Book Title: Rudhicchedak Mahavir Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ૩ર - સંગીતિ છે અને એક માત્ર સદાચાર જ આત્મશુદ્ધિનું કારણ છે; માત્ર ભાષાથી કાંઈ વળતું નથી એમ બતાવી આપ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જુદી જુદી ભાષાઓ આત્માનું રક્ષણ કરી શકતી નથી.' ભગવાન બુદ્ધ પણ ભાષાની ખોટી પૂજાનો પ્રવાદ ભગવાન મહાવીરની પદ્ધતિએ જ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વિશે જે માન્યતા અત્યારે ચાલે છે, તેવી જ માન્યતા ભગવાનના જમાનામાં પણ ચાલતી. રાહુ સૂર્યને ગળી ગયો અને ગ્રહણ પૂરું થાય ત્યારે રાહુએ સૂર્ય કે ચંદ્રને છોડી દીધો–એમ રાહુને સૂર્ય અને ચંદ્ર સાથે વૈરભાવ જાણે કે ન હોય તેમ તે વખતના લોકો સમજતા અને એવું રૂપકાત્મક વર્ણન હજુ સુધી વૈદિક પરંપરામાં પૌરાણિક ગ્રંથોમાં ટકી રહ્યું છે. આ ગ્રહણ વખતે ધર્મ માનીને જેમ લોકો સ્નાન માટે અત્યારે દોડધામ કરે છે, તેમ તે વખતે પણ કરતા હશે એમ માનવું ખોટું ન કહેવાય. કહેવાનો મતલબ એ છે કે ગ્રહણના પ્રસંગને ધાર્મિક પ્રક્રિયાનું રૂપ આપીને લોકો જેમ અત્યારે ધમાધમ મચાવે છે, તેમ તે વખતે પણ મચાવતા હશે. તેમની સામે ભગવાને કહ્યું છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગળતો નથી, તેમ તે બે વચ્ચે કોઈ જાતનો વૈરભાવ પણ નથી. એ તો ગગનમંડળમાં રાહુ એક ગતિમાન પદાર્થ છે, તેમ ચંદ્ર અને સૂર્ય પણ ગતિમાન પદાર્થ છે. જ્યારે ગતિવાળા તેઓ એકબીજાની આડે આવી જાય છે ત્યારે અંશથી કે પૂર્ણપણે એકબીજાને ઢાંકી દે છે અને પછી છૂટા પણ પડી જાય છે એટલે કોઈ એકબીજાથી ગળાતો નથી. જ્યારે એકબીજાને ઢાંકે છે ત્યારે લોકો તેને ગ્રહણ થયું કહે છે. એટલે એ ગ્રહણ કોઈ ધર્મમય ઉત્સવ નથી; તેથી એ માટેની દોડધામ પણ ધર્મમય નથી જ એ ઉઘાડે છે. (ભા. ૩ પા. ૨૭૯). આ રીતે ગ્રહણ નિમિત્તે ચાલતી જડ ક્રિયાનો ગ્રહણનું સ્પષ્ટ સ્વરૂપ આપીને ભગવાને આ સ્થળે સ્પષ્ટ ખુલાસો કર્યો છે. અને વધારામાં “શશી અને “આદિત્યના સ્પષ્ટ અર્થો પણ જણાવ્યા છે. “શશી' શબ્દનો પૌરાણિક અર્થ શશ(સસલા)વાળો એવો થાય છે અને “આદિત્યનો અર્થ અદિતિનો છોકરો એવો થાય છે. ભગવાને આ પૌરાણિક પરમ્પરા સામે જાણે કે ટકોર ૨. “ન વિત્તા તાયમાલા ગોવિજ્ઞાપુસા ? | विसण्णा पावकम्मेहिं बाला पंडिअमाणिणो ॥" (उत्तराध्ययनसूत्र अध्ययन-६) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8