________________
પ્રાસ્તાવિકમ્
ઘુઘવતા સંસાર સમુદ્રમાં ડુબતા અનંતા જીવો માટે
બેટ સમાન હોય તો તે
પરમાત્મા વીતરાગનું ધર્મશાસન છે.
જન્મ જરા મૃત્યુ રોગ શોકના કાળઝાળ પાશમાં સપડાયેલ આ અનાથ જગતનું એકમાત્ર કોઈ શરણ હોય તો
આલોક પરલોકના...
એ સર્વજ્ઞ વીતરાગપ્રભુનું ધર્મશાસન છે.
તમામ સુખ સંપત્તિનુ મૂળ.
અને પરમગતિ પામવા માટેનું
પરમ સાધન કોઈ હોય તો વિશ્વકલ્યાણી ભગવંત અરિહંતપ્રભુનું ધર્મશાસન. ધર્મનું અનુશાસન જે સ્વીકારે છે
એ પોતાની જાતને ભવજલથી પાર ઉતારે છે. એનો મહામૂલ્યવાન આ ધર્મ... સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપે પ્રભુએ પ્રરૂપ્યો છે.