Book Title: Rashtriya Sadachar ane Navnirmana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [૨૮] આજની સમસ્યાઓ વિશે વિચાર કરનાર હરેક સમજદારના મનમાં સવાલ ઊઠે છે કે આ નવી અને દિન પ્રતિદિન જીવનને વ્યાપતી એવી સમસ્યાઓ કયા પ્રકારના આચાર-વ્યવહાર કે સદાચારના નિયમથી ઉકેલાવાને સંભવ છે? અલબત્ત, આવો વિચાર કરનાર છે તે જાણે જ છે કે તે તે કાળે અને તે તે સ્થળે પંથભેદ, જ્ઞાતિભેદ અને સમાજભેદ વગેરેને લીધે અનેક આચાર સદાચારરૂપે પ્રજાજીવનમાં ઊંડાં મૂળ નાખીને પડ્યાં છે. નો. વિચારક એવા પ્રચલિત આચારોની અવગણના તે કરતે જ નથી, પણ એ તે એ તપાસે છે કે શું એ રૂઢમૂળ થયેલ આચારપ્રથાઓ નવી અને અનિવાર્ય એવી સમસ્યાઓને ઉકેલ કરી શકે તેમ છે ? તેની તપાસ અને વિચારસરણી જાણ્યા પછી જ તે જે સિદ્ધાંતને આધારે નવા સદાચારના નિર્માણ ઉપર ભાર આપવા માગે છે તેનું બળાબળ ઠીક ઠીક આપણી સમજણમાં ઊતરે. તેથી ટૂંકમાં પ્રથમ પ્રચલિત આચાર વિશેની એની તપાસણી આપણે જાણું લઈએ. ઈસ્લામ એક ખુદા–પ્રભુને સર્વશ્રેષ્ઠ ગણું તેની નમાજ રૂપે પાંચ વાર બંદગી કરવા ફરમાવે છે અને કુરાનની આજ્ઞાઓને પ્રાણને પણ વળગી રહેવા કહે છે. તે લગ્ન અને બીજા દુન્યવી વ્યવહારે એ જ આજ્ઞાઓમાંથી ટાવે છે; જ્યારે ખ્રિસ્તી પંથ બાઈબલ, જિસસ ક્રાઈસ્ટ અને ચર્ચની આસપાસ પિતાનું આચારવર્તુળ રચે છે. મૂર્તિવાદી મંદિર, તિલક, મૂર્તિપૂજા આદિને કેન્દ્રમાં રાખી આચારપ્રથાઓ પિષે છે; જ્યારે મૂર્તિ વિરોધી એ જ શાસ્ત્રો માનવા છતાં તદ્દન એથી ઊલટું આચારવતુંલ રચે છે. આ તે પંચપંચના ધાર્મિક ગણાતા આચારની દિશા થઈ પણ એક જ પંથને અનુસરતા કેટલાક સમાજે અને જ્ઞાતિઓમાં ઘણીવાર સામાજિક યા જ્ઞાતિગત આચારે સાવ વિરુદ્ધ જેવા પણ પ્રવર્તતા હોય છે. એક જ્ઞાતિ અબેટિયું અને કાને જીવનધર્મ લે છે તે એના જ પંથ અને શાસ્ત્રોને અનુસરતી બીજી જ્ઞાતિને અબાટિયા કે ચકાને કશો જ વળગાડ નથી હોત. એક જ વર્ણના એક ભાગમાં પુનર્લગ્નની તદ્દન છૂટ તે બીજા ભાગમાં પુનર્લગ્ન એ સામાજિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5