Page #1
--------------------------------------------------------------------------
________________
રાજગૃહને શિલાલેખ
( ૩૮૦ ) પૂર્વદેશમાં આવેલા સુપ્રસિદ્ધ પ્રાચીન સ્થાન રાજગૃહથી ઉત્તર દિશામાં ૧૨ માઈલ છેટેના બિહાર નામના કસ્બામાંથી આ લેખ મળી આવ્યું છે. મૂળ આ લેખ બે શિલાઓ ઉપર કતરેલ છે જેમાંની બીજી તે ત્યાંના મથિયાન લેકે ના જૈન મંદિરની ભીંતમાં જડેલી છે અને પહેલી બાબુ ધનુલાલજી સુચતિના ઘરે હાલમાં રહેલી છે. કલકત્તાવાળા જૈન વિદ્વાન બાબુ પૂરણચંદ નાહાર M. A. B. L. આ લેખ પ્રકાશમાં આણ્ય છે અને “જેન વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી શ્રીયુત મેહનલાલ દલીચંદ B, A. LL. B. દ્વારા મળેલી લેખની છાપ (રબીંગ) ઉપરથી અત્ર છપાવવામાં
- ૧. દે. લા. જન પુસ્તકોદ્ધાર ફંડ, તરફથી પ્રકાશિત “ટ્રીરવિજયસૂરિરાત' પૃષ્ઠ ૧૫ર.
૨. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડલ દ્વારા મુકિત “જૈન રાસમાલા ભાગ ૧ “કલ્યાણુવિજયરાસ’ પૃ. ૨૩૪-૫.
૬૮૫
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન-લેખસંગ્રહ
(૨૭૬ ) [ રાજગૃહને લેખ, ૩૮૦
-----
---------
---- ----- --
મન માપની . તેની ૨ બીટ ધી શિલામાં ૧૬ લો.
આવ્યા છે. આ લેખના બાહ્યવર્ણન માટે ઉકત બાબુજી આ પ્રમાણે જણાવે છે –
આ લેખની બને શિલાઓ શ્યામ રંગની છે અને લગભગ સમાન માપની છે. બંનેની પહોળાઈ ૧૭ ઈચ અને લંબાઈ પ્રથમની ૨ ફીટ ૧૦ ઇંચ અને બીજીની ૨ ફીટ ૮ ઈંચ જેટલી છે. અક્ષરે લગભગ અર્ધા ઈંચ જેટલા હેટા છે. પહેલી શિલામાં ૧૬ લાઈને છે તથા ઉપર ડાબી બાજુએ ૨૦ પાંખડિઓનું કમળ કતરેલું છે. બીજ શિલામાં ૧૭ પંક્તિઓ કતરેલી છે. આને ઉપર નીચે કેટલેક ભાગ ખંડિત થઈ ગયો છે.”
. ' અસલમાં આ લેખ રાજગૃહના પાર્શ્વનાથના મંદિરને છે પરંતુ પાછળથી એ મંદિરમાંથી કાઢી લઈ ઉપર જણાવ્યા પ્રમાણે બિહારમાં લાવવામાં આવ્યું છે. આ લેખ ત્યાંથી કોણ (કયારે અને કયા કારણે) લાવ્યું તે જાણી શકાયું નથી.
ઉપર લખ્યા પ્રમાણે આખા લેખની એકંદર ૩૩ પંકિતઓ છે. જેમાં ચેથી પંકિતનો ઉત્તરાર્ધ, પાંચમી પંકિત પૂરી અને ૬ ઠી પંકિતને પૂર્વાદ્ધ તથા છેવટની ૩ પંક્તિઓ એટલે ભાગ ગરૂપે લખાએલે છે અને બાકી બધે પદ્યમાં છે. પદ્યની સંખ્યા ૩૮ છે. અને કમથી તસૂચક અકે મૂકેલા છે. નીચે પ્રમાણેની હકીકત એ લેખમાં સમાએલી છે.
પ્રથમના પદ્યમાં, જેમના માટે એ મંદિર બનાવવામાં આવ્યું તે પાર્શ્વનાથ તીર્થંકરની સ્તુતિ કરેલી છે. આ પછીના ત્રણ કે માં રાજગૃહ નગરનું વર્ણન આપ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કેઆ તેજ રાજગૃહ નગર છે કે જ્યાં પૂર્વે મુનિસુવ્રત (૨૦ માં) તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવલ એવાં ત્રણ કલ્યાણક થયાં હતાં,
૧ “જૈન શ્વેતાંબર કે. હેરલ્ડ ” નવેંબર ૧૯૧૬ માં તથા બાબુજીએ પ્રકટ કરેલા “નવસરુ” માં પણ આ લેખ મૂળમાત્ર પ્રકટ થઈ ચુક્યો છે.
૨ હેરલ્ડ પૃષ્ઠ ૩૭૬.
૬૮૬
Page #3
--------------------------------------------------------------------------
________________
રાજગૃહને લેખન. ૩૮૦ ]
( ર૭૭)
અવકને.
annnnnnnnnnnnna
w a
જ્યાં આગળ જય નામને ચકવત, રામ બલદેવ, લક્ષ્મણ વાસુદેવ, અને જરાસંધ પ્રતિવાસુદેવ આદિ મહેોટા સમ્રાટ થયા હતા. શ્રેણિક રાજાએ મહાવીરદેવ પાસે જ્યાં જૈનધર્મનું શ્રવણ કર્યું હતું. જૈનમંદિરેથી શોભતા એવા વિપુલ અને વૈભાર નામના બે પર્વતે જેની પૂર્વ અને પશ્ચિમમાં શેભી રહ્યા છે. આવા મહત્ત્વવાળા આ તીર્થની પ્રશંસા કેણ નહિ કરે?
પછીના ગદ્યભાગમાં, તે વખતના રાજ્યકર્તા અને રાજગૃહના અધિકારીનાં નામ આપ્યાં છે. તેમાં, સાહિપેજ તે સુરત્રાણ (બાદ. શાહ) અને તેને નીમેલ મલિકવા નામને મગધને મંડલેશ્વર (સૂ), તથા ણા દુરદીન નામને ત્યાંને કેઈ સ્થાનિક અધિકારી હતા. ૯ જાણવા જેવી બાબત એ છે કે આ છેલા મનુષ્ય પ્રસ્તુત કાર્યમાં (મંદિર બંધાવવામાં) ખાસ સહાચ્ય આપ્યું હતું. " આ કથન પછી આપેલા પાંચમા લેકથી ૧૩ માં સુધીમાં મંદિર નિર્માતાના વંશ અને કુટુંબનું વર્ણન આપ્યું છે. મંત્રી દલીયના વંશમાં સહજપાલ નામે એક પ્રખ્યાત પુરૂષ થે. તેને પુત્ર તિહપાલ, અને તિહણપાલને રહા નામે પુત્ર થયે. આ રાહાને પુત્ર ઠકકુર મંડન થશે. તેને થિદેવી નામે સુશીલ ગૃહિણી હતી. આ મંડ. નને નીચે પ્રમાણે પાંચ પુત્ર અને પત્ર વિગેરે થયાં.
- ક આ સાહિપેજ તે તુલખવંશને દિલ્લીને ફિરોજશાહ બાદશાહ છે. તે ઈ. સ. ૧૩૫૧ માં ગાદિએ આવ્યો હતો અને એકંદર ૩૭ વર્ષ રાજ્ય કરી ૧૩૮૮ ઈ. સ. માં મૃત્યુ પામ્યો હતો. તવારિખમાં જણાવ્યા પ્રમાણે તો બંગાલ અને બિહાર ઉપર તેને પૂર્ણ કાબુ થયો હોય તેમ જણાતું નથી (જુઓ . સ. સારું રચિત “હિંદુરથાની મર્યાવર તિહાસ, IT'1* સ્ત્રા' p. ૧૬૩-૪) પરંતુ આ લેખ—કે જેની મિતિ ઈ. સ. ૧૫૫ (વિ. સં. ૧૪૧૨+૫૭)ની છે,–પ્રમાણે તો તેની તે વખતે બિહાર ઉપરે સત્તા જામેલી હતી એમ સ્પષ્ટ જણાય છે. મલિક અને સદુરદીન (નસીરૂદ્દીન ? )ના નામે તવારિખમાં જડી આવતાં નથી.
૬૮૭
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૭૮)
[ રાજગૃહને લેખ.નં. ૭૮૦
હક્કર મંડન (સ્વા થિરદેવી,
સહદેવ,
કામદેવ. સહરાજ. વચ્છરાજ દેવરાજ
બેસ્ટિ બેસ્ટિ
- ૧ રાજી. ૨ પદ્મિની. ૧ રતની. ૨ વીધી. '
ધનસિંહાદિ
| | પહારાજ ઉઠર
ધર્મસિંહ ગુણરાજ
લીમરાજ. પસિંહ ઘડસિંહ, ચાચ્છારી ઠકકુર મંડનના છેલ્લા બંને પુત્રોએ આ મંદિર કરાવ્યું હતું. તથા તેમણે પૂર્વ દેશમાં જૈનધર્મની પ્રગતિ કરવા માટે યથાયોગ્ય પ્રયત્ન કર્યો હતે.
