Book Title: Rashtriya Sadachar ane Navnirmana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ સિદ્ધાંત છે કે જેના ઉપર નવા સદાચારેની માંડણું થઈ શકે? આજની નવી સમસ્યા એકસૂત્રી રાષ્ટ્રનિર્માણના વિકાસ અને તેની સ્થિરતા સાથે સંકળાયેલી છે. હવે કોઈ એક નાનમેટે પંથ કે જ્ઞાતિ સમાજ પિતાને ધાર્મિક કે સામાજિક આચાર અગર નિશ્રેયસલક્ષી ધર્મ ત્યાં લગી નિધિ પાળી કે નભાવી શકે તેમ છે જ નહિ કે જ્યાં લગી તે પિતે જેને સભ્ય છે તે રાષ્ટ્ર અને દેશના સામૂહિક હિતની દષ્ટિએ પિતાનું વર્તન ન પડે. વિશ્વમાનવતાના વિકાસના એક પગથિયા લેખે અને ઉપસ્થિત એકતંત્રી કે એકસૂત્રી રાજીવનના નિર્વાહની દૃષ્ટિએ અત્યારની બધી જ સમસ્યાઓ પહેલાં કરતાં બહુ જટિલ અને મોટી છે. આજે એક તરફ સામ્યવાદ અને સમાજવાદ સક્રિય કામ કરતો હોય ત્યારે બીજી તરફ સાથેસાથ એકાંગી મૂડીવાદ કે વ્યક્તિગત લાભની દૃષ્ટિ અને સંગ્રહખોરી ટકી ન જ શકે તેની અથડામણ અનિવાર્ય છે. લાખો નહિ, કોડાને દલિત અને ગલિત જાણવા છતાં પિતાની જાતને ઊંચી માનવાનું વલણ હવે કદી ખટક્યા વિના રહી જ ન શકે. સીમાની પેલી પાર અને સીમાની આસપાસ કે સીમાની અંદર, ભયની આગાહીઓ થતી હોય ત્યારે, કઈ એક વ્યક્તિ, પંથ કે સમાજ ગમે તેવા રક્ષણબળથી પણ પિતાની સલામતી ન કલ્પી શકે કે ન સાચવી શકે. ટૂંકમાં આજની આર્થિક, સામાજિક અને રાજકીય બધી સમસ્યાઓનું મૂળ, સમષ્ટિહિતની દૃષ્ટિએ મુખ્યપણે વિચાર કર્યા વિના, અંગત કે વૈયક્તિક હિતની દષ્ટિએ જ વિચાર કરવામાં અને એવા વિચારને આધારે પડેલ સંસ્કાર પ્રમાણે વર્તવામાં રહેલું છે. તે પછી પ્રશ્ન એ જ વિચારવાનું રહે છે કે એવો કે દૃષ્ટિકોણ છે કે જેને આધારે સદાચારનું નવું નિર્માણ જરૂરી છે ? ઉત્તર જાણુ છે અને તે જમાનામાં પહેલાં અનેક સંતોએ વિચાર્યો પણ છે. દરેક પંથના મૂળમાં એનું બીજ પણ છે અને છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ એને જીવન દ્વારા મૂર્ત પણ કરેલ છે. તે સિદ્ધાન્ત એટલે પ્રત્યેક વ્યક્તિએ સમષ્ટિહિતની દષ્ટિએ જ વિચારતાં અને વર્તતાં શીખવું છે. જ્યાં જ્યાં વ્યક્તિગત અને સમષ્ટિગત હિતને વિરોધ દેખાય ત્યાં ત્યાં સમષ્ટિના લાભમાં વ્યક્તિએ અંગત લાભ જતો કરે એ જ બધી સમસ્યાઓને ઉકેલ છે. જેમ માતૃભાષા અને પ્રાંતીય ભાષાના ભેદ હોવા છતાં રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીયભાષા અનિવાર્ય રીતે આવશ્યક છે, જેમ વૈજ્ઞાનિક વિષયનું અને સત્યનું શિક્ષણ સૌને માટે એકસરખું હોય છે ને તે ઉપકારક પણ બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5