Book Title: Rup Arup
Author(s): Mansukhlal T Mehta
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ ૨૦૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવષ્ણુ-મહેાત્સવ ગ્રંથ ધર્મ કરવાનું સાધન હેાય તે તેની આ રીતે વિડંબના કરવાનો શું અર્થ છે? મહારાજ, મને તે આપની આવી બધી વાતા સમજાતી નથી.” મુનિરાજે આછા સ્મિતપૂર્વક કહ્યુ : “ મારી સાધના તે શરીરથી છૂટીને અશરીરી દશા પ્રાપ્ત કરવાની છે, એટલે એમાં દેહના મમત્વ માટે કાઈ અવકાશ નથી. દેહ ઉપર મમત્વ ધરાવતા જીવ સંસારથી કદાપિ છૂટી શકતા નથી. દેહ દ્વારા આત્મસાધના થઈ શકે, પણ આત્મા દ્વારા દેહની સાધના ન થઈ શકે. મતલબ કે આત્માના ભેાગે દેહનું રક્ષણ ન કરી શકાય, પણ આત્મસાધનામાં દેહના ભાગ દેવા પડે તે ચિંતા નહી', કારણ કે દેહ તે હુ' નથી, દેહનો સંચાગ તા માતાના ગર્ભમાં થયા છે. દેહ અનંત કાળ રહેતા નથી, મૃત્યુ વખતે તેનાથી છૂટુ' પડવાનુ જ હાય છે. દેહરૂપી મકાનને આપણી માલિકીનું સમજવાને બદલે પરિમિત કાળ માટે આપણે તેના સાચવનાર છીએ એમ માનવુ' જોઈ એ. આવા તા અન`તા દેહાને ધારણ કર્યા, શણગાર્યા, પુષ્ટ કર્યાં અને અનેક વાર ભેગા ભાગવ્યા. પરંતુ તેમ છતાં અનંતા દેહા પૈકી કોઈ પણ દેહ મૃત્યુ સમયે આત્માની સાથે ન ગયા! તેને અથ એમ થયા કે હું તે દેહ નથી અને દેહ તે હું નથી. દેહનું આવું વિચિત્ર અને ભુલભુલામણુ' સ્વરૂપ સમજવામાં દેહનાં દર્દી તે ઊલટાં મદદરૂપ થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં પણ જો હું આવી પડેલ કછુ કે જાગી ઊઠેલ રાગને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક સહી શકતા હાઉ' તા મારે માટે ઉપચાર અને સારવારને મા આત્માના હાસ રૂપ બની જાય છે.’ સુનંદા પાસે હવે કાઈ દલીલ ન હતી, એટલે એ નિરાશ થઈને ભારે હૃદયે ત્યાંથી ઊડીને ચાલતી થઈ. મુનિરાજના દેહનાં દર્દીના વ્યાધિ દિનપ્રતિદિન જેમ જેમ વધતા જતા હતા, તેમ તેમ તેમના આત્માની શાંતિ અને ચિત્તની પ્રસન્નતા પણ વધતી જતી હતી. એકદા પુનઃ ઇન્દ્રસભામાં ઇન્દ્ર મહારાજે સનત્કુમાર મુનિના તપ, સયમ અને સહનશીલતાની ભારે પ્રશ'સા કરી, એટલે પ્રથમ આવેલા અને દેવેને એ સાંભળીને ભારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. તે બંનેએ સનત્કુમાર મુનિનાં દર્દીને દૂર કરવાનો દૃઢ નિશ્ચય કર્યાં અને ધન્વંતરિનુ રૂપ ધારણ કરી એમની પાસે પહેાંચી ગયા. (C અને દેવાએ સનત્ કુમાર મુનિને ચક્રવતી સ્વરૂપે જોયા હતા, એટલે એમના દેહની હાડપિંજર જેવી સ્થિતિ જોઈ બંનેને ભારે આઘાત થયા. એમણે મુનિરાજને વંદન કરી રાગાના ઉપચાર કરવા સંમતિ માગી. મુનિરાજે પેાતે કરેલા અભિગ્રહની વાત કરીને ઉપચાર માટે સ્પષ્ટ ના પાડી, એટલે બને દેવાએ પાતાનુ મૂળ રૂપ પ્રગટ કરી આજીજીપૂર્ણાંક કહ્યું : “મુનિરાજ ! આપની ઋદ્ધિ-સિદ્ધિ તેમજ આપનાં અપૂર્વ વૈભવ, ખળ અને રૂપ અમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે, એટલે અત્યારે આપના રાગેાની આવી અસહ્ય વેદના અમારાથી જોઈ શકાતી નથી. આપના દર્દની શાંતિ અર્થે નહિ પરંતુ અમારા મનના સંતાષ અને સમાધાન અર્થે ઉપચાર કરવાની અમને રજા આપે. અમારી પાસે એવાં ચમત્કારી ઔષધે છે કે જેના સેવનથી એક ઘડીમાં આ તમામ રોગાના નાશ થઈ જશે અને આપની કાયા પ્રથમની માફક કચન જેવી નિર્મળ અને તેજસ્વી બની જશે,” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7