Book Title: Rup Arup Author(s): Mansukhlal T Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 7
________________ 208 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહત્સવ-ગ્રંથ | મુનિરાજની આવી અપૂર્વ શક્તિ અને સિદ્ધિ જોઈ બંને દેવે આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓનાં મસ્તક મુનિરાજને નમી પડ્યાં અને વંદના કરી તેઓ પિતાને સ્થાને ચાલી ગયા. પાંચ, પચીસ કે સો વરસ નહીં, પણ પૂરાં સાત સો વરસ સુધી સત્ કુમાર મુનિએ અદૂભુત શાંતિ અને સમભાવપૂર્વક દેહના રોગોની કારમી અને કાતિલ વેદના સહન કરી. સંસારમાં પ્રારબ્દાનુસાર શુભાશુભ કર્મો ઉદયમાં આવે છે, પણ જ્ઞાની પુરુષે તેમાં કદી પ્રીતિ-અપ્રીતિ થવા દેતા નથી, એ વાત સનતુ કુમાર ચક્રવતીએ પિતાના અપ્રમત્ત આચરણ દ્વારા સિદ્ધ કરી બતાવી. અગ્નિ લેહને સંગી થાય છે એટલે તેને ઘણના ઘા ઝીલવા પડે છે, તેમ અગ્નિ જેવા તેજસ્વી આત્માને પણ દેહરૂપ લેહના સંગના કારણે વેદના અને દર્દી સહન કરવાં પડે છે. ધર્મશાસ્ત્રોએ શરીરની આસકિતને જ દુઃખના સબલ કારણરૂપે દર્શાવેલ છે. સનસ્ કુમાર ચક્રવતીના જીવનની વાત સમસ્ત માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે. માનવજીવનની સાચી સાધના ભવરગને વધારવા માટે નહીં પણ ટાળવા માટેની હોવી જોઈએ. માનવજીવન પ્રાપ્ત કરી મનુષ્ય મુક્તિની જેટલી નજીક પહોંચી શકે તેટલી તેના જીવનની સાર્થકતા. ચક્રવતીઓ મોટા ભાગે નરકના અધિકારી બને છે, પણ સનસ્ કુમાર તેમાં અપવાદ રૂપ છે. તેઓ નરકના નહીં પણ દેવકના વાસી બન્યા છે. રૂપમાં અરૂપનાં-કુરૂપનાં દર્શન કરનાર આવા આત્મસાધક મહાન મુનિરાજને કોટિ કોટિ વંદના ! - ST SETE : H REFEELS જામ 11 વાપદાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7