Book Title: Rai Pratikramanni Bhavnao Author(s): Publisher: View full book textPage 4
________________ પ્રાર્થના હો! (14) તીર્થવંદના- ત્રણે લોકમાં રહેલા સર્વતીર્થો અને તેમાં રહેલાં સર્વ જિનબિંબોને અત્યંત ભક્તિ ભાવથી નમસ્કાર કરું છું. વિહરમાન વીસ તીર્થકર ભગવંતો તેમજ અઢીદ્વીપમાં રહેલા, મારા પરમ ઉપકારી ગુરૂ ભગવંત પ્રમુખ પંચાચારના પાલક અને પલાયક સર્વ ગુરૂ ભગવંતોના ગુણગ્રામ કરતો, એમના અનુગ્રહથી ભવસાગરને તરી જાઉં એવી કરૂણા કરો. (13) અઢાઈજજેસુ પછી - અઢી દ્વીપ અને પંદર કર્મભૂમિમાં રહેલા સર્વ મુનિ ભગવંતો કે જેઓ પંચ મહાવ્રત, અઢાર હજાર શીલાંગો અને પંચાચારનું નિરતિચારપણે પાલન કરી રહ્યા છે તે સર્વન અત્યંત ભકિતભાવથી, મ.વ. કાયાએ કરી, શિર