Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 80
________________ ૭૧ જે જે કારણ બંઘનાં, તેહ બંઘનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ: તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહ્યું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંઘ ક્રોઘાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાઘશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ પર્ષદનાં અધ્યક્ષ તે, પૂછડ્યાં કરી વિચાર; તે પદની સવલઇ, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98