Book Title: Rudhicchedak Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩. રૂઢિચ્છેદક મહાવીર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આવેલી જીવનશુદ્ધિ અને વિશ્વવિજ્ઞાનની માહિતી ઉપર પ્રમાણે આપ્યા પછી શ્રમણ ભગવાન મહાવીરે પોતાના વખતની રૂઢિઓને તોડવા જે પ્રવચનધારા વહેવરાવી છે, તે વિશે આપણે હવે અહીં કહેવાનું છે. એ પ્રવચનધારા આ સૂત્રમાં તેમ જ બીજા સૂત્રમાં પણ ઠીકઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે. શ્રી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં જાતિવાદથી થતી સામાજિક વિષમતાને તોડવા ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાતિ વિશેષથી કોઈ પૂજાપાત્ર થઈ શકતો નથી, પણ ગુણવિશેષથી જ થઈ શકે છે. બ્રાહ્મણકુળમાં જન્મેલો કે માત્ર મુખથી ૐ ૐ નો જાપ કરનાર બ્રાહ્મણ નથી, પણ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે. એવી રીતે શ્રમણકુળમાં રહેનારો કે કોઈ માત્ર માથું મુંડાવનારો શ્રમણ થઈ શકતો નથી, પણ જેનામાં સમતા હોય તે જ શ્રમણ કહેવાય છે. જંગલમાં રહેવામાત્રથી કોઈ મુનિ કહેવાતો નથી, પણ મનન-આત્મચિંતન કરનારો મુનિ કહેવાય છે. માત્ર કોઈ ઝાડની છાલ પહેરવાથી તાપસ કહેવાતો નથી, પણ આત્માને શોધનારું તપ કરે તે જ તાપસ કહેવાય છે. આ ઉપરાંત આઠ ગાથામાં ભગવાને ખાસ કરીને બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. ધમ્મપદ' અને “સુત્તનિપાતમાં ભગવાન બુદ્ધ પણ બ્રાહ્મણનું આ જાતનું લક્ષણ કેટલીક ગાથામાં બતાવેલું છે. આ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ કે તે બન્ને મહાપુરુષોનો શુષ્ક જાતિવાદ સામે મોટો વિરોધ હતો. આને લીધે જ તેમનાં તીર્થોમાં શૂદ્રો, ક્ષત્રિયો અને સ્ત્રીઓ એ બધાંને એકસરખું માનભર્યું સ્થાન મળેલું છે. જાતિવાદની પેઠે તે વખતે જડમૂળ ઘાલીને બેઠેલી કેટલીક જડ ક્રિયાઓ સામે પણ ભગવાન મહાવીરે તે વખતના લોકોની સામે વિરોધ ઉઠાવેલો. એ ક્રિયાઓમાં ખાસ કરીને યજ્ઞ, સ્નાન, અર્થના ભાર વિનાનું ભાષા અધ્યયન, દેવની ખોટી પૂજા અને અભિમાન, સૂર્ય-ચંદ્રના ગ્રહણને લગતો કર્મકાષ્ઠ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8