Book Title: Rajgruhno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ .1..1.1 - --- * * 1,1 11 10, 111111,111 11.11- .1.1111 - 11 - 1 રાજગૃહનો લેખ 380 ] ( 278 ) અવલોકન, ངག འན་ འ ག གཟའ འ འ ངའ་བབ་བཀའ་འའའའའའའགཤའམ કમથી જિનવલભ, જિનદત્ત, જિનચંદ્ર, જિનપતિ, જિનેશ્વર, જિનપ્રબોધ અને જિનચંદ્ર નામે આચાર્યો થયા. આ છેલ્લા-જિનચંદ્ર-ની પાટે જિનકુશલસૂરિ બેઠા. જેમણે વિપુલગિરિ ઉપરના મંદિરમાં પ્રથમતીર્થકરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. તેમના પછી જિનપદ, જિનલબ્ધિ અને જિનચંદ્ર નામે કમથી આચાર્યો થયા. આ જિનચંદ્રસૂરિના ઉપદેશથી, વિહારપુરનિવાસી ઉકત વચ્છરાજ અને દેવરાજ નામના ભાઈએએ પ્રસ્તુત પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું, અને ઘણું ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠિત કરાવ્યું. પ્રતિષ્ઠા, વિકમ સંવત્ 1412 ના આષાઢવદિ 6 ના દિવસે, પિતાના ગુરૂની આજ્ઞાથી ભુવનહિત નામના ઉપાધ્યાયે કરી, જેમના દીક્ષાગુરૂ તે જિનચંદ્રસૂરિ અને વિદ્યાગુરૂ જિનલબ્ધિસૂરિ હતા. આ વિચિત્રવૃત્તો (છ) વાળી પ્રશસ્તિની રચના પણ ભુવનહિત ઉપાધ્યાયે જ કરી અને શિલાપટ્ટ ઉપર પણ તેમણે જ લખી. તેને, કલાકુશલ એવા ઠકકર માહાના પુત્ર વીધા નામે શ્રાવકે પુણ્યાર્થે છેતરી. અને ગદ્યમાં પુનઃ જણાવવામાં આવ્યું છે કે-વિક્રમ સંવત્ 1412 આષાઢવદિ ૬ના દિવસે, ખરતરગચ્છના આચાર્ય જિનલબ્ધિસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના સદુપદેશથી, મત્રિવંશના મંડનભૂત એવા ઠકુર મંડનના પુત્ર નામે છે. વચ્છરાજ અને ઠ. દેવરાજ કે જેમણે, 5. હરિપ્રભગણિ, મેદસૂતિગણિ, હર્ષમૂતિગણિ અને પુણ્ય પ્રધાનગણિ સાધુઓ સાથે ભુવનહિત પાધ્યાયને પૂર્વદેશમાં વિહાર કરાવી બધા તીર્થોની યાત્રા કરાવીને સંઘને આનંદિત કર્યો, તેમના કરાવેલા શ્રી પાર્શ્વનાથના મંદિરની આ પ્રશસ્તિ પૂર્ણ થઈ. * મૂળ લેખમાં “જિનચંદ્ર' ના બદલે ત્રિનેત્ર (5, 31) પાઠ છપાલે છે. તે ભ્રમવાળે છે. બાબુ પૂરણચંદજીએ, “કેન્સરન્સ હેરલ્ડ” માં એજ પાઠ આપેલ હોવાથી અહિં પણ તે પ્રમાણે છાપવામાં આવ્યો છે. પરંતુ તેની પ્રતિકૃતિ (બીંગ) માં તપાસતાં માલુમ પડ્યું કે, ત્યાં મૂળ પાઠ “જિન” નહિં પણ “નિદ્ર” છે અને તે " વિનચન્દ્ર ' ના બદલે ભૂલથી લખાયે અથવા કોતરાયો છે. જિનચંદ્ર” શબ્દમાંથી “એ” અક્ષર છુટી જવાના લીધે આ ભ્રમિત પાઠ નિર્માણ થયો છે. 689 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5