Book Title: Rashtriya Sadachar ane Navnirmana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૧૯૦ ] દર્શન અને ચિંતન હીણપત એક જ શાસ્ત્ર અને એક જ વર્ણના અનુયાયી અમુક સમાજના એક ભાગમાં મામા-ફઈનાં સંતાનોનું લગ્ન પવિત્ર ગણાય તો બીજા ભાગમાં તે તદ્દન કલંક ગણાય. પંથગત અને જ્ઞાતિ-સમાજગત પરસ્પર વિરુદ્ધ જેવા દેખાતા આચાર– વ્યવહાર ઉપરાંત બધા જ પંથ, ધર્મો અને જ્ઞાતિ કે સમાજોને એકસરખી રીતે માન્ય હોય એવા પણ અનેક આચારે પ્રજાજીવનમાં પડ્યા છે; જેમ કે, ભૂતદયા–પ્રાણીમાત્ર પ્રત્યે રહેમથી વર્તવાની લાગણી, આતિથ્ય–ગમે તે આંગણે આવી પડે તે તેને સત્કાર, ઇષ્ટાપૂર્ત—સૌને ઉપયોગી થાય એ દષ્ટિએ કૂવા તળાવ આદિ નવાણ કરાવવાં, વટેમાર્ગુઓને આશ્રય અને આરામ આપવા ધર્મશાળા અને સદાવ્રત આદિ, અનાથ માટે આશ્રમે, - બીમારે માટે સ્વાસ્થગૃહ, માંદા માટે દવાખાનાઓ અને લાચાર પશુ-પંખી આદિ માટે પાંજરાપોળ અને શાળાએ ઇત્યાદિ. આ આચારપ્રથાઓ કાળજૂની છે અને તે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધરતી અને વિકસતી પણ રહી છે. પંથ, સમાજ અને બહલ્સમાજના જીવનમાં ઉપરના બે આચારસ્તરે ઉપરાન્ત એક એ પણ આચારસ્તર છે કે જે સમાજ કે બૃહત્સમાજમાં દૃષ્ટિગોચર ન થાય છતાં સમાજની વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓનાં જીવનમાં એ ઓછેવત્તે અંશે પ્રવર્તતે હોય છે એનું મૂલ્ય સૌની દષ્ટિમાં વધારે અંકાય છે, એટલું જ નહિ, પણ ઉપર સૂચવેલ આચારના બને સ્તરનું પ્રાણતત્ત્વ પ્રસ્તુત ત્રીજે જ આચારસ્તર છે. તે સ્તર એટલે ચિત્ત અને મનના મળને શેધવાનો આચાર. સંકુચિતતા, મારા-તારાપણાની વૃત્તિ, ઊંચનીચભાવના વગેરે મનના મેળો છે. એવા મળે હોય ત્યાં લગી પ્રથમ સૂચવેલ બને આચારસ્તરનું કોઈ સાચું મૂલ્ય નથી, અને આવા મળે ન હોય કે ઓછા હોય છે એટલા પ્રમાણમાં એ સુચિત બન્ને સ્તરોના ધાર્મિક, સામાજિક અને સર્વસાધારણ આચારે માનવીય ઉત્કર્ષમાં જરાય આડે આવતા નથી; એટલું જ નહિ, પણ કેટલીક વાર તે ઉપકારક પણ બને છે. અત્યાર સુધીના ભારતીય અને ઇતર લેકેના આચાર-વ્યહવારને લગતી આ ટૂંકી સૂચના થઈ. હવે જોવાનું એ રહે છે કે અત્યારની નવી સમસ્યાઓ મુખ્ય કઈ અને તેનાં મૂળ શેમાં છે ? તેમ જ એ સમસ્યાઓને પહોંચી વળે એવો કયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5