________________
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા : રૂપ-અરૂપ
૨૦૫
દેહમાં અનેક રાગેા ઘર કરવા લાગ્યા, પણ આત્માની પરિણતી વધુ ને વધુ વિશુદ્ધ અનવા લાગી. ચક્રવર્તી ની કાયાની માયા અદૃશ્ય થઈ ગઈ અને હૃદયમાં કેવળ આત્મભાવ જ વિલસી રહ્યો.
ભક્તજનો અને રાજકુટુંબના સભ્યાથી રાજર્ષિની આવી વેદના સહન ન થઈ શકી. સુપ્રસિદ્ધ ચિકિત્સકા મારફત એમણે તેમની ચેાગ્ય સારવાર કરાવવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા, પરન્તુ કાઈ પણ પ્રકારનું ઔષધ લેવાની તેમણે સ્પષ્ટ ના પાડી. શરીરમાં ગમે તેવા વ્યાધિ કે રોગો ઉત્પન્ન થાય તોપણ યત્કિ ંચિત્ પણ ઔષધેાચારાદિનું સેવન ન કરવાનો એ મહાન આત્માએ દીક્ષા ગ્રહણ કરતી વખતે જ અભિગ્રહ કર્યાં હતા. અને દેહના ભાગે પણ એનું પાલન કરવાનું હતું.
ગૃહસ્થાશ્રમમાં સનત્યુમારની અનેક રાણીઓમાં સુનદાનું સ્થાન સૌથી મેાખરે હતું. મુનિરાજની આવી વેદના જોઈ તેનુ` કામળ અંતર કકળી ઊઠયું. એક દિવસે મુનિરાજ પાસે આવી ઔષધાપચાર માટે વિનંતી કરતાં એણે લાગણીભીના સ્વરે, નમ્રતાપૂર્વક કહ્યું : “સંસાર પરથી આપનુ` મન ઊઠી ગયા ખાદ એક દિવસે મે ફૂલની વેણી પહેરી હતી, ત્યારે આપનો અંતરાત્મા કકળી ઊઠયો હતા અને આપે મને કહેલું કે, “ શરીરના એક અંગને અન્યની દૃષ્ટિએ સુશોભિત બનાવવા આપડાં ફૂલાને શા માટે ત્રાસ આપેા છે ? આજે હુ આપને, મારે અધિકાર ન હેાવા છતાં, પૂછું છું કે આષધેાપચાર ન કરાવવાનો આગ્રહ રાખી મને અને અન્ય સૌ સ્વજનો તેમ જ પિરજનોને શા માટે ત્રાસ ઉપજાવેા છે ? મહારાજ, ફૂલને થતી વેદના સમજનારને માનવની વેદનાનો — સ્વજનાની અંતરની વેદનાને —ખ્યાલ શું ન ઓવી શકે ? ”
મુનિરાજે ગભીર ભાવે કહ્યું: “ વેદના તેા મુક્તિધામનુ' મુખ્ય દ્વાર છે; એમાંથી પસાર થયા સિવાય કાઈથી પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકાતુ` નથી. બધા જ જીવાને વેઢના સહન કરવી પડે છે, પણ એ સહન કરવાની રીત રીતમાં ફેર છે; અને એ ન સમજવાના કારણે જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત બની શકાતું નથી. જે માનવી સમભાવ, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક વેદના સહન કરતાં શીખી જાય છે, તેને મુક્તિના સુખની ઝાંખી અહીં જ થઈ જાય છે. મારી સાધના વેદનામાંથી મુક્ત થઈ જવા માટેની નથી, પણ વેદના દ્વારા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા અર્થેની છે. જેને જેને સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવુ છે, તેણે તેણે વેદનાને સહન કરતાં શીખી જવુ જ રહ્યું. અગ્નિ દ્વારા જેમ સાનાની શુદ્ધિ થાય છે, તેમ વેદના દ્વારા માણસ શુદ્ધ અને નિર્મળ બની અક્ષયપદ પ્રાપ્ત કરે છે. આત્મપ્રદેશથી કર્માને વિખેરવા માટેને ઉત્તમ માર્ગ વેદનાને સમતાપૂર્વક સહન કરવી એ છે; એટલે વેદના ભગવતી વખતે માનવના સમગ્ર ચિત્તતંત્ર અને આત્મા ઉપર આઘાતની નહી પણ પ્રસન્નતાની લાગણી થવી જોઈએ. વેદનાને જે અર્થાંમાં હું સમજુ છુ' અને ભાગવું છું, તે અર્થાંમાં તમે પણ સમજવા પ્રયત્ન કરશે! તેા મારી વેદના તમારા કલેશનુ' નહિં પણ વિકાસનું કારણ બનશે.”
મુનિરાજની વાત સાંભળી અશ્રુભરી આંખે, અત્યંત દયા` ભાવે, સુનદાએ કહ્યુ` “ આપના કહેવાના અથ તે એમ થયા કે આત્માને રીઝવવા દેહનું દમન કરવુ' અને દેહને રિબાવવા. પર’તુ શું દેહ પણ આત્માને માટે રહેવાના મંદિર રૂપ નથી ? શરીર જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org