Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 94
________________ (૩) વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસારથકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98