Page #1
--------------------------------------------------------------------------
________________
રૂપ-અરૂ૫
લેખક: શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
સનતકુમાર ચક્રવર્તીને છ ખંડને વૈભવ પ્રાપ્ત થયું હતું. છ ખંડના ક્ષેત્રમાં વસનાર સમસ્ત માનવનું જેટલું બળ હોય, તેના કરતાં અનેકગણું બળ ચકવતની ભુજામાં હોવાનું કહેવાય છે. જેવું તેમનું બળ હતું એવું જ અદ્દભુત એમનું રૂપ અને તેજ હતું.
એક વખત ઈન્દ્રમહારાજે દેવલોકમાં દેવને પણ દુર્લભ એવા સનત્કુમારના રૂપની ભારે પ્રશંસા કરી. સાંભળીને બે દેવોને સનત કુમારનું રૂપ જોવાની અને ઇંદ્રમહારાજના કથનને ચકાસી જેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. તરત જ તેઓ બંને વૃદ્ધ મનુષ્યનું રૂપ ધારણ કરી સનત્ કુમારના રાજમહેલમાં જઈ પહોંચ્યા.
સનત કુમાર એ વખતે પિતાના અંગ ઉપર તેલનું મર્દન કરાવી, ટૂંકી પિતડી પહેરી, સ્નાનગૃહમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. બંને દેવે તેમના ખુલ્લા દેહની ભવ્યતા, કાંતિ અને એમનું અલૌકિક રૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓને લાગ્યું કે ઈન્દ્રમહારાજની પ્રશંસા ખરેખર, યથાર્થ હતી.
સનત કુમારે બંને વૃદ્ધ જનોને પિતાને ત્યાં આવવાનું પ્રયોજન પૂછતાં દેએ પિતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરી જણાવ્યું કે, દેવલોકમાં ઈન્દ્રમહારાજે તેમના રૂપની પ્રશંસા કરી હતી તેથી તેઓ એ રૂપને પ્રત્યક્ષ નિહાળીને ઈદ્રમહારાજના કથનની ખાતરી કરી જેવા માટે અહીં મર્યલોકમાં આવ્યા છે. પિતાના રૂપની પ્રશંસા દેવલોકમાં ઈદ્રસભામાં પણ થાય છે અને દેવે પણ પિતાનું રૂપ જેવા ધરતી પર આવે છે, એ વાત જાણી સનકુમારને પિતાના રૂપનું અભિમાન થયું. રૂપના એ અભિમાનમાં ને અભિમાનમાં વિવેક ભૂલીને ચકવતીએ બંને દેવેને કહ્યું: “હમણાં તે હું સ્નાન કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો છું, એટલે તમને મારા સાચા રૂપને પૂરેપૂરે ખ્યાલ નહિ આવી શકે. જો તમારે મારું સર્વાંગસુંદર રૂપ જોવું હોય તો, મારા દેહ પર સુશોભિત વસ્ત્રો અને અમૂલ્ય અલંકાર ધારણ કરી જ્યારે હું રાજસભામાં રત્નજડિત સિંહાસન પર બેઠે હોઉં ત્યારે પધારજો.”
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ
૨૦૩ ઉત્તમ જાતિ, કઈ વસ્તુનો વધુ પ્રમાણમાં લાભ, ઉત્તમ કુલ, અશ્વર્ય, બલ, તપશ્ચર્યાની શક્તિ, વિશિષ્ટ જ્ઞાન અને સુંદર રૂ૫–એ આઠ વસ્તુઓ પૈકી કઈ પણ વસ્તુનું અભિમાન કરવા જેવું નથી, કારણ કે, આ બધી જ વસ્તુઓ ક્ષણભંગુર અને પરિવર્તન પામવાના સ્વભાવવાળી છે. માનવીના અંતરમાં જ્યારે આવી કોઈ વસ્તુ બાબતમાં અભિમાન જાગ્રત થાય છે, ત્યારે તેના આત્માને તે તે ભાવની હીનતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. આ બધી વસ્તુઓ સંધ્યાના રંગ જેવી અસ્થિર અને વિચલિત હોય છે અને તેથી જ્ઞાની જને તેનું કદી પણ અભિમાન કરતા નથી. એટલા માટે સંતે અને ધર્મશાસ્ત્રો આ આઠમાંથી કઈ પણ વસ્તુના ગર્વ–મદ-અભિમાનથી હમેશાં દૂર રહેવાનું વારંવાર ઉધે છે. | દેવ તે સમયે રાજમહેલમાંથી ચાલતા થયા. સ્નાનવિધિ પતાવી, સુશોભિત વસ્ત્રો તેમ જ હીરા, મોતી અને માણેકનાં અમૂલ્ય અને આકર્ષક આભૂષણે ધારણ કરી સનત્કુમાર ચકવતી રાજસભામાં જઈ સિંહાસન પર આરૂઢ થયા. તેમના મસ્તક ઉપર છત્ર શોભવા લાગ્યું અને બન્ને બાજુ ચામરે વીંઝાવા લાગ્યા. બરાબર તે સમયે પેલા બંને દે રાજસભામાં જઈ પહોંચ્યા.
અવધિજ્ઞાનની મદદ વડે દેવોએ સ્નાનાગારમાં જતી વખતના અને સિંહાસન પર આરૂઢ થયેલા સનત કુમારના રૂપમાં આસમાન-જમીન જેવો તફાવત છે. તેઓએ જોયું કે સ્નાનાગારમાં જતી વખતે સનત્કુમારને દેહ નીરોગી અને તન્દુરસ્ત હતા જ્યારે સિંહાસન પર આરૂઢ થયેલ સનત્ કુમારનો દેહ ભયજનક રોગના કારણરૂપ એવા અનેક ઝેરી જંતુઓથી ઘેરાઈ ગયો હતો.
માનવદેહ પણ ભારે વિચિત્ર હોય છે. એ એક પ્રકારના પુદ્ગલેને સમૂહ છે. જૂનચઢાવમાઘ પુરા અર્થાત્ પુરાવું-મળવું, ગળી જવું–વીખરાઈ જવું એ તે દેહમાત્રનો સ્વભાવ છે. દેહના રૂંવે રૂંવે જાતજાતના રોગોના સૂક્ષ્મ જંતુઓ સુખ દશામાં પડેલા જ હોય છે અને તેને ઉપદ્રવ કઈ ઘડીએ શરૂ થશે તે કહી શકાતું નથી.
સનતુ કુમારે તે ધારેલું કે રાજસભામાં પહોંચેલા દેવ પિતાનું રૂપ જોઈ સ્તબ્ધ થઈ જશે. તેને બદલે તેણે બંને દેશના મુખ પર ખિન્નતા વ્યાપેલી જોઈ. આવી ખિન્નતાનું કારણ પૂછતાં દેએ ગંભીર બની જઈને કહ્યું : “રાજન્ ! પ્રભાતે તમારી કાયાનું રૂપ નિર્મળ અને વિશુદ્ધ હતું, પણ અત્યારે એ સર્વોત્કૃત રૂપ વિરૂપતામાં પલટાઈ ગયું છે, અને કાયામાં અનેક રોગોના જતુઓ ઉત્પન્ન થઈ ગયા છે !”
સનમાર એ વખતે તાંબૂલને સ્વાદ લઈ રહ્યા હતા. પિતાના કથનની ખાતરી કરાવી આપવા અર્થે દેએ તેની પાસે થકદાનીમાં પિચકારી કરાવી. ત્યાં એક-બે માખીઓ બેઠી કે ચૂંકના ઝેરથી તે તરત જ મૃત્યુ પામી. થુંકની અસહ્ય દુર્ગધના કારણે દેવોના કથનની યથાર્થતાની ચકવર્તીને પણ ખાતરી થઈ અને પિતાની આવી સ્થિતિ થયેલી જાણીને તેને અસહ્ય આઘાત થયે. દે તો પછી વિશેષ કંઈ પણ બોલ્યા વિના પિતાને સ્થાને ચાલી ગયા, પણ તે દિવસથી સનકુમારના જીવનનો આનંદ લુપ્ત થઈ ગયો અને નિદ્રા એની વેરણ બની ગઈ ! સવારે હસતું-ખીલતું કમળ જાણે સંધ્યા ટાણે વિલાઈ ગયું ! સંસારની એ જ બલિહારી છે !
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ-ગ્રંથ
અંતરને મર્માઘાત થયા હાય એમ ઉપલેા બનાવ બન્યા પછી સનત્કુમારનો રૂપ, બળ અને સત્તાનો તમામ ગર્વ ગળી ગયા. તેને ભાન થઈ ગયું કે જીવન પાણીના પરપાટા જેવુ' ચાંચળ છે અને લૌકિક સુખનાં બધાં જ સાધનો સંધ્યાના ર'ગ જેવા અસ્થિર તેમ જ પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. તેને ખાતરી થઈ ગઈ કે આ જગતનુ` કેાઈ પણ પ્રાણી રાગ અને મૃત્યુના ભયમાંથી મુક્ત નથી. સામાન્ય માણસ અને ચક્રવતી ખંનેને કુદરતનો આ નિયમ સમાનપણે લાગુ પડે છે. એના ચિત્તતંત્રમાં એક ભયકર પ્રકારનો વિષાદ છવાઈ ગયા. પેાતાની પાસે મહાન સામ્રાજ્ય તેમ જ વૈભવ અને વિલાસનાં વિપુલ સાધનો હેાવા છતાં પેાતાની આવી શૈાચનીય દશા! ચક્રવતી ભારે અસહાયતા અનુભવી રહ્યા. એમના જીવનમાંથી આનંદ ઊડી ગયા અને એ શૂન્યમનસ્ક બની ગયા.
૨૦૪
**
દેહના દર્દી કરતાં મનનુ દર્દ વધુ કાતિલ અને જટીલ હેાય છે. સનત્કુમાર ચક્રવતી વિચારવા લાગ્યા કે અનિત્ય, અસાર અને અશરણરૂપ એવા દેહમાં જીવને શા કારણે આટલી બધી આસક્તિ અને પ્રીતિ થતી હશે ? પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી હૈાવા છતાં આ શરીર પરના આટલા બધા માડુના અશુ છે ? સૂ અને ચદ્ર જેવા જ્યેાતિવાળા પદાર્થો પણ સ્થિર રહી શકવાને અશક્ત છે અને ક્ષણે ક્ષણે પરિવન પામે છે, તેા પછી આ દેહનું પરિવર્તન થાય એમાં જીવને શા માટે ખેદ અને મૂંઝવણ થવાં જોઈ એ ?
આ રીતે ક્રમેક્રમે દેહની ક્ષણભ`ગુરતા, અનિત્યતા અને પરિવર્તનશીલતા સમાતાં સનત્ કુમારમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયા અને સ'સારના ભેાગપદાર્થોં પ્રત્યે એના મનમાં ભારે અણુગમા જાગ્યા. દેહના જે રૂપનું તેને અતિ અભિમાન હતું તે જ રૂપ તેના માટે વૈરાગ્યનુ નિમિત્ત બની ગયું. તેને સમજાઈ ગયું કે આત્માની સાથે જ્યાં સુધી કાઈ ને ફાઈ કર્મનો સંચેાગ છે, ત્યાં સુધી કાઈ ને કાઈ પ્રકારના દેહ અવસ્ય ધારણ કરવા પડે છે. જન્મ-મરણના ચક્રનો અંત લાવવા હાય તા શરીરથી છૂટા થઈ અશરીરી દશા પ્રાપ્ત કરવી જોઈ એ, અને તેના માટેનો ધારી માર્ગ ચક્રવતી પણુ' નહીં પણ ત્યાગ-તપ-સંયમના માનો સ્વીકાર કરવા એ છે.
આટલું સત્ય સમજાયુ અને જાણે ચક્રવતીના અંતરમાં અજવાળાં પથરાઈ ગયાં. પછી તેા, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરી દે છે તેમ, સનત્કુમાર ચક્રવતીએ પણ નવનિધાન અને વિપુલ ઋદ્ધિસિદ્ધિનો સદાને માટે ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી લીધી. જેએ કમમાં શૂરા હેાય છે તેને ધર્મમાં પણ શૂરા થતાં વાર લાગતી નથી. ત્યાગી બનેલા ચક્રવતી ને હવે એ સમજવુ` સહજ બની ગયું કે વૈભવ અને વિલાસના માર્ગે તેા માનવશક્તિનો હ્રાસ થાય છે, પરન્તુ શક્તિના એ જ પ્રવાહને જો ત્યાગ, તપ, સચમના માગે વાળી શકાય તા તેથી મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકાય છે. અને એમણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. છઠ્ઠું-અઠ્ઠમના પારણે પૌષ્ટિક પદાર્થાને ગઢલે હીન—લુખ્ખા આહાર વાપરવાનું શરૂ કર્યુ. જોતજોતામાં એમનું થનગનાટ કરતુ યૌવન શાંત બની ગયુ, અને શક્તિના પુજ સમું શરીર સુકાઈ ગયું. શરીરમાંથી લેાહીમાંસ સુકાઈ ગયાં અને માત્ર હાડકાં ને ચામડાંનુ` ખેાખુ` જ બની ગયું'. ચક્રવર્તી સનત્કુમાર હવે ચક્રવતી મટીને રાષિ અન્યા.
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા : રૂપ-અરૂપ
૨૦૫
દેહમાં અનેક રાગેા ઘર કરવા લાગ્યા, પણ આત્માની પરિણતી વધુ ને વધુ વિશુદ્ધ અનવા લાગી. ચક્રવર્તી ની કાયાની માયા અદૃશ્ય થઈ ગઈ અને હૃદયમાં કેવળ આત્મભાવ જ વિલસી રહ્યો.
ભક્તજનો અને રાજકુટુંબના સભ્યાથી રાજર્ષિની આવી વેદના સહન ન થઈ શકી. સુપ્રસિદ્ધ ચિકિત્સકા મારફત એમણે તેમની ચેાગ્ય સારવાર કરાવવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા, પરન્તુ કાઈ પણ પ્રકારનું ઔષધ લેવાની તેમણે સ્પષ્ટ ના પાડી. શરીરમાં ગમે તેવા વ્યાધિ કે રોગો ઉત્પન્ન થાય તોપણ યત્કિ ંચિત્ પણ ઔષધેાચારાદિનું સેવન ન કરવાનો એ મહાન આત્માએ દીક્ષા ગ્રહણ કરતી વખતે જ અભિગ્રહ કર્યાં હતા. અને દેહના ભાગે પણ એનું પાલન કરવાનું હતું.
ગૃહસ્થાશ્રમમાં સનત્યુમારની અનેક રાણીઓમાં સુનદાનું સ્થાન સૌથી મેાખરે હતું. મુનિરાજની આવી વેદના જોઈ તેનુ` કામળ અંતર કકળી ઊઠયું. એક દિવસે મુનિરાજ પાસે આવી ઔષધાપચાર માટે વિનંતી કરતાં એણે લાગણીભીના સ્વરે, નમ્રતાપૂર્વક કહ્યું : “સંસાર પરથી આપનુ` મન ઊઠી ગયા ખાદ એક દિવસે મે ફૂલની વેણી પહેરી હતી, ત્યારે આપનો અંતરાત્મા કકળી ઊઠયો હતા અને આપે મને કહેલું કે, “ શરીરના એક અંગને અન્યની દૃષ્ટિએ સુશોભિત બનાવવા આપડાં ફૂલાને શા માટે ત્રાસ આપેા છે ? આજે હુ આપને, મારે અધિકાર ન હેાવા છતાં, પૂછું છું કે આષધેાપચાર ન કરાવવાનો આગ્રહ રાખી મને અને અન્ય સૌ સ્વજનો તેમ જ પિરજનોને શા માટે ત્રાસ ઉપજાવેા છે ? મહારાજ, ફૂલને થતી વેદના સમજનારને માનવની વેદનાનો — સ્વજનાની અંતરની વેદનાને —ખ્યાલ શું ન ઓવી શકે ? ”
મુનિરાજે ગભીર ભાવે કહ્યું: “ વેદના તેા મુક્તિધામનુ' મુખ્ય દ્વાર છે; એમાંથી પસાર થયા સિવાય કાઈથી પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકાતુ` નથી. બધા જ જીવાને વેઢના સહન કરવી પડે છે, પણ એ સહન કરવાની રીત રીતમાં ફેર છે; અને એ ન સમજવાના કારણે જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત બની શકાતું નથી. જે માનવી સમભાવ, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક વેદના સહન કરતાં શીખી જાય છે, તેને મુક્તિના સુખની ઝાંખી અહીં જ થઈ જાય છે. મારી સાધના વેદનામાંથી મુક્ત થઈ જવા માટેની નથી, પણ વેદના દ્વારા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા અર્થેની છે. જેને જેને સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવુ છે, તેણે તેણે વેદનાને સહન કરતાં શીખી જવુ જ રહ્યું. અગ્નિ દ્વારા જેમ સાનાની શુદ્ધિ થાય છે, તેમ વેદના દ્વારા માણસ શુદ્ધ અને નિર્મળ બની અક્ષયપદ પ્રાપ્ત કરે છે. આત્મપ્રદેશથી કર્માને વિખેરવા માટેને ઉત્તમ માર્ગ વેદનાને સમતાપૂર્વક સહન કરવી એ છે; એટલે વેદના ભગવતી વખતે માનવના સમગ્ર ચિત્તતંત્ર અને આત્મા ઉપર આઘાતની નહી પણ પ્રસન્નતાની લાગણી થવી જોઈએ. વેદનાને જે અર્થાંમાં હું સમજુ છુ' અને ભાગવું છું, તે અર્થાંમાં તમે પણ સમજવા પ્રયત્ન કરશે! તેા મારી વેદના તમારા કલેશનુ' નહિં પણ વિકાસનું કારણ બનશે.”
મુનિરાજની વાત સાંભળી અશ્રુભરી આંખે, અત્યંત દયા` ભાવે, સુનદાએ કહ્યુ` “ આપના કહેવાના અથ તે એમ થયા કે આત્માને રીઝવવા દેહનું દમન કરવુ' અને દેહને રિબાવવા. પર’તુ શું દેહ પણ આત્માને માટે રહેવાના મંદિર રૂપ નથી ? શરીર જો
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવષ્ણુ-મહેાત્સવ ગ્રંથ
ધર્મ કરવાનું સાધન હેાય તે તેની આ રીતે વિડંબના કરવાનો શું અર્થ છે? મહારાજ, મને તે આપની આવી બધી વાતા સમજાતી નથી.”
મુનિરાજે આછા સ્મિતપૂર્વક કહ્યુ : “ મારી સાધના તે શરીરથી છૂટીને અશરીરી દશા પ્રાપ્ત કરવાની છે, એટલે એમાં દેહના મમત્વ માટે કાઈ અવકાશ નથી. દેહ ઉપર મમત્વ ધરાવતા જીવ સંસારથી કદાપિ છૂટી શકતા નથી. દેહ દ્વારા આત્મસાધના થઈ શકે, પણ આત્મા દ્વારા દેહની સાધના ન થઈ શકે. મતલબ કે આત્માના ભેાગે દેહનું રક્ષણ ન કરી શકાય, પણ આત્મસાધનામાં દેહના ભાગ દેવા પડે તે ચિંતા નહી', કારણ કે દેહ તે હુ' નથી, દેહનો સંચાગ તા માતાના ગર્ભમાં થયા છે. દેહ અનંત કાળ રહેતા નથી, મૃત્યુ વખતે તેનાથી છૂટુ' પડવાનુ જ હાય છે. દેહરૂપી મકાનને આપણી માલિકીનું સમજવાને બદલે પરિમિત કાળ માટે આપણે તેના સાચવનાર છીએ એમ માનવુ' જોઈ એ. આવા તા અન`તા દેહાને ધારણ કર્યા, શણગાર્યા, પુષ્ટ કર્યાં અને અનેક વાર ભેગા ભાગવ્યા. પરંતુ તેમ છતાં અનંતા દેહા પૈકી કોઈ પણ દેહ મૃત્યુ સમયે આત્માની સાથે ન ગયા! તેને અથ એમ થયા કે હું તે દેહ નથી અને દેહ તે હું નથી. દેહનું આવું વિચિત્ર અને ભુલભુલામણુ' સ્વરૂપ સમજવામાં દેહનાં દર્દી તે ઊલટાં મદદરૂપ થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં પણ જો હું આવી પડેલ કછુ કે જાગી ઊઠેલ રાગને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક સહી શકતા હાઉ' તા મારે માટે ઉપચાર અને સારવારને મા આત્માના હાસ રૂપ બની જાય છે.’
સુનંદા પાસે હવે કાઈ દલીલ ન હતી, એટલે એ નિરાશ થઈને ભારે હૃદયે ત્યાંથી ઊડીને ચાલતી થઈ.
મુનિરાજના દેહનાં દર્દીના વ્યાધિ દિનપ્રતિદિન જેમ જેમ વધતા જતા હતા, તેમ તેમ તેમના આત્માની શાંતિ અને ચિત્તની પ્રસન્નતા પણ વધતી જતી હતી.
એકદા પુનઃ ઇન્દ્રસભામાં ઇન્દ્ર મહારાજે સનત્કુમાર મુનિના તપ, સયમ અને સહનશીલતાની ભારે પ્રશ'સા કરી, એટલે પ્રથમ આવેલા અને દેવેને એ સાંભળીને ભારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. તે બંનેએ સનત્કુમાર મુનિનાં દર્દીને દૂર કરવાનો દૃઢ નિશ્ચય કર્યાં અને ધન્વંતરિનુ રૂપ ધારણ કરી એમની પાસે પહેાંચી ગયા.
(C
અને દેવાએ સનત્ કુમાર મુનિને ચક્રવતી સ્વરૂપે જોયા હતા, એટલે એમના દેહની હાડપિંજર જેવી સ્થિતિ જોઈ બંનેને ભારે આઘાત થયા. એમણે મુનિરાજને વંદન કરી રાગાના ઉપચાર કરવા સંમતિ માગી. મુનિરાજે પેાતે કરેલા અભિગ્રહની વાત કરીને ઉપચાર માટે સ્પષ્ટ ના પાડી, એટલે બને દેવાએ પાતાનુ મૂળ રૂપ પ્રગટ કરી આજીજીપૂર્ણાંક કહ્યું : “મુનિરાજ ! આપની ઋદ્ધિ-સિદ્ધિ તેમજ આપનાં અપૂર્વ વૈભવ, ખળ અને રૂપ અમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે, એટલે અત્યારે આપના રાગેાની આવી અસહ્ય વેદના અમારાથી જોઈ શકાતી નથી. આપના દર્દની શાંતિ અર્થે નહિ પરંતુ અમારા મનના સંતાષ અને સમાધાન અર્થે ઉપચાર કરવાની અમને રજા આપે. અમારી પાસે એવાં ચમત્કારી ઔષધે છે કે જેના સેવનથી એક ઘડીમાં આ તમામ રોગાના નાશ થઈ જશે અને આપની કાયા પ્રથમની માફક કચન જેવી નિર્મળ અને તેજસ્વી બની જશે,”
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ
૨૦૭ મુનિરાજ તે દેહના સ્નેહને જીતી ચૂક્યા હતા. એમણે શાંતિપૂર્વક દેવને કહ્યું : “ તમે રાજસભામાં જે દિવસે મારા દેહમાં છુપાયેલા રોગના જંતુઓ મને બતાવ્યા, તે ઘડીથી જ મારી દેહ પરની માયા–મમતાનું વિસર્જન થઈ ગયું. હવે મને લાગે છે કે તે દિવસે તમે મારી પરીક્ષા નહોતી કરી, પણ મારા ઉપર છૂપો ઉપકાર કર્યો હતે. તે દિવસે મને સમજાયું કે જે કોઈ માનવી મન, વચન અગર કાયાથી પિતાના દેહ કે દેહના રૂપ-લાવણ્યમાં રાગ-આસક્તિ કરે છે અથવા એને ગર્વ ધરે છે તેને અંતે દુઃખના ખાડામાં ઊતરવું પડે છે. વળી, શરીરથી મુક્ત થઈને અશરીરી સિદ્ધપદ પ્રાપ્ત કરવાની સાધના કરનાર સાધકને દેહનાં દર્દો અંતરાયરૂપ બનવાને બદલે ઊલટાં સહાયરૂપ બની જાય છે. મારી સાધના દેહના રેગેના નિવારણ અર્થે નહીં, પણ ભવના રોગને નાશ કરવા અર્થેની છે, કારણ કે એને નાશ થયે એટલે પછી રેગના જન્મસ્થાનરૂપ દેહને જ સદાને માટે અભાવ થઈ જાય છે. એટલે તમારી પાસે ભવરોગને નાશ કરવાની અર્થાત્ ફરી જન્મ લે ન પડે એવી કોઈ દવા હોય તે હું તમારી પાસે ઉપચાર કરાવવા તૈયાર છું.”
દેએ વિનમ્રતાપૂર્વક કહ્યું : “મુનિરાજ! જ્યાં અમે અમારે પિતાને જ ભવરોગ દૂર કરી શક્યા નથી, ત્યાં આપના ભાગને તે અમે કઈ રીતે દૂર કરી શકીએ ? પરંતુ દેહના રોગો દૂર થતાં આપના ચિત્તની પ્રસન્નતામાં વધારો થશે અને આત્મસાધના વધુ સરળ બનશે, એમ તો અમે ચેકસ માનીએ છીએ.”
સનતુ કુમાર મુનિએ આછા સ્મિતપૂર્વક કહ્યું : “દેહ અને આત્માનું સ્વરૂપ ભિન્ન ભિ ન હોવાના કારણે આત્મસાધનામાં દેહનાં દર્દો નહીં પણ દેહના ભેગ-ઇંદ્રિયના સુખવિલાસ-અંતરાયરૂપ બને છે. દેહનાં દર્દો તો દેહની અનિત્યતા, ક્ષણભંગુરતા અને ક્ષણિકતાનું ભાન કરાવી ઉપકાર કરે છે. અને એનું ભાન તે આત્મસાધનામાં અંતરાયરૂપ બનવાને બદલે મદદરૂપ બની જાય છે.”
બંને દેવે પૈકી એકે કાંઈક કુતૂહલપૂર્વક કહ્યું: “મુનિરાજ ! જે મંદિરમાં ભવ્ય પ્રતિમા હોય તે મંદિર પણ તેવું જ ભવ્ય હેવું જોઈએ ને? જીર્ણ-શીર્ણ થઈ ગયેલા મંદિરમાં ભવ્ય પ્રતિમા જેમ શોભતી નથી, તેમ તમારો મહાન આત્મા આવા રોગગ્રસ્ત શરીરમાં રહે એ અમને એગ્ય લાગતું નથી.”
દેવની આવી વાત સાંભળી સનત્ કુમાર મુનિ હસી પડ્યા અને બોલ્યા: “જીર્ણશીર્ણ થઈ ગયેલા મંદિરમાં પણ ભવ્ય પ્રતિમા હોય તે એ મંદિર પણ ભવ્ય બની જાય છે; અને ભવ્ય મંદિરમાં પણ ખંડિત થયેલી પ્રતિમા હોય તો એ મંદિરની ભવ્યતા ખંડિત થઈ જાય છે. મહિમા અને મહત્તા મંદિરનાં નહીં પણ પ્રતિમાનાં છે.”
આમ છતાં દેના મનના સમાધાન અર્થે મુનિરાજે પોતાના દેહ પર એક અદ્ભુત પ્રયોગ કરી બતાવ્યું. ઉત્કૃષ્ટ તપ અને સાધનાના કારણે સનત્ કુમાર મુનિને આમૌષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલૌષધિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. મુનિરાજે પિતાનું ઘૂંક પિતાની આંગળી પર ચોપડયું કે તરત જ આંગળીમાંથી કુષ્ટના દર્દીના અંગે જે લેહીપરુ વહી રહ્યું હતું તે બંધ થઈ ગયું અને તે આંગળી કંચન જેવી શુદ્ધ અને સ્ફટિક જેવી નિર્મળ બની ગઈ
Page #7
--------------------------------------------------------------------------
________________ 208 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહત્સવ-ગ્રંથ | મુનિરાજની આવી અપૂર્વ શક્તિ અને સિદ્ધિ જોઈ બંને દેવે આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓનાં મસ્તક મુનિરાજને નમી પડ્યાં અને વંદના કરી તેઓ પિતાને સ્થાને ચાલી ગયા. પાંચ, પચીસ કે સો વરસ નહીં, પણ પૂરાં સાત સો વરસ સુધી સત્ કુમાર મુનિએ અદૂભુત શાંતિ અને સમભાવપૂર્વક દેહના રોગોની કારમી અને કાતિલ વેદના સહન કરી. સંસારમાં પ્રારબ્દાનુસાર શુભાશુભ કર્મો ઉદયમાં આવે છે, પણ જ્ઞાની પુરુષે તેમાં કદી પ્રીતિ-અપ્રીતિ થવા દેતા નથી, એ વાત સનતુ કુમાર ચક્રવતીએ પિતાના અપ્રમત્ત આચરણ દ્વારા સિદ્ધ કરી બતાવી. અગ્નિ લેહને સંગી થાય છે એટલે તેને ઘણના ઘા ઝીલવા પડે છે, તેમ અગ્નિ જેવા તેજસ્વી આત્માને પણ દેહરૂપ લેહના સંગના કારણે વેદના અને દર્દી સહન કરવાં પડે છે. ધર્મશાસ્ત્રોએ શરીરની આસકિતને જ દુઃખના સબલ કારણરૂપે દર્શાવેલ છે. સનસ્ કુમાર ચક્રવતીના જીવનની વાત સમસ્ત માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે. માનવજીવનની સાચી સાધના ભવરગને વધારવા માટે નહીં પણ ટાળવા માટેની હોવી જોઈએ. માનવજીવન પ્રાપ્ત કરી મનુષ્ય મુક્તિની જેટલી નજીક પહોંચી શકે તેટલી તેના જીવનની સાર્થકતા. ચક્રવતીઓ મોટા ભાગે નરકના અધિકારી બને છે, પણ સનસ્ કુમાર તેમાં અપવાદ રૂપ છે. તેઓ નરકના નહીં પણ દેવકના વાસી બન્યા છે. રૂપમાં અરૂપનાં-કુરૂપનાં દર્શન કરનાર આવા આત્મસાધક મહાન મુનિરાજને કોટિ કોટિ વંદના ! - ST SETE : H REFEELS જામ 11 વાપદાદા