Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૬
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન-સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુવડે, જિનદર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાઘન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98