________________
આ સમ્યગ્દર્શન (શ્રદ્ધા) સમ્યજ્ઞાન (સમજણ સાચી) સમ્યફચારિત્ર (સવર્તન) એજ સચ્ચિદાનંદ-સહજાનંદ સ્વરૂપ સિદ્ધાશિલાસ્થિત મોક્ષનો મહાનું માર્ગ છે.
આ માર્ગ કાંઈ હવાઈ, દરિયાઈ, પર્વતીય કે ભૂમિનો નથી પણ આત્માના વિશુદ્ધ પરિણામનો છે. દેવ ગુરુ ધર્મ અને તત્ત્વ પ્રત્યે અહોભાવ બહુમાન વિનય સ્વરૂપ શ્રદ્ધાનો આત્મવિશુદ્ધ પરિણામ એ સમ્યગ્દર્શન છે.
- દેવ-ગુરુ-ધર્મ તત્ત્વની પાકી સમજણ ભેદ પ્રભેદો સહિતનું એનું વિશિષ્ટ જ્ઞાનરૂપ આત્મવિશુદ્ધ પરિણામ એ સમ્યજ્ઞાન છે. અને જેના માટે શ્રદ્ધા છે જેની આવી સુંદર સમજણ તેને મન વચન કાયાથી આદરવાની આચરવાની સંભાવના અને આચરણારૂપ આત્મવિશુદ્ધ પરિણામ એનું નામ છે – સમ્યગ્વારિત્ર
તત્ત્વચિ-તત્ત્વ અવબોધ તત્ત્વ પરિણતિ કહો કે સ્કૂલ ભાષામાં સાચી શ્રદ્ધા, સાચી સમજણ, સાચું સદ્વર્તન કહો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર છે.
આ ત્રણે ત્રણ અધ્યાત્મમાર્ગ ચિંતામણી રત્ન સમાન મહામુલ્યવાન અને દુર્લભ છે. માટે આ ત્રણની જોડીને જ જ્ઞાનીઓ એ રત્નત્રયી કહી છે.
જિનશાસનની તમામ આરાધના આ રત્નત્રયીનીજ આરાધના જ છે. માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર