Page #1
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ
[૨૮] આજની સમસ્યાઓ વિશે વિચાર કરનાર હરેક સમજદારના મનમાં સવાલ ઊઠે છે કે આ નવી અને દિન પ્રતિદિન જીવનને વ્યાપતી એવી સમસ્યાઓ કયા પ્રકારના આચાર-વ્યવહાર કે સદાચારના નિયમથી ઉકેલાવાને સંભવ છે? અલબત્ત, આવો વિચાર કરનાર છે તે જાણે જ છે કે તે તે કાળે અને તે તે સ્થળે પંથભેદ, જ્ઞાતિભેદ અને સમાજભેદ વગેરેને લીધે અનેક આચાર સદાચારરૂપે પ્રજાજીવનમાં ઊંડાં મૂળ નાખીને પડ્યાં છે. નો. વિચારક એવા પ્રચલિત આચારોની અવગણના તે કરતે જ નથી, પણ એ તે એ તપાસે છે કે શું એ રૂઢમૂળ થયેલ આચારપ્રથાઓ નવી અને અનિવાર્ય એવી સમસ્યાઓને ઉકેલ કરી શકે તેમ છે ? તેની તપાસ અને વિચારસરણી જાણ્યા પછી જ તે જે સિદ્ધાંતને આધારે નવા સદાચારના નિર્માણ ઉપર ભાર આપવા માગે છે તેનું બળાબળ ઠીક ઠીક આપણી સમજણમાં ઊતરે. તેથી ટૂંકમાં પ્રથમ પ્રચલિત આચાર વિશેની એની તપાસણી આપણે જાણું લઈએ.
ઈસ્લામ એક ખુદા–પ્રભુને સર્વશ્રેષ્ઠ ગણું તેની નમાજ રૂપે પાંચ વાર બંદગી કરવા ફરમાવે છે અને કુરાનની આજ્ઞાઓને પ્રાણને પણ વળગી રહેવા કહે છે. તે લગ્ન અને બીજા દુન્યવી વ્યવહારે એ જ આજ્ઞાઓમાંથી ટાવે છે; જ્યારે ખ્રિસ્તી પંથ બાઈબલ, જિસસ ક્રાઈસ્ટ અને ચર્ચની આસપાસ પિતાનું આચારવર્તુળ રચે છે. મૂર્તિવાદી મંદિર, તિલક, મૂર્તિપૂજા આદિને કેન્દ્રમાં રાખી આચારપ્રથાઓ પિષે છે; જ્યારે મૂર્તિ વિરોધી એ જ શાસ્ત્રો માનવા છતાં તદ્દન એથી ઊલટું આચારવતુંલ રચે છે. આ તે પંચપંચના ધાર્મિક ગણાતા આચારની દિશા થઈ પણ એક જ પંથને અનુસરતા કેટલાક સમાજે અને જ્ઞાતિઓમાં ઘણીવાર સામાજિક યા જ્ઞાતિગત આચારે સાવ વિરુદ્ધ જેવા પણ પ્રવર્તતા હોય છે. એક જ્ઞાતિ અબેટિયું અને
કાને જીવનધર્મ લે છે તે એના જ પંથ અને શાસ્ત્રોને અનુસરતી બીજી જ્ઞાતિને અબાટિયા કે ચકાને કશો જ વળગાડ નથી હોત. એક જ વર્ણના એક ભાગમાં પુનર્લગ્નની તદ્દન છૂટ તે બીજા ભાગમાં પુનર્લગ્ન એ સામાજિક
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
દર્શન અને ચિંતન હીણપત એક જ શાસ્ત્ર અને એક જ વર્ણના અનુયાયી અમુક સમાજના એક ભાગમાં મામા-ફઈનાં સંતાનોનું લગ્ન પવિત્ર ગણાય તો બીજા ભાગમાં તે તદ્દન કલંક ગણાય.
પંથગત અને જ્ઞાતિ-સમાજગત પરસ્પર વિરુદ્ધ જેવા દેખાતા આચાર– વ્યવહાર ઉપરાંત બધા જ પંથ, ધર્મો અને જ્ઞાતિ કે સમાજોને એકસરખી રીતે માન્ય હોય એવા પણ અનેક આચારે પ્રજાજીવનમાં પડ્યા છે; જેમ કે, ભૂતદયા–પ્રાણીમાત્ર પ્રત્યે રહેમથી વર્તવાની લાગણી, આતિથ્ય–ગમે તે આંગણે આવી પડે તે તેને સત્કાર, ઇષ્ટાપૂર્ત—સૌને ઉપયોગી થાય એ દષ્ટિએ કૂવા તળાવ આદિ નવાણ કરાવવાં, વટેમાર્ગુઓને આશ્રય અને
આરામ આપવા ધર્મશાળા અને સદાવ્રત આદિ, અનાથ માટે આશ્રમે, - બીમારે માટે સ્વાસ્થગૃહ, માંદા માટે દવાખાનાઓ અને લાચાર પશુ-પંખી
આદિ માટે પાંજરાપોળ અને શાળાએ ઇત્યાદિ. આ આચારપ્રથાઓ કાળજૂની છે અને તે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધરતી અને વિકસતી પણ રહી છે.
પંથ, સમાજ અને બહલ્સમાજના જીવનમાં ઉપરના બે આચારસ્તરે ઉપરાન્ત એક એ પણ આચારસ્તર છે કે જે સમાજ કે બૃહત્સમાજમાં દૃષ્ટિગોચર ન થાય છતાં સમાજની વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓનાં જીવનમાં એ ઓછેવત્તે અંશે પ્રવર્તતે હોય છે એનું મૂલ્ય સૌની દષ્ટિમાં વધારે અંકાય છે, એટલું જ નહિ, પણ ઉપર સૂચવેલ આચારના બને સ્તરનું પ્રાણતત્ત્વ પ્રસ્તુત ત્રીજે જ આચારસ્તર છે.
તે સ્તર એટલે ચિત્ત અને મનના મળને શેધવાનો આચાર. સંકુચિતતા, મારા-તારાપણાની વૃત્તિ, ઊંચનીચભાવના વગેરે મનના મેળો છે. એવા મળે હોય ત્યાં લગી પ્રથમ સૂચવેલ બને આચારસ્તરનું કોઈ સાચું મૂલ્ય નથી, અને આવા મળે ન હોય કે ઓછા હોય છે એટલા પ્રમાણમાં એ સુચિત બન્ને સ્તરોના ધાર્મિક, સામાજિક અને સર્વસાધારણ આચારે માનવીય ઉત્કર્ષમાં જરાય આડે આવતા નથી; એટલું જ નહિ, પણ કેટલીક વાર તે ઉપકારક પણ બને છે. અત્યાર સુધીના ભારતીય અને ઇતર લેકેના આચાર-વ્યહવારને લગતી આ ટૂંકી સૂચના થઈ.
હવે જોવાનું એ રહે છે કે અત્યારની નવી સમસ્યાઓ મુખ્ય કઈ અને તેનાં મૂળ શેમાં છે ? તેમ જ એ સમસ્યાઓને પહોંચી વળે એવો કયો
Page #3
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ સિદ્ધાંત છે કે જેના ઉપર નવા સદાચારેની માંડણું થઈ શકે? આજની નવી સમસ્યા એકસૂત્રી રાષ્ટ્રનિર્માણના વિકાસ અને તેની સ્થિરતા સાથે સંકળાયેલી છે. હવે કોઈ એક નાનમેટે પંથ કે જ્ઞાતિ સમાજ પિતાને ધાર્મિક કે સામાજિક આચાર અગર નિશ્રેયસલક્ષી ધર્મ ત્યાં લગી નિધિ પાળી કે નભાવી શકે તેમ છે જ નહિ કે જ્યાં લગી તે પિતે જેને સભ્ય છે તે રાષ્ટ્ર અને દેશના સામૂહિક હિતની દષ્ટિએ પિતાનું વર્તન ન પડે.
વિશ્વમાનવતાના વિકાસના એક પગથિયા લેખે અને ઉપસ્થિત એકતંત્રી કે એકસૂત્રી રાજીવનના નિર્વાહની દૃષ્ટિએ અત્યારની બધી જ સમસ્યાઓ પહેલાં કરતાં બહુ જટિલ અને મોટી છે. આજે એક તરફ સામ્યવાદ અને સમાજવાદ સક્રિય કામ કરતો હોય ત્યારે બીજી તરફ સાથેસાથ એકાંગી મૂડીવાદ કે વ્યક્તિગત લાભની દૃષ્ટિ અને સંગ્રહખોરી ટકી ન જ શકે તેની અથડામણ અનિવાર્ય છે. લાખો નહિ, કોડાને દલિત અને ગલિત જાણવા છતાં પિતાની જાતને ઊંચી માનવાનું વલણ હવે કદી ખટક્યા વિના રહી જ ન શકે. સીમાની પેલી પાર અને સીમાની આસપાસ કે સીમાની અંદર, ભયની આગાહીઓ થતી હોય ત્યારે, કઈ એક વ્યક્તિ, પંથ કે સમાજ ગમે તેવા રક્ષણબળથી પણ પિતાની સલામતી ન કલ્પી શકે કે ન સાચવી શકે.
ટૂંકમાં આજની આર્થિક, સામાજિક અને રાજકીય બધી સમસ્યાઓનું મૂળ, સમષ્ટિહિતની દૃષ્ટિએ મુખ્યપણે વિચાર કર્યા વિના, અંગત કે વૈયક્તિક હિતની દષ્ટિએ જ વિચાર કરવામાં અને એવા વિચારને આધારે પડેલ સંસ્કાર પ્રમાણે વર્તવામાં રહેલું છે. તે પછી પ્રશ્ન એ જ વિચારવાનું રહે છે કે એવો કે દૃષ્ટિકોણ છે કે જેને આધારે સદાચારનું નવું નિર્માણ જરૂરી છે ?
ઉત્તર જાણુ છે અને તે જમાનામાં પહેલાં અનેક સંતોએ વિચાર્યો પણ છે. દરેક પંથના મૂળમાં એનું બીજ પણ છે અને છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ એને જીવન દ્વારા મૂર્ત પણ કરેલ છે. તે સિદ્ધાન્ત એટલે પ્રત્યેક વ્યક્તિએ સમષ્ટિહિતની દષ્ટિએ જ વિચારતાં અને વર્તતાં શીખવું છે. જ્યાં જ્યાં વ્યક્તિગત અને સમષ્ટિગત હિતને વિરોધ દેખાય ત્યાં ત્યાં સમષ્ટિના લાભમાં વ્યક્તિએ અંગત લાભ જતો કરે એ જ બધી સમસ્યાઓને ઉકેલ છે. જેમ માતૃભાષા અને પ્રાંતીય ભાષાના ભેદ હોવા છતાં રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીયભાષા અનિવાર્ય રીતે આવશ્યક છે, જેમ વૈજ્ઞાનિક વિષયનું અને સત્યનું શિક્ષણ સૌને માટે એકસરખું હોય છે ને તે ઉપકારક પણ બને
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
દર્શન અને ચિંતન છે, અને આ દષ્ટિએ કેળવણીની સંસ્થાઓ બાળકેમાં સંસ્કાર પોષે છે, સમજદાર વડીલે એ રીતે બાળકને ઉછેરે છે તે જ રીતે હવે કુટુંબ, નાત, અને શિક્ષણ સંસ્થાઓ બધાં મારફત આ એક જ સંસ્કાર પિષ અને વિસાવ આવશ્યક છે કે સમષ્ટિનું હિત જોખમાય તે રીતે ન વિચારાય, ન વર્તાય. આ સંસ્કારને આધારે જ હવેના સદાચારો યોજવામાં આવે તે જ આજની જટિલ સમસ્યાઓનો કાંઈક ઉકેલ આવી શકે, અન્યથા કદી નહિ.
જેણે આત્મૌપજ્યની વાત કહી હતી અગર જેણે અતનું દર્શન કર્યું હતું કે જેણે અનાસક્ત કર્મયોગ દ્વારા લેખસંગ્રહની વાત કહી હતી તેણે તે તે જમાનામાં એક દર્શન કે એક સિદ્ધાન્ત રજૂ કર્યો હતો અને સાથે સાથે સૂચવ્યું હતું કે જે માનવજાત સુખે જીવવા માગતી હોય તો એ દર્શન અને સિદ્ધાન્ત પ્રમાણે આચારે અને વ્યવહારે યોજે. પણ દુર્દેવ એવું કે એ સિદ્ધાન્ત ખૂણે ખૂણે ગવાતા તે રહ્યા, પણ ગાનારા અને સાંભળનારા બન્નેને આચાર-વ્યવહાર ઊલટી જ દિશામાં પરિણામ ઈતિહાસે નોંધ્યાં છે અને અત્યારે પ્રત્યક્ષ છે. હવે, કાં તો એ સિદ્ધાંત વ્યવહાર્ય નથી એમ કહેવું જોઈએ અને કે તે એને મોટા પાયા ઉપર અમલી બનાવવા જોઈએ. અન્ય રાષ્ટ્રનું સંગઠન જોતાં એમ માનવાને કશું જ કારણ નથી કે તે સિદ્ધાન્ત અવ્યવહાર્ય છે. તેથી અને જીવન જીવવા માટે બીજે કંઈ રસ્તે નથી તેથી એ સિદ્ધાન્તોને વિશ્વના આચારના પાયા લેખે ધટાવવાની વાત કર્યા પહેલાં રાષ્ટ્રીય આચારના પાયા લેખે જ ઘટાવવા જોઈએ. આમાંથી જ જોઈતું ઘડતર નીપજવાનું. આ માટે કેટલાક રાષ્ટ્રીય કહી શકાય એવા આચારે છે તેની સદાચાર તરીકેની તાલીમ શરૂ કરવી જોઈએ.
સ્વતંત્રતા-દિન અને પ્રજાસત્તાકદિન જેવા કેટલાક દિવસને ભારતે પર્વનું-રાષ્ટ્રીય પર્વનું રૂપ આપ્યું છે. તે નિમિત્તે પ્રજા અને સરકારે મળી કેટલીક પ્રણાલીઓ ઊભી કરી છે, જેને રાષ્ટ્રીય આચાર જ નહિ પણ સદાચાર તરીકે ઓળખાવવામાં હરકત નથી. એ પમાં ધ્વજવંદન, રેશની, પ્રભાતફેરી, કવાયત, ખેલકૂદ આદિ વ્યાયામ, મનોરંજક કાર્યક્રમ, રાષ્ટ્રપતિ જેવાને અપાતી સલામી, મોટા પાયા ઉપર અપાતાં ખાણાં જેવી જે પ્રથાઓ શરૂ થઈ છે અને જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહભેર ભાગ લે છે યા ભાગ લેવા લલચાય એવું વાતાવરણ સર્જાય છે તે બધી પ્રથાઓ રાષ્ટ્રીય આચાર જ કહેવાય. તેમાં કોઈ એક ધર્મપંથ કે કોઈ એક સમાજ કે કોઈ એક વર્ગનું પ્રાધાન્ય નથી; તે રમગ્ર ભારતીય પ્રજાએ અનુસરવાનો એક જાતને વિધિ
Page #5
--------------------------------------------------------------------------
________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ 103 છે. તેથી એને રાષ્ટ્રીય સદાચારની પ્રતીક લેખી શકાય અને તે વખતે વ્યક્તિ રાષ્ટ્રસમષ્ટિની ભાવના પોષતી થઈ જાય એવી નેમ સ્કૂલ રીતે સેવાય છે તે અસ્થાને ન કહી શકાય. પણ અહીં જ પ્રાણપ્રશ્ન ઊઠે છે કે શું આ અને આના જેવી ગમે તેટલી રાષ્ટ્રીય આચારની પ્રણાલિકાઓ જવામાં કે પિષવામાં આવે છે તેથી ગરીબ, બેકાર, દલિત, અજ્ઞાન અને લાચાર ભારતવાસીએના મોટાભાગનું દળદર ફીટે ખરું? આને જવાબ કોઈ પણ વ્યકિત હકારમાં તે આપી નહિ જ શકે. તે પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે આવા રાષ્ટ્રીય તહેવારે વખતે સરકારે અને પ્રજાએ કઈ કઈ જાતની બીજી પ્રણાલિકાઓ સાથે સાથે મક્કમપણે તેમ જ વિચારપૂર્વક વ્યવસ્થિતપણે જવી અને પિષવી જોઈએ કે જેમાં સીધી રીતે સમષ્ટિનું હિત પોષાય અને ભારતના સૂકા હાડપિંજરમાં કાંઈક લેહી ભરાય ? આ પ્રશ્નના ઉત્તરનાં બીજે ગાંધીજીએ વેર્યા છે અવશ્ય, પણ આપણે એને પડ્યાં નથી. તેથી પરાણે રસ ઉપજાવે એવી શુષ્ક પ્રણાલિકાઓમાં દેશનું હીર ખર્ચી નાખીએ છીએ. આટલાં વર્ષો થયાં દેશ એ સ્થૂલ પ્રણાલિકાઓ પાછળ શક્તિ અને ધન ખર્ચે છે છતાં ખરું વળતર નથી મળતું એ વાત જે સાચી હોય તે રાષ્ટ્ર સ્થૂલ ઉત્સવોની સાથે સાથે સજીવ કાર્યક્રમ પણ જવા જોઈએ. . ગામડાં, શહેર અને કસબાઓ ગંદકીથી એવાં ખદબદે છે કે કઈ તટસ્થ વિદેશી એ નિહાળી એમ કહી બેસે કે હિંદી ગંદવાડ વિના જીવી જ નથી શકતો, તે એને મૃષાવાદી કહી નહિ શકાય. તેથી સફાઈને સાર્વત્રિક કાર્યક્રમ એ પ્રથમ આવશ્યકતા છે. ફૂવા તળાવ જેવાં સર્વોપરી નવાણેને દુરસ્ત અને સ્વચ્છ કરવાં એ જીવનપ્રદ છે. વિશેષ નહિ તે રાષ્ટ્રીય તહેવારોને દિવસે કઈ વૈદ્ય કે ડૉક્ટર ફ ન લે અને પૂરી કાળજી તેમ જ ચીવટથી બધા દરજજાના દરદીઓની મમતાથી સારવાર કરે. સુખી ગૃહસ્થ તે દિવસમાં સૌને મફત દવા પૂરી પાડવા યત્ન કરે. દેશમાં, ખાસ કરી ગામડાઓમાં, બનતી જીવનોપયોગી વસ્તુઓ, પછી તે ગમે તેવી રફ હોય તે પણ સ્વદેશની છે એટલા જ ખાતર એને ઉત્તેજન અપાય. શિક્ષકો ને અધ્યાપકે અભણ અને દલિત વર્ગોમાં જાતે જઈ સંપર્ક સાધી તેમના પ્રશ્નો જાતે સમજે. આ અને આના જેવા આવશ્યક સદાચારે નિયમિત રીતે ઊભા કર્યા વિના ભારત તેજસ્વી બની ન શકે. --જનકલ્યાણ સદાચાર અંક, 1953. 13