Book Title: Rashtriya Sadachar ane Navnirmana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૯૨ ] દર્શન અને ચિંતન છે, અને આ દષ્ટિએ કેળવણીની સંસ્થાઓ બાળકેમાં સંસ્કાર પોષે છે, સમજદાર વડીલે એ રીતે બાળકને ઉછેરે છે તે જ રીતે હવે કુટુંબ, નાત, અને શિક્ષણ સંસ્થાઓ બધાં મારફત આ એક જ સંસ્કાર પિષ અને વિસાવ આવશ્યક છે કે સમષ્ટિનું હિત જોખમાય તે રીતે ન વિચારાય, ન વર્તાય. આ સંસ્કારને આધારે જ હવેના સદાચારો યોજવામાં આવે તે જ આજની જટિલ સમસ્યાઓનો કાંઈક ઉકેલ આવી શકે, અન્યથા કદી નહિ. જેણે આત્મૌપજ્યની વાત કહી હતી અગર જેણે અતનું દર્શન કર્યું હતું કે જેણે અનાસક્ત કર્મયોગ દ્વારા લેખસંગ્રહની વાત કહી હતી તેણે તે તે જમાનામાં એક દર્શન કે એક સિદ્ધાન્ત રજૂ કર્યો હતો અને સાથે સાથે સૂચવ્યું હતું કે જે માનવજાત સુખે જીવવા માગતી હોય તો એ દર્શન અને સિદ્ધાન્ત પ્રમાણે આચારે અને વ્યવહારે યોજે. પણ દુર્દેવ એવું કે એ સિદ્ધાન્ત ખૂણે ખૂણે ગવાતા તે રહ્યા, પણ ગાનારા અને સાંભળનારા બન્નેને આચાર-વ્યવહાર ઊલટી જ દિશામાં પરિણામ ઈતિહાસે નોંધ્યાં છે અને અત્યારે પ્રત્યક્ષ છે. હવે, કાં તો એ સિદ્ધાંત વ્યવહાર્ય નથી એમ કહેવું જોઈએ અને કે તે એને મોટા પાયા ઉપર અમલી બનાવવા જોઈએ. અન્ય રાષ્ટ્રનું સંગઠન જોતાં એમ માનવાને કશું જ કારણ નથી કે તે સિદ્ધાન્ત અવ્યવહાર્ય છે. તેથી અને જીવન જીવવા માટે બીજે કંઈ રસ્તે નથી તેથી એ સિદ્ધાન્તોને વિશ્વના આચારના પાયા લેખે ધટાવવાની વાત કર્યા પહેલાં રાષ્ટ્રીય આચારના પાયા લેખે જ ઘટાવવા જોઈએ. આમાંથી જ જોઈતું ઘડતર નીપજવાનું. આ માટે કેટલાક રાષ્ટ્રીય કહી શકાય એવા આચારે છે તેની સદાચાર તરીકેની તાલીમ શરૂ કરવી જોઈએ. સ્વતંત્રતા-દિન અને પ્રજાસત્તાકદિન જેવા કેટલાક દિવસને ભારતે પર્વનું-રાષ્ટ્રીય પર્વનું રૂપ આપ્યું છે. તે નિમિત્તે પ્રજા અને સરકારે મળી કેટલીક પ્રણાલીઓ ઊભી કરી છે, જેને રાષ્ટ્રીય આચાર જ નહિ પણ સદાચાર તરીકે ઓળખાવવામાં હરકત નથી. એ પમાં ધ્વજવંદન, રેશની, પ્રભાતફેરી, કવાયત, ખેલકૂદ આદિ વ્યાયામ, મનોરંજક કાર્યક્રમ, રાષ્ટ્રપતિ જેવાને અપાતી સલામી, મોટા પાયા ઉપર અપાતાં ખાણાં જેવી જે પ્રથાઓ શરૂ થઈ છે અને જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહભેર ભાગ લે છે યા ભાગ લેવા લલચાય એવું વાતાવરણ સર્જાય છે તે બધી પ્રથાઓ રાષ્ટ્રીય આચાર જ કહેવાય. તેમાં કોઈ એક ધર્મપંથ કે કોઈ એક સમાજ કે કોઈ એક વર્ગનું પ્રાધાન્ય નથી; તે રમગ્ર ભારતીય પ્રજાએ અનુસરવાનો એક જાતને વિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5