે. જો તમારે મારું સર્વાંગસુંદર રૂપ જોવું હોય તો, મારા દેહ પર સુશોભિત વસ્ત્રો અને અમૂલ્ય અલંકાર ધારણ કરી જ્યારે હું રાજસભામાં રત્નજડિત સિંહાસન પર બેઠે હોઉં ત્યારે પધારજો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7