________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ 103 છે. તેથી એને રાષ્ટ્રીય સદાચારની પ્રતીક લેખી શકાય અને તે વખતે વ્યક્તિ રાષ્ટ્રસમષ્ટિની ભાવના પોષતી થઈ જાય એવી નેમ સ્કૂલ રીતે સેવાય છે તે અસ્થાને ન કહી શકાય. પણ અહીં જ પ્રાણપ્રશ્ન ઊઠે છે કે શું આ અને આના જેવી ગમે તેટલી રાષ્ટ્રીય આચારની પ્રણાલિકાઓ જવામાં કે પિષવામાં આવે છે તેથી ગરીબ, બેકાર, દલિત, અજ્ઞાન અને લાચાર ભારતવાસીએના મોટાભાગનું દળદર ફીટે ખરું? આને જવાબ કોઈ પણ વ્યકિત હકારમાં તે આપી નહિ જ શકે. તે પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે આવા રાષ્ટ્રીય તહેવારે વખતે સરકારે અને પ્રજાએ કઈ કઈ જાતની બીજી પ્રણાલિકાઓ સાથે સાથે મક્કમપણે તેમ જ વિચારપૂર્વક વ્યવસ્થિતપણે જવી અને પિષવી જોઈએ કે જેમાં સીધી રીતે સમષ્ટિનું હિત પોષાય અને ભારતના સૂકા હાડપિંજરમાં કાંઈક લેહી ભરાય ? આ પ્રશ્નના ઉત્તરનાં બીજે ગાંધીજીએ વેર્યા છે અવશ્ય, પણ આપણે એને પડ્યાં નથી. તેથી પરાણે રસ ઉપજાવે એવી શુષ્ક પ્રણાલિકાઓમાં દેશનું હીર ખર્ચી નાખીએ છીએ. આટલાં વર્ષો થયાં દેશ એ સ્થૂલ પ્રણાલિકાઓ પાછળ શક્તિ અને ધન ખર્ચે છે છતાં ખરું વળતર નથી મળતું એ વાત જે સાચી હોય તે રાષ્ટ્ર સ્થૂલ ઉત્સવોની સાથે સાથે સજીવ કાર્યક્રમ પણ જવા જોઈએ. . ગામડાં, શહેર અને કસબાઓ ગંદકીથી એવાં ખદબદે છે કે કઈ તટસ્થ વિદેશી એ નિહાળી એમ કહી બેસે કે હિંદી ગંદવાડ વિના જીવી જ નથી શકતો, તે એને મૃષાવાદી કહી નહિ શકાય. તેથી સફાઈને સાર્વત્રિક કાર્યક્રમ એ પ્રથમ આવશ્યકતા છે. ફૂવા તળાવ જેવાં સર્વોપરી નવાણેને દુરસ્ત અને સ્વચ્છ કરવાં એ જીવનપ્રદ છે. વિશેષ નહિ તે રાષ્ટ્રીય તહેવારોને દિવસે કઈ વૈદ્ય કે ડૉક્ટર ફ ન લે અને પૂરી કાળજી તેમ જ ચીવટથી બધા દરજજાના દરદીઓની મમતાથી સારવાર કરે. સુખી ગૃહસ્થ તે દિવસમાં સૌને મફત દવા પૂરી પાડવા યત્ન કરે. દેશમાં, ખાસ કરી ગામડાઓમાં, બનતી જીવનોપયોગી વસ્તુઓ, પછી તે ગમે તેવી રફ હોય તે પણ સ્વદેશની છે એટલા જ ખાતર એને ઉત્તેજન અપાય. શિક્ષકો ને અધ્યાપકે અભણ અને દલિત વર્ગોમાં જાતે જઈ સંપર્ક સાધી તેમના પ્રશ્નો જાતે સમજે. આ અને આના જેવા આવશ્યક સદાચારે નિયમિત રીતે ઊભા કર્યા વિના ભારત તેજસ્વી બની ન શકે. --જનકલ્યાણ સદાચાર અંક, 1953. 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org