આ પછીના ભાગમાં પ્રતિષ્ઠા કર્તા તિવરની વંશાવલી આપવામાં આવી છે. અંતિમ તીર્થકર મહાવીર દેવના સિદ્ધાન્ત-શાસ્ત્રના રચયિતા સુધર્મ નામે ગણધર થયા જેઓ પ્રથમ યુગપ્રધાન હતા. તેમના વંશમાં દશપૂર્વના જ્ઞાતા વજીસ્વામી આચાર્ય થયા કે જેમનાથી વજા શાખાની શરૂઆત થઈ. તે વજી શાખાના ચાંદ્ર નામના કુલમાં ઉતસૂરિ થયા. તેમની પાટે વાદ્ધમાન આચાર્ય થયા. આ વાદ્ધમાનસૂરિ બાદ સુપ્રસિદ્ધ જિનેશ્વર નામે આચાર્ય થયા, જેમણે “ખરતર” બિરૂદ પ્રાપ્ત કર્યું, અને પછી તેમને શિષ્ય સમુદાય પણ એ નામે પ્રસિદ્ધિ પામે તેમના શિષ્ય જિનચંદ્ર થયા જેમણે “સંગરંગશાલા” નામને ગ્રંથ બનાવ્યું. તેમના શિષ્ય અભયદેવસૂરિ થયા. તેમણે મંત્રાક્ષરોના પ્રભાવથી જમીનમાંથી પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરી અને સ્થાનાંગ આદિ ૯ અગે (આગ ) ઉપર વિવરણે લખ્યાં. તેમના પછી
૬૮૮
Page #5
--------------------------------------------------------------------------
________________ .1..1.1 - --- * * 1,1 11 10, 111111,111 11.11- .1.1111 - 11 - 1 રાજગૃહનો લેખ 380 ] ( 278 ) અવલોકન, ངག འན་ འ ག གཟའ འ འ ངའ་བབ་བཀའ་འའའའའའའགཤའམ કમથી જિનવલભ, જિનદત્ત, જિનચંદ્ર, જિનપતિ, જિનેશ્વર, જિનપ્રબોધ અને જિનચંદ્ર નામે આચાર્યો થયા. આ છેલ્લા-જિનચંદ્ર-ની પાટે જિનકુશલસૂરિ બેઠા. જેમણે વિપુલગિરિ ઉપરના મંદિરમાં પ્રથમતીર્થકરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. તેમના પછી જિનપદ, જિનલબ્ધિ અને જિનચંદ્ર નામે કમથી આચાર્યો થયા. આ જિનચંદ્રસૂરિના ઉપદેશથી, વિહારપુરનિવાસી ઉકત વચ્છરાજ અને દેવરાજ નામના ભાઈએએ પ્રસ્તુત પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું, અને ઘણું ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠિત કરાવ્યું. પ્રતિષ્ઠા, વિકમ સંવત્ 1412 ના આષાઢવદિ 6 ના દિવસે, પિતાના ગુરૂની આજ્ઞાથી ભુવનહિત નામના ઉપાધ્યાયે કરી, જેમના દીક્ષાગુરૂ તે જિનચંદ્રસૂરિ અને વિદ્યાગુરૂ જિનલબ્ધિસૂરિ હતા. આ વિચિત્રવૃત્તો (છ) વાળી પ્રશસ્તિની રચના પણ ભુવનહિત ઉપાધ્યાયે જ કરી અને શિલાપટ્ટ ઉપર પણ તેમણે જ લખી. તેને, કલાકુશલ એવા ઠકકર માહાના પુત્ર વીધા નામે શ્રાવકે પુણ્યાર્થે છેતરી. અને ગદ્યમાં પુનઃ જણાવવામાં આવ્યું છે કે-વિક્રમ સંવત્ 1412 આષાઢવદિ ૬ના દિવસે, ખરતરગચ્છના આચાર્ય જિનલબ્ધિસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના સદુપદેશથી, મત્રિવંશના મંડનભૂત એવા ઠકુર મંડનના પુત્ર નામે છે. વચ્છરાજ અને ઠ. દેવરાજ કે જેમણે, 5. હરિપ્રભગણિ, મેદસૂતિગણિ, હર્ષમૂતિગણિ અને પુણ્ય પ્રધાનગણિ સાધુઓ સાથે ભુવનહિત પાધ્યાયને પૂર્વદેશમાં વિહાર કરાવી બધા તીર્થોની યાત્રા કરાવીને સંઘને આનંદિત કર્યો, તેમના કરાવેલા શ્રી પાર્શ્વનાથના મંદિરની આ પ્રશસ્તિ પૂર્ણ થઈ. * મૂળ લેખમાં “જિનચંદ્ર' ના બદલે ત્રિનેત્ર (5, 31) પાઠ છપાલે છે. તે ભ્રમવાળે છે. બાબુ પૂરણચંદજીએ, “કેન્સરન્સ હેરલ્ડ” માં એજ પાઠ આપેલ હોવાથી અહિં પણ તે પ્રમાણે છાપવામાં આવ્યો છે. પરંતુ તેની પ્રતિકૃતિ (બીંગ) માં તપાસતાં માલુમ પડ્યું કે, ત્યાં મૂળ પાઠ “જિન” નહિં પણ “નિદ્ર” છે અને તે " વિનચન્દ્ર ' ના બદલે ભૂલથી લખાયે અથવા કોતરાયો છે. જિનચંદ્ર” શબ્દમાંથી “એ” અક્ષર છુટી જવાના લીધે આ ભ્રમિત પાઠ નિર્માણ થયો છે. 689