Page #1
--------------------------------------------------------------------------
________________
૩. રૂઢિચ્છેદક મહાવીર
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આવેલી જીવનશુદ્ધિ અને વિશ્વવિજ્ઞાનની માહિતી ઉપર પ્રમાણે આપ્યા પછી શ્રમણ ભગવાન મહાવીરે પોતાના વખતની રૂઢિઓને તોડવા જે પ્રવચનધારા વહેવરાવી છે, તે વિશે આપણે હવે અહીં કહેવાનું છે. એ પ્રવચનધારા આ સૂત્રમાં તેમ જ બીજા સૂત્રમાં પણ ઠીકઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે. શ્રી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં જાતિવાદથી થતી સામાજિક વિષમતાને તોડવા ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાતિ વિશેષથી કોઈ પૂજાપાત્ર થઈ શકતો નથી, પણ ગુણવિશેષથી જ થઈ શકે છે. બ્રાહ્મણકુળમાં જન્મેલો કે માત્ર મુખથી ૐ ૐ નો જાપ કરનાર બ્રાહ્મણ નથી, પણ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે. એવી રીતે શ્રમણકુળમાં રહેનારો કે કોઈ માત્ર માથું મુંડાવનારો શ્રમણ થઈ શકતો નથી, પણ જેનામાં સમતા હોય તે જ શ્રમણ કહેવાય છે. જંગલમાં રહેવામાત્રથી કોઈ મુનિ કહેવાતો નથી, પણ મનન-આત્મચિંતન કરનારો મુનિ કહેવાય છે. માત્ર કોઈ ઝાડની છાલ પહેરવાથી તાપસ કહેવાતો નથી, પણ આત્માને શોધનારું તપ કરે તે જ તાપસ કહેવાય છે. આ ઉપરાંત આઠ ગાથામાં ભગવાને ખાસ કરીને બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે.
ધમ્મપદ' અને “સુત્તનિપાતમાં ભગવાન બુદ્ધ પણ બ્રાહ્મણનું આ જાતનું લક્ષણ કેટલીક ગાથામાં બતાવેલું છે. આ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ કે તે બન્ને મહાપુરુષોનો શુષ્ક જાતિવાદ સામે મોટો વિરોધ હતો. આને લીધે જ તેમનાં તીર્થોમાં શૂદ્રો, ક્ષત્રિયો અને સ્ત્રીઓ એ બધાંને એકસરખું માનભર્યું સ્થાન મળેલું છે.
જાતિવાદની પેઠે તે વખતે જડમૂળ ઘાલીને બેઠેલી કેટલીક જડ ક્રિયાઓ સામે પણ ભગવાન મહાવીરે તે વખતના લોકોની સામે વિરોધ ઉઠાવેલો. એ ક્રિયાઓમાં ખાસ કરીને યજ્ઞ, સ્નાન, અર્થના ભાર વિનાનું ભાષા અધ્યયન, દેવની ખોટી પૂજા અને અભિમાન, સૂર્ય-ચંદ્રના ગ્રહણને લગતો કર્મકાષ્ઠ,
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૦ • સંગીતિ દિશાઓની પૂજાનો પ્રવાત, યુદ્ધથી સ્વર્ગ મળવાની માન્યતા–એ બધી જડપ્રક્રિયાઓને લીધે સમાજની આત્મશુદ્ધિનો હ્રાસ થતો જાણી આ સૂત્રમાં અને બીજા સૂત્રમાં ભગવાને તે તે ક્રિયાઓનું ખરું સ્વરૂપ બતાવ્યું છે અને તેવા જડ સ્વરૂપનો ચોખ્ખો વિરોધ કર્યો છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં યજ્ઞના સ્વરૂપ વિશે કહેવામાં આવ્યું છે કે બધા વેદોમાં વિહિત કરેલા યજ્ઞો પશુહિંસામય છે. તે પશુહિંસારૂપ પાપકર્મ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે, તે યજ્ઞ યાજકને પાપથી બચાવી શકતો નથી. તેથી જ તે ખરો યજ્ઞ નથી, પણ ખરો યજ્ઞ આ પ્રમાણે છે : “જીવરૂપ અગ્નિકુંડમાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિરૂપ વાઢીથી શુભ પ્રવૃત્તિનું ઘી રેડીને શરીરરૂપ છાણાં અને દુષ્કર્મરૂપ લાકડાંને પ્રદીપ્ત કરીને શાંતિરૂપ પ્રશસ્ત હોમને ઋષિઓ નિત્યપ્રતિ કરે છે. ખરો હોમ આ જ છે.”
આ જ જાતના યજ્ઞનું સ્વરૂપ જિનપ્રવચનમાં ઠેકઠેકાણે બતાવેલું છે. ભગવાન મહાવીરે તે વખતના સમાજમાં યજ્ઞ વિશેની આ જાતની માન્યતાનો પ્રચાર કરીને હિંસાત્મક યજ્ઞનો છડેચોક વિરોધ કરેલો અને તેને અટકાવેલો.
ભગવાનના વખતમાં અને આજે પણ માત્ર જળસ્નાનમાં ઘણા લોકો ધર્મ સમજે છે. ગંગાસ્નાન, ત્રિવેણી સ્નાન, પ્રયાગ સ્નાનના માહાભ્યને લગતા ગ્રંથોની પરંપરા આપણા દેશમાં આજ કેટલાક વખતથી ચાલી આવે છે, અને ભોળા લોકો ગંગામાં સ્નાન કરીને પોતાને પુણ્ય મળ્યાનું માને છે.
આ જાતના સ્નાનના માહાભ્યની અસરથી અત્યારના જૈનો પણ શેત્રુંજી નદીના સ્નાનને ધર્મ માનવા લાગ્યા છે. ભગવાન કહે છે કે એ સ્નાન તો માત્ર શરીરના મળને, તે પણ ઘડીભરને માટે જ દૂર કરે છે, પણ આત્માના મળને જરા પણ દૂર નથી કરી શકતું. તેથી તે સ્નાન ખરા પુણ્યનું કારણ નથી. પણ ખરું સ્નાન કરવું હોય તો ધર્મરૂપ જલાશયમાં આવેલા બ્રહ્મરૂપ પવિત્ર ઘાટે સ્નાન કરે તે ખરેખર શીત, વિમળ અને વિશુદ્ધ થાય છે તથા આત્મમળનો ત્યાગ કરે છે. આ જ સ્નાનને કુશળ પુરુષોએ મહાત્માન તરીકે વર્ણવેલું છે અને ઋષિઓને તો તે જ પ્રશસ્ત છે.
ભગવાને સ્નાનની આ જાતની વ્યાખ્યા કરીને વિવેકપૂર્વકના બાહ્ય સ્નાનનો નિષેધ કર્યો છે એમ માનવાનું કારણ નથી. પણ જે લોકો માત્ર જલસ્તાનમાં જ ધર્મ માનતા અને તેથી જ આત્મશુદ્ધિ સમજતા તેઓને માટે ભગવાને જીવનશુદ્ધિ માટે ખરા સ્નાનનું સ્વરૂપ બતાવીને સ્નાનનો ખરો માર્ગ ખુલ્લો કર્યો છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૧ તેમના વખતમાં લોકો પુણ્યકર્મ સમજીને વેદને માત્ર કંઠસ્થ કરી રાખતા અને અર્થનો વિચાર ભાગ્યે જ કરતા. વેદના અર્થની પરમ્પરા ભગવાનના પહેલાંના સમયથી તૂટી ગયેલી હોવાનો પુરાવો યાસ્કાચાર્ય પોતે જ છે; કારણ કે તે વૈદિક શબ્દોના સ્પષ્ટ અર્થ કરી શકતા નથી પણ તેને લગતા અનેક મતમતાંતરો સાથે પોતાનો અમુક મત જણાવે છે. એટલે ઘણા વખતથી વેદના અર્થનો વિચાર કરવો લોકોએ માંડી વાળેલો અને વેદ જૂનો ગ્રંથ હોઈ તેને કંઠસ્થ કરવામાં અને સ્વરપૂર્વક ઉચ્ચારણ કરવામાં જ પુણ્ય મનાતું અને બ્રાહ્મણો એમ માનતા કે વેદને ભણીને, બ્રાહ્મણોને જમાડીને અને પુત્ર ઉત્પન્ન કરીને પછી આરણ્યક તપસ્વી થવાય. પણ આ જાતનો જડ કર્મકાંડ જીવનશુદ્ધિનું એકાંત ઘાતક છે એમ સમજીને “ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે વેદોનું અધ્યયન આત્માનું રક્ષણ કરી શકતું નથી. જમાડેલા બ્રાહ્મણો આળસુ થવાથી જમાડનારને લાભ દેવાને બદલે ઊલટા નરકમાં પાડે છે, અને પુત્રી નિતિ એવો જે વૈદિક પ્રવાદ છે તે પણ બરાબર નથી; કારણ કે ઉત્પન્ન કરેલા પુત્રો પણ પિતાના કે પોતાના આત્માનું રક્ષણ કરી શકતા નથી. આ રીતે જિનપ્રવચનમાં વેદના શુષ્ક અધ્યયનનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્ઞાન અને આચાર ઉપર એકસરખો ભાર મૂકવામાં આવ્યો છે.
ભગવાનના જમાનામાં વૈદિક કે લૌકિક સંસ્કૃતને જ મહત્ત્વ અપાતું; તે એટલું બધું કે એ જ ભાષા બોલવામાં પુણ્ય છે અને બીજી ભાષા બોલવામાં પાપ છે. આ હકીકતનો પ્રતિધ્વનિ મહાભાષ્યના આરંભમાં આજે પણ જોવામાં આવે છે. તેમાં સંસ્કૃત સિવાયની બાકીની ભાષાઓને અપભ્રષ્ટ તરીકે ગણાવી છે અને તેનો પ્રયોગ કરનારાઓને દોષી ઠરાવવામાં આવ્યા છે. આ રીતે તે વખતના કેટલાક લોકો શબ્દને બ્રહ્મ સમજી તેની જ પૂજા પાછળ પડેલા. આ સંબંધમાં ભગવાને પોતાનાં સર્વ પ્રવચનો તે વખતની લોકભાષામાં કરીને એ વખતે જામેલો ભાષાનો ખોટો મહિમા તોડી નાંખેલો
૨. મૂયારોડપરબ્દો અલ્પીયલ: શબ્દા | વૈશ્ય હિ શી વદવોડપભ્રંશા:
तद्यथागौरित्यस्य शब्दस्य गावी-गोणी-गोता-गोपोतलिका-इत्येवमादयो बहवो
यस्तु प्रयुक्ते कुशलो विशेषे शब्दान् यथावद् व्यवहारकाले । सोऽनन्तमाप्नोति जयं परत्र वाग्योगविद् दुष्यति चापशब्दैः ॥
(મામાના પ્રથમ સૂત્રનો પ્રારંભ)
Page #4
--------------------------------------------------------------------------
________________
૩ર - સંગીતિ છે અને એક માત્ર સદાચાર જ આત્મશુદ્ધિનું કારણ છે; માત્ર ભાષાથી કાંઈ વળતું નથી એમ બતાવી આપ્યું છે.
શ્રી ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જુદી જુદી ભાષાઓ આત્માનું રક્ષણ કરી શકતી નથી.' ભગવાન બુદ્ધ પણ ભાષાની ખોટી પૂજાનો પ્રવાદ ભગવાન મહાવીરની પદ્ધતિએ જ અટકાવવાનો પ્રયાસ કર્યો છે.
સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વિશે જે માન્યતા અત્યારે ચાલે છે, તેવી જ માન્યતા ભગવાનના જમાનામાં પણ ચાલતી. રાહુ સૂર્યને ગળી ગયો અને ગ્રહણ પૂરું થાય ત્યારે રાહુએ સૂર્ય કે ચંદ્રને છોડી દીધો–એમ રાહુને સૂર્ય અને ચંદ્ર સાથે વૈરભાવ જાણે કે ન હોય તેમ તે વખતના લોકો સમજતા અને એવું રૂપકાત્મક વર્ણન હજુ સુધી વૈદિક પરંપરામાં પૌરાણિક ગ્રંથોમાં ટકી રહ્યું છે. આ ગ્રહણ વખતે ધર્મ માનીને જેમ લોકો સ્નાન માટે અત્યારે દોડધામ કરે છે, તેમ તે વખતે પણ કરતા હશે એમ માનવું ખોટું ન કહેવાય. કહેવાનો મતલબ એ છે કે ગ્રહણના પ્રસંગને ધાર્મિક પ્રક્રિયાનું રૂપ આપીને લોકો જેમ અત્યારે ધમાધમ મચાવે છે, તેમ તે વખતે પણ મચાવતા હશે. તેમની સામે ભગવાને કહ્યું છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગળતો નથી, તેમ તે બે વચ્ચે કોઈ જાતનો વૈરભાવ પણ નથી. એ તો ગગનમંડળમાં રાહુ એક ગતિમાન પદાર્થ છે, તેમ ચંદ્ર અને સૂર્ય પણ ગતિમાન પદાર્થ છે. જ્યારે ગતિવાળા તેઓ એકબીજાની આડે આવી જાય છે ત્યારે અંશથી કે પૂર્ણપણે એકબીજાને ઢાંકી દે છે અને પછી છૂટા પણ પડી જાય છે એટલે કોઈ એકબીજાથી ગળાતો નથી. જ્યારે એકબીજાને ઢાંકે છે ત્યારે લોકો તેને ગ્રહણ થયું કહે છે. એટલે એ ગ્રહણ કોઈ ધર્મમય ઉત્સવ નથી; તેથી એ માટેની દોડધામ પણ ધર્મમય નથી જ એ ઉઘાડે છે. (ભા. ૩ પા. ૨૭૯).
આ રીતે ગ્રહણ નિમિત્તે ચાલતી જડ ક્રિયાનો ગ્રહણનું સ્પષ્ટ સ્વરૂપ આપીને ભગવાને આ સ્થળે સ્પષ્ટ ખુલાસો કર્યો છે. અને વધારામાં “શશી અને “આદિત્યના સ્પષ્ટ અર્થો પણ જણાવ્યા છે. “શશી' શબ્દનો પૌરાણિક અર્થ શશ(સસલા)વાળો એવો થાય છે અને “આદિત્યનો અર્થ અદિતિનો છોકરો એવો થાય છે. ભગવાને આ પૌરાણિક પરમ્પરા સામે જાણે કે ટકોર
૨. “ન વિત્તા તાયમાલા ગોવિજ્ઞાપુસા ? | विसण्णा पावकम्मेहिं बाला पंडिअमाणिणो ॥"
(उत्तराध्ययनसूत्र अध्ययन-६)
Page #5
--------------------------------------------------------------------------
________________
રૂઢિચ્છેદક મહાવીર • ૩૩ કરવા ખાતર જ શશી અને આદિત્યના તદ્દન જુદા અર્થો બતાવેલા છે,
ભગવાન શશી'નો સશ્રી (શ્રીસહિત, શોભાસહિત, એવો અર્થ કરે છે; અર્થાત્ જે તેજવાળો, કાંતિવાળો, અને દીપ્તિવાળો છે તે શશી, સશ્રી. તેને જિનપ્રવચનમાં સસી (સશ્રી) કહેવામાં આવે છે. અને “આદિત્ય' એટલે ભગવાનના કહેવા પ્રમાણે જેને મુખ્યભૂત–આદિભૂત કરીને કાળની ગણતરી થાય તે આદિત્ત. કાળની ગણતરીમાં સૂર્યનું સ્થાન સર્વથી પ્રથમ છે; માટે ભગવાને કરેલો આ અર્થ વાજબી છે અને વ્યુત્પત્તિની દૃષ્ટિએ પણ બરાબર છે. ભગવાને આદિત્યનો જે ઉપર્યુક્ત અર્થ બતાવ્યો છે તે મત્સ્યપુરાણમાં પણ ઉપલબ્ધ છે.
આ પ્રમાણે શશી અને આદિત્યના પૌરાણિક અર્થે ખસેડીને તેના નવા અર્થો યોજયા છે અને તેમ કરીને તે પ્રત્યેની લોકોની ગેરસમજ ઓછી કરવા પ્રયાસ કરેલો છે.
“તો વી પ્રાપ્તિ સ્વ” (ગીતા અ. ૨, શ્લોક. ૩૭) એ ગીતાના વાકયમાં એમ કહેવામાં આવ્યું છે કે શત્રુથી હણાઈને તું સ્વર્ગે જઈશ, એથી ગીતાના જમાનાથી કે ગીતાના સમય પહેલેથી લોકોમાં એવી માન્યતા પ્રસરી ગયેલી કે લડનારા લોકો સ્વર્ગે જાય છે. આ માન્યતાને લીધે મોટી મોટી લડાઈઓમાં લડનારા ઘણા મળી આવતા, અને આ રીતે મનુષ્યજાતનો
ચ્ચરઘાણ નીકળતો. એ અટકાવવા ભગવાને એ માન્યતા ઉપર સ્પષ્ટ પ્રકાશ નાખ્યો છે અને કહ્યું છે કે લોકો યુદ્ધથી સ્વર્ગ મળવાની વાત કહે છે તે ખોટી છે. પણ ખરી વાત તો એ છે કે લડનારા સ્વર્ગે જ જાય છે એમ નથી પણ તે પોતપોતાનાં શુદ્ધાશુદ્ધ કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ ધારણ કરે છે. (ભગ. ભા. ૩, પા. ૩ર).
આ હકીકત કહીને ભગવાને યુદ્ધ સ્વર્ગનું સાધન છે એવી જાતની લોકોમાં ફેલાયેલી ધારણા ખોટી પાડી અને લોકોને યુદ્ધના હિંસામય માર્ગથી દૂર રહેવાની ભલામણ કરી.
વળી, તે વખતની દિશાપૂજનની પ્રથાને લોકોમાંથી દૂર કરવા અને તેનું ખરું સ્વરૂપ બતાવવા ભગવાને આ સૂત્રમાં દિશાની પણ ચર્ચા કરી છે.
ભગવતીસૂત્ર'ના દશમા શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆત દિશાના વિવેચનથી કરવામાં આવી છે. ભગવાને ગૌતમને કહ્યું છે કે દિશાઓ દશ
--
-
-
-
-
---
--
-
૧. “ત્રિથતિમૂતત્વ" -મત્સ્યપુરાણ - ૨ ગ્લો રૂ.
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૪ • સંગીતિ
કહેવામાં આવી છે જેના ક્રમથી નામ ઐન્દ્રી (ઇન્દ્રિના સ્વામિત્વવાળી), આગ્નેયી (અગ્નિના સ્વામિત્વવાળી), યામા (યમના સ્વામિત્વવાળી), નિર્ઝતિ (નિઋતિ નામના દેવના સ્વામિત્વવાળી), વારુણી (વરુણ દેવના સ્વામિત્વવાળી) વાયવ્ય (વાયુના સ્વામિત્વવાળી), સૌમ્યા (સોમના સ્વામિત્વવાળી), ઐશાની (ઈશાનના સ્વામિત્વવાળી), વિમલા અને તમા. આ દશ દિશાઓને માટે પુરાણપ્રસિદ્ધ ઉપર્યુક્ત નામો જણાવવા ઉપરાંત નીચેના પ્રસિદ્ધ શબ્દો પણ મૂકવામાં આવેલા છે : પૂર્વ, પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ, ઊર્ધ્વ (ઉપરની), અધો (નીચેની) : આ બધી દિશાઓ જીવાજીવના આધારરૂપ છે તેથી ઉપચારથી એ દિશાઓને જીવઅજીવરૂપ કહેવામાં આવી છે. દિશાને એક દ્રવ્ય તરીકે ગણાવવાની પદ્ધતિ વૈદિક પરંપરાની વૈશેષિક શાખામાં પ્રસિદ્ધ છે.
વૈદિકકાળમાં દિશાઓની પૂજા કરવાનો પ્રઘાત હતો એ હકીકત સાહિત્ય ઉપરથી જાણી શકાય છે. દિશાઓનું પ્રક્ષણ કરીને જમવાની પદ્ધતિ એક વ્રત તરીકે અમુક પરંપરામાં ચાલુ હતી અને તે પરંપરાને માનતા લોકો દ્રિતાપવિરઘોર કહેવાતા એ હકીકત જૈન આગમોમાં પણ મળે છે. આ રીતે વેદની જૂની પરંપરામાં દિશાઓનું મહત્વ વિશેષ પ્રસિદ્ધિ પામેલું હતું અને દિશાઓની પૂજાનો પ્રચાર પણ લોકોમાં ઠીકઠીક હતો. આ જડ પ્રચારને રોકવા માટે જ ભગવાને દિશાના માહાભ્યની નિપ્રયોજનતા બતાવવા તેને આ સૂત્રમાં જીવાજીવાત્મક કહીને વર્ણવેલી છે. દિશાઓ માત્ર આકાશરૂપ હોઈ જીવાજીવરૂપ સમસ્ત પદાર્થના આધારરૂપ છે એ વાત ખરી છે, પણ એટલામાત્રથી તેની જડપૂજા કરવા મંડી પડવું તે આધ્યાત્મિક શુદ્ધિ કે જીવનશુદ્ધિ માટે જરાય ઉપયોગી નથી.
ભગવાન બુદ્ધે પણ દિશાઓની જડપૂજાને અટકાવવા પોતાના પ્રવચનમાં બીજી જ રીતે ટકોર કરી છે. “દીઘનિકાય'ના ત્રીજા વર્ગના સિગાલોવવાદસુત્ત'માં લખેલું છે કે એક વખત બુદ્ધ ભગવાન રાજગૃહના વેણુવનમાં રહેતા હતા તે વખતે સિગાલ નામનો એક યુવક શહેરમાંથી રોજ
૧. “પૃથાપતે વાયુરાવાશે વાતો વિ કા મન ફતિ દ્રવ્યfણ "
(વૈશેષિવન પ્રથમ સપ્લાય) ૨. “ન દિશઃ પ્રશ્ય 7-પુણવિ સમુક્વિન્તિ” પતિ સૂત્ર પૃ૦ ૧૦. 3. जूओ दीघनिकाय-उपर्युक्तसूत्र.
Page #7
--------------------------------------------------------------------------
________________
રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૫ સવારે બહાર આવી સ્નાન કરી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એ છ એ દિશાએ નમસ્કાર કરતો હતો. રાજગૃહમાં ભિક્ષા માટે જતા બુદ્ધ તેને જોઈને બોલ્યા “ગૃહપતિપુત્ર ! તેં આ શું માંડ્યું છે ?” સિગાલ બોલ્યો : “હે ભદંત ! મારા પિતાએ મરતી વખતે છ દિશાની પૂજા કરતા રહેવાનું મને કહ્યું હોવાથી હું આ દિશાઓને નમસ્કાર કરું છું.” ભ. બુદ્ધ બોલ્યા : “હે સિગાલ ! તારો આ નમસ્કારવિધિ આર્યોની પદ્ધતિ પ્રમાણે નથી.” ત્યારે સિગાલે આર્યોની રીતિ પ્રમાણે છ દિશાઓનો નમસ્કારવિધિ બતાવવા બુદ્ધને વિનંતી કરી. ભ. બુદ્ધ બોલ્યા : “જે આર્યશ્રાવકને છ દિશાની પૂજા કરવાની હોય, તેણે ચાર કર્મક્લેશથી મુક્ત થવું જોઈએ, ચાર કારણોને લઈને પાપકર્મ કરવાં ન ઘટે અને સંપત્તિનાશનાં છ દ્વારોનો તેણે અંગીકાર કરવો ન ઘટે. આ ચૌદ વાતો સાંભળે તો છ દિશાની પૂજા કરવાને તે યોગ્ય બને છે.” આ ઉપરાંત બુદ્ધે તેને એમ કહ્યું કે ‘“ભાઈ ! માબાપ એ પૂર્વદિશા છે, ગુરુને દક્ષિણ દિશા સમજવી, પત્નીપુત્ર પશ્ચિમદિશા, સગાંવહાલાં ઉત્તરદિશા, દાસ અને મજૂર નીચેની દિશા તથા શ્રમણબ્રાહ્મણ ઉપરની દિશા સમજવી. આટલું કહ્યા પછી તેને એ દિશાઓની પૂજાની પદ્ધતિ બુદ્ધ ભગવાને વિસ્તારથી સમજાવી છે.
ન
આ ઉપરથી એમ માલૂમ પડે છે કે ભગવાન બુદ્ધના વખતમાં દિશાઓની જડપૂજાનો પ્રચાર ખૂબ થયેલો હોવો જોઈએ, જેને અટકાવવા શ્રીબુદ્ધે નવા પ્રકારે દિશાની પૂજાની પદ્ધતિ લોકોને સમજાવી. અને ભગવાન મહાવીરે પૂર્વોક્ત રીતે દિશાઓને જીવાજીવાત્મક કહીને તે જડપૂજામાંથી લોકોને બચાવી લેવા પ્રયત્ન કર્યો, એ એકસરખી હકીકત આ સૂત્રમાં આવેલા દિશાના પ્રકરણ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એવી છે. દિશા વિશે ભગવાનનું પ્રવચન તે વખતની દિફ્યૂજનની રૂઢિને નાબૂદ કરનારું છે.
આ પ્રકારે ભગવાને પોતાના સમયની કુરૂઢિઓને નાબૂદ કરવા અને તેને સ્થાને સુમાર્ગ પ્રવર્તાવવા પોતાના પ્રવચનમાં ઘણો પ્રયાસ કરેલો છે. આ જાતનાં ઉદાહરણો ઘણાં આપી શકાય પણ ઉદાહરણો નમૂનારૂપે ટાંકેલાં છે.
ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધે કુરૂઢિને દૂર કરીને લોકોને સુરૂઢિ પર લાવવા પોતાનાં પ્રવચનોમાં પૂર્વોક્ત કેટલીક હકીકતો બતાવેલી છે. આથી જ આ બન્ને મહાપુરુષો તે વખતના પ્રબળ સુધારકો હતા એમ જે અત્યારના શોધકો માને છે તે ખરેખરું છે. આર્યોએ બતાવેલા અહિંસા અને સત્યમય માર્ગમાં જે કેટલોક કચરો ભરાઈ ગયેલો તેને દૂર કરવા આ બન્ને
Page #8
--------------------------------------------------------------------------
________________ 36 * સંગીતિ મહાપુરુષોએ ઘણો પ્રયત્ન સેવ્યો છે એમાં શક નથી. કેટલીયે એવી વૈદિક માન્યતાઓ હતી જેનાથી લોકોમાં હિંસા, અસત્ય, જડતા વગેરે દુર્ગુણોનો વધારો થતો અને એથી તે વખતની પ્રજા ત્રાસી પણ ગયેલી. એ પ્રજાને સન્માર્ગ બતાવવા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર કલ્યાણમિત્રરૂપે ન આવ્યા હોત તો અત્યારે આપણી કેવી દુર્દશા હોત તે કોણ કહી શકે ? - ઉત્થાન 1. ભગવતીસૂત્રના ચોથા ભાગની પ્રસ્તાવનામાંથી