SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ • સંગીતિ કહેવામાં આવી છે જેના ક્રમથી નામ ઐન્દ્રી (ઇન્દ્રિના સ્વામિત્વવાળી), આગ્નેયી (અગ્નિના સ્વામિત્વવાળી), યામા (યમના સ્વામિત્વવાળી), નિર્ઝતિ (નિઋતિ નામના દેવના સ્વામિત્વવાળી), વારુણી (વરુણ દેવના સ્વામિત્વવાળી) વાયવ્ય (વાયુના સ્વામિત્વવાળી), સૌમ્યા (સોમના સ્વામિત્વવાળી), ઐશાની (ઈશાનના સ્વામિત્વવાળી), વિમલા અને તમા. આ દશ દિશાઓને માટે પુરાણપ્રસિદ્ધ ઉપર્યુક્ત નામો જણાવવા ઉપરાંત નીચેના પ્રસિદ્ધ શબ્દો પણ મૂકવામાં આવેલા છે : પૂર્વ, પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ, ઊર્ધ્વ (ઉપરની), અધો (નીચેની) : આ બધી દિશાઓ જીવાજીવના આધારરૂપ છે તેથી ઉપચારથી એ દિશાઓને જીવઅજીવરૂપ કહેવામાં આવી છે. દિશાને એક દ્રવ્ય તરીકે ગણાવવાની પદ્ધતિ વૈદિક પરંપરાની વૈશેષિક શાખામાં પ્રસિદ્ધ છે. વૈદિકકાળમાં દિશાઓની પૂજા કરવાનો પ્રઘાત હતો એ હકીકત સાહિત્ય ઉપરથી જાણી શકાય છે. દિશાઓનું પ્રક્ષણ કરીને જમવાની પદ્ધતિ એક વ્રત તરીકે અમુક પરંપરામાં ચાલુ હતી અને તે પરંપરાને માનતા લોકો દ્રિતાપવિરઘોર કહેવાતા એ હકીકત જૈન આગમોમાં પણ મળે છે. આ રીતે વેદની જૂની પરંપરામાં દિશાઓનું મહત્વ વિશેષ પ્રસિદ્ધિ પામેલું હતું અને દિશાઓની પૂજાનો પ્રચાર પણ લોકોમાં ઠીકઠીક હતો. આ જડ પ્રચારને રોકવા માટે જ ભગવાને દિશાના માહાભ્યની નિપ્રયોજનતા બતાવવા તેને આ સૂત્રમાં જીવાજીવાત્મક કહીને વર્ણવેલી છે. દિશાઓ માત્ર આકાશરૂપ હોઈ જીવાજીવરૂપ સમસ્ત પદાર્થના આધારરૂપ છે એ વાત ખરી છે, પણ એટલામાત્રથી તેની જડપૂજા કરવા મંડી પડવું તે આધ્યાત્મિક શુદ્ધિ કે જીવનશુદ્ધિ માટે જરાય ઉપયોગી નથી. ભગવાન બુદ્ધે પણ દિશાઓની જડપૂજાને અટકાવવા પોતાના પ્રવચનમાં બીજી જ રીતે ટકોર કરી છે. “દીઘનિકાય'ના ત્રીજા વર્ગના સિગાલોવવાદસુત્ત'માં લખેલું છે કે એક વખત બુદ્ધ ભગવાન રાજગૃહના વેણુવનમાં રહેતા હતા તે વખતે સિગાલ નામનો એક યુવક શહેરમાંથી રોજ ૧. “પૃથાપતે વાયુરાવાશે વાતો વિ કા મન ફતિ દ્રવ્યfણ " (વૈશેષિવન પ્રથમ સપ્લાય) ૨. “ન દિશઃ પ્રશ્ય 7-પુણવિ સમુક્વિન્તિ” પતિ સૂત્ર પૃ૦ ૧૦. 3. जूओ दीघनिकाय-उपर्युक्तसूत्र. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249399
Book TitleRudhicchedak Mahavir
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherZ_Sangiti_004849.pdf
Publication Year2003
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Society
File Size446 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy