Book Title: Rudhicchedak Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૧ તેમના વખતમાં લોકો પુણ્યકર્મ સમજીને વેદને માત્ર કંઠસ્થ કરી રાખતા અને અર્થનો વિચાર ભાગ્યે જ કરતા. વેદના અર્થની પરમ્પરા ભગવાનના પહેલાંના સમયથી તૂટી ગયેલી હોવાનો પુરાવો યાસ્કાચાર્ય પોતે જ છે; કારણ કે તે વૈદિક શબ્દોના સ્પષ્ટ અર્થ કરી શકતા નથી પણ તેને લગતા અનેક મતમતાંતરો સાથે પોતાનો અમુક મત જણાવે છે. એટલે ઘણા વખતથી વેદના અર્થનો વિચાર કરવો લોકોએ માંડી વાળેલો અને વેદ જૂનો ગ્રંથ હોઈ તેને કંઠસ્થ કરવામાં અને સ્વરપૂર્વક ઉચ્ચારણ કરવામાં જ પુણ્ય મનાતું અને બ્રાહ્મણો એમ માનતા કે વેદને ભણીને, બ્રાહ્મણોને જમાડીને અને પુત્ર ઉત્પન્ન કરીને પછી આરણ્યક તપસ્વી થવાય. પણ આ જાતનો જડ કર્મકાંડ જીવનશુદ્ધિનું એકાંત ઘાતક છે એમ સમજીને “ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે વેદોનું અધ્યયન આત્માનું રક્ષણ કરી શકતું નથી. જમાડેલા બ્રાહ્મણો આળસુ થવાથી જમાડનારને લાભ દેવાને બદલે ઊલટા નરકમાં પાડે છે, અને પુત્રી નિતિ એવો જે વૈદિક પ્રવાદ છે તે પણ બરાબર નથી; કારણ કે ઉત્પન્ન કરેલા પુત્રો પણ પિતાના કે પોતાના આત્માનું રક્ષણ કરી શકતા નથી. આ રીતે જિનપ્રવચનમાં વેદના શુષ્ક અધ્યયનનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્ઞાન અને આચાર ઉપર એકસરખો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાનના જમાનામાં વૈદિક કે લૌકિક સંસ્કૃતને જ મહત્ત્વ અપાતું; તે એટલું બધું કે એ જ ભાષા બોલવામાં પુણ્ય છે અને બીજી ભાષા બોલવામાં પાપ છે. આ હકીકતનો પ્રતિધ્વનિ મહાભાષ્યના આરંભમાં આજે પણ જોવામાં આવે છે. તેમાં સંસ્કૃત સિવાયની બાકીની ભાષાઓને અપભ્રષ્ટ તરીકે ગણાવી છે અને તેનો પ્રયોગ કરનારાઓને દોષી ઠરાવવામાં આવ્યા છે. આ રીતે તે વખતના કેટલાક લોકો શબ્દને બ્રહ્મ સમજી તેની જ પૂજા પાછળ પડેલા. આ સંબંધમાં ભગવાને પોતાનાં સર્વ પ્રવચનો તે વખતની લોકભાષામાં કરીને એ વખતે જામેલો ભાષાનો ખોટો મહિમા તોડી નાંખેલો ૨. મૂયારોડપરબ્દો અલ્પીયલ: શબ્દા | વૈશ્ય હિ શી વદવોડપભ્રંશા: तद्यथागौरित्यस्य शब्दस्य गावी-गोणी-गोता-गोपोतलिका-इत्येवमादयो बहवो यस्तु प्रयुक्ते कुशलो विशेषे शब्दान् यथावद् व्यवहारकाले । सोऽनन्तमाप्नोति जयं परत्र वाग्योगविद् दुष्यति चापशब्दैः ॥ (મામાના પ્રથમ સૂત્રનો પ્રારંભ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8