Book Title: Rudhicchedak Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 5
________________ રૂઢિચ્છેદક મહાવીર • ૩૩ કરવા ખાતર જ શશી અને આદિત્યના તદ્દન જુદા અર્થો બતાવેલા છે, ભગવાન શશી'નો સશ્રી (શ્રીસહિત, શોભાસહિત, એવો અર્થ કરે છે; અર્થાત્ જે તેજવાળો, કાંતિવાળો, અને દીપ્તિવાળો છે તે શશી, સશ્રી. તેને જિનપ્રવચનમાં સસી (સશ્રી) કહેવામાં આવે છે. અને “આદિત્ય' એટલે ભગવાનના કહેવા પ્રમાણે જેને મુખ્યભૂત–આદિભૂત કરીને કાળની ગણતરી થાય તે આદિત્ત. કાળની ગણતરીમાં સૂર્યનું સ્થાન સર્વથી પ્રથમ છે; માટે ભગવાને કરેલો આ અર્થ વાજબી છે અને વ્યુત્પત્તિની દૃષ્ટિએ પણ બરાબર છે. ભગવાને આદિત્યનો જે ઉપર્યુક્ત અર્થ બતાવ્યો છે તે મત્સ્યપુરાણમાં પણ ઉપલબ્ધ છે. આ પ્રમાણે શશી અને આદિત્યના પૌરાણિક અર્થે ખસેડીને તેના નવા અર્થો યોજયા છે અને તેમ કરીને તે પ્રત્યેની લોકોની ગેરસમજ ઓછી કરવા પ્રયાસ કરેલો છે. “તો વી પ્રાપ્તિ સ્વ” (ગીતા અ. ૨, શ્લોક. ૩૭) એ ગીતાના વાકયમાં એમ કહેવામાં આવ્યું છે કે શત્રુથી હણાઈને તું સ્વર્ગે જઈશ, એથી ગીતાના જમાનાથી કે ગીતાના સમય પહેલેથી લોકોમાં એવી માન્યતા પ્રસરી ગયેલી કે લડનારા લોકો સ્વર્ગે જાય છે. આ માન્યતાને લીધે મોટી મોટી લડાઈઓમાં લડનારા ઘણા મળી આવતા, અને આ રીતે મનુષ્યજાતનો ચ્ચરઘાણ નીકળતો. એ અટકાવવા ભગવાને એ માન્યતા ઉપર સ્પષ્ટ પ્રકાશ નાખ્યો છે અને કહ્યું છે કે લોકો યુદ્ધથી સ્વર્ગ મળવાની વાત કહે છે તે ખોટી છે. પણ ખરી વાત તો એ છે કે લડનારા સ્વર્ગે જ જાય છે એમ નથી પણ તે પોતપોતાનાં શુદ્ધાશુદ્ધ કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ ધારણ કરે છે. (ભગ. ભા. ૩, પા. ૩ર). આ હકીકત કહીને ભગવાને યુદ્ધ સ્વર્ગનું સાધન છે એવી જાતની લોકોમાં ફેલાયેલી ધારણા ખોટી પાડી અને લોકોને યુદ્ધના હિંસામય માર્ગથી દૂર રહેવાની ભલામણ કરી. વળી, તે વખતની દિશાપૂજનની પ્રથાને લોકોમાંથી દૂર કરવા અને તેનું ખરું સ્વરૂપ બતાવવા ભગવાને આ સૂત્રમાં દિશાની પણ ચર્ચા કરી છે. ભગવતીસૂત્ર'ના દશમા શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆત દિશાના વિવેચનથી કરવામાં આવી છે. ભગવાને ગૌતમને કહ્યું છે કે દિશાઓ દશ -- - - - - --- -- - ૧. “ત્રિથતિમૂતત્વ" -મત્સ્યપુરાણ - ૨ ગ્લો રૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8