Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 73
________________ ૬૪ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮ (૧) સમાથાન–સદ્ગુરુ ઉવાચ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રી, પ્રાણ; આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ. પ૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98