________________
હાજી હાજી કરવું. ]
મારવાની કે નુકસાન કરવાની તજવીજમાં રહેવું.
હાજી હાજી કરવું, જે વાત પાતાને રૂચતી ન હાય તેવી વાત કદાચ કાઈ કરે તેા પણ તે વાતમાં ખુશામતની ખાતર સામું ન થતાં વારૂ, હાજી, એમ કહીને જાણે તે વાતમાં આપણને કશી હરકત ન હોય તે તેથી ઉલટી ખુશી થઇ હાય એવું દેખાડવું, એટલુંજ નહિ પણ તે વાત જાણે પોતાને રૂચતીજ હોય તેવું ડાળ કરવું. ( દુનિયાંદારીની રીત.)
હાડ જવું, ખરૂં રૂપ પ્રકાશવું; હાથથી જવું; વી જવું; મ્હેકી જવું; ચળી જવું.
k
હાં હાંજી જામેઅે હાડ, રાડ થશે કાંસું.-હા નળ.
નળાખ્યાન.
“ જાયે નહિં હાડ માટે, હરિ જાયે નહિ હાડ;
આવી ઉભા રહ્યા છે કમાડ. મારા હિર જાયે નહિ હાડ.
"3
હારમાળા.
હાડ ભાગવાં, શરીરે અશક્ત કરવું, ‘તાવ
હાથીનાં દ્વાડ ભાગે છે.'
* તે બિચારાનાં ગૃહાવસ્થામાં હાડ ભાગ્યાં. “દામ ન લાગે, હાડ ન ભાગે, જાવું પડે નહિ વન; ખાતાં પીતાં ખુખી કસ્તાં, તપવું ન પડે તન-નામ સાર
,,
યારામ.
ર. તન તે મહેનત કરવી. ( આ અર્થમાં હાડ ભાગીને કામ કરવું ખેલાયછે.) તેએ હાડ ભાગી પ્રમાણિકપણે કામ ન કરતાં વખત ચારે છે.’
( ૩૬૩ )
દે. કા. ઉત્તેજન. હાડકા ખાખરાં કરવાં, માર મારી હલકુ કરવું; અધમુ કરવું; નરમ ઘેંશ કરી નાખવું; ટીચકું; કચરવું. હાડકાં પાંસળાં ગણાવા, શરીર દુર્બળ હોવું; હાડકાં પાંસળાં બહાર દેખાતાં હોય તેવું
[ હાડકાં રઝળાવવાં.
નબળું હાવું; લાહીમાંસ વિનાનું હોવું. • આવ્યા. તે વારે તેનાં હાડકાં પાંસળાં ગણાતાં હતાં ! હાલ તે માટા પેટવાળા ચરબીથી ભરાઈ જાડા પાડા બન્યા હતા.' સધરાસ ધ.
હાડકાં
ભાગવાં, માર મારી અશક્ત કરવું.
‘ હરરાજ તેને તે તેની મુએલી માને મનમાં આવે એવી ગાળા ભાંડે ને છાશને વારે તેનાં હાડકાં ભાગે. '
tr
સાસુવહુની લડાઈ.
દક્ષિણમાં મરાઠાઓ મેાગલાનાં હાડકાં
ભાગે છે.
ઔરગજેબ અને રાજપૂતા. ૨. તન છને મહેનત કરવી; ઢેકા નમાવવા. ( જ્યારે કાઈ માસ કામ કરવે કટાળા ખાતે હાય અથવાકરવાની ના પાડતા હોય ત્યારે તેને વિજે ખેલતાં એમ વપરાય છે કે શું, હાડકાં ભાગી ગયાં છે તારાં ?) હાડકાં ભારે થવાં, હાડકાં હલકાં ખાખરાં કરવાની જરૂર પડવી ( માર મારીને ); માર ખાવાની નિશાની થવી.
હાડકાં રંગવાં, લેહી નીક્ળતા સુધી માર
ભાવેશ.
૨. અતિશય નુકસાન કરવું. હાડકાં રઝળાવવાં, મુઆ પછી હાડકાંની
યોગ્ય ક્રિયા ન થાય તેવી તજવીજ કરવી. હિંદુ શાસ્ત્રની રૂઇએ મડદાને બાળી તેનાં ખળી રહેલાં હાડકાં જેને કુલાં કહે છે તેને કોઈ નદીમાં અથવા પવિત્ર સ્થળે નાખી આવવાના રિવાજ છે તે પ્રમાણે વ્યવસ્થા ન કરતાં રઝળવા દેવાં એ તેને—ખેલનારને વૈરભાવ દર્શાવે છે. મેલનારની મતલબ એવી હાય છે કે ‘ તારા મરી ગયા પછી તારાં હાડકાંની વ્યવસ્થા કરનાર પાછળ કાઈ નહિ રહે અથવા એવી કાઈ તજવીજ કરીશ કે તારાં હાડકાંની તારા સંબધીઓને ખબરજ નહિ પડે !’