________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ-ગ્રંથ
અંતરને મર્માઘાત થયા હાય એમ ઉપલેા બનાવ બન્યા પછી સનત્કુમારનો રૂપ, બળ અને સત્તાનો તમામ ગર્વ ગળી ગયા. તેને ભાન થઈ ગયું કે જીવન પાણીના પરપાટા જેવુ' ચાંચળ છે અને લૌકિક સુખનાં બધાં જ સાધનો સંધ્યાના ર'ગ જેવા અસ્થિર તેમ જ પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. તેને ખાતરી થઈ ગઈ કે આ જગતનુ` કેાઈ પણ પ્રાણી રાગ અને મૃત્યુના ભયમાંથી મુક્ત નથી. સામાન્ય માણસ અને ચક્રવતી ખંનેને કુદરતનો આ નિયમ સમાનપણે લાગુ પડે છે. એના ચિત્તતંત્રમાં એક ભયકર પ્રકારનો વિષાદ છવાઈ ગયા. પેાતાની પાસે મહાન સામ્રાજ્ય તેમ જ વૈભવ અને વિલાસનાં વિપુલ સાધનો હેાવા છતાં પેાતાની આવી શૈાચનીય દશા! ચક્રવતી ભારે અસહાયતા અનુભવી રહ્યા. એમના જીવનમાંથી આનંદ ઊડી ગયા અને એ શૂન્યમનસ્ક બની ગયા.
૨૦૪
**
દેહના દર્દી કરતાં મનનુ દર્દ વધુ કાતિલ અને જટીલ હેાય છે. સનત્કુમાર ચક્રવતી વિચારવા લાગ્યા કે અનિત્ય, અસાર અને અશરણરૂપ એવા દેહમાં જીવને શા કારણે આટલી બધી આસક્તિ અને પ્રીતિ થતી હશે ? પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી હૈાવા છતાં આ શરીર પરના આટલા બધા માડુના અશુ છે ? સૂ અને ચદ્ર જેવા જ્યેાતિવાળા પદાર્થો પણ સ્થિર રહી શકવાને અશક્ત છે અને ક્ષણે ક્ષણે પરિવન પામે છે, તેા પછી આ દેહનું પરિવર્તન થાય એમાં જીવને શા માટે ખેદ અને મૂંઝવણ થવાં જોઈ એ ?
આ રીતે ક્રમેક્રમે દેહની ક્ષણભ`ગુરતા, અનિત્યતા અને પરિવર્તનશીલતા સમાતાં સનત્ કુમારમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયા અને સ'સારના ભેાગપદાર્થોં પ્રત્યે એના મનમાં ભારે અણુગમા જાગ્યા. દેહના જે રૂપનું તેને અતિ અભિમાન હતું તે જ રૂપ તેના માટે વૈરાગ્યનુ નિમિત્ત બની ગયું. તેને સમજાઈ ગયું કે આત્માની સાથે જ્યાં સુધી કાઈ ને ફાઈ કર્મનો સંચેાગ છે, ત્યાં સુધી કાઈ ને કાઈ પ્રકારના દેહ અવસ્ય ધારણ કરવા પડે છે. જન્મ-મરણના ચક્રનો અંત લાવવા હાય તા શરીરથી છૂટા થઈ અશરીરી દશા પ્રાપ્ત કરવી જોઈ એ, અને તેના માટેનો ધારી માર્ગ ચક્રવતી પણુ' નહીં પણ ત્યાગ-તપ-સંયમના માનો સ્વીકાર કરવા એ છે.
આટલું સત્ય સમજાયુ અને જાણે ચક્રવતીના અંતરમાં અજવાળાં પથરાઈ ગયાં. પછી તેા, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરી દે છે તેમ, સનત્કુમાર ચક્રવતીએ પણ નવનિધાન અને વિપુલ ઋદ્ધિસિદ્ધિનો સદાને માટે ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી લીધી. જેએ કમમાં શૂરા હેાય છે તેને ધર્મમાં પણ શૂરા થતાં વાર લાગતી નથી. ત્યાગી બનેલા ચક્રવતી ને હવે એ સમજવુ` સહજ બની ગયું કે વૈભવ અને વિલાસના માર્ગે તેા માનવશક્તિનો હ્રાસ થાય છે, પરન્તુ શક્તિના એ જ પ્રવાહને જો ત્યાગ, તપ, સચમના માગે વાળી શકાય તા તેથી મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકાય છે. અને એમણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. છઠ્ઠું-અઠ્ઠમના પારણે પૌષ્ટિક પદાર્થાને ગઢલે હીન—લુખ્ખા આહાર વાપરવાનું શરૂ કર્યુ. જોતજોતામાં એમનું થનગનાટ કરતુ યૌવન શાંત બની ગયુ, અને શક્તિના પુજ સમું શરીર સુકાઈ ગયું. શરીરમાંથી લેાહીમાંસ સુકાઈ ગયાં અને માત્ર હાડકાં ને ચામડાંનુ` ખેાખુ` જ બની ગયું'. ચક્રવર્તી સનત્કુમાર હવે ચક્રવતી મટીને રાષિ અન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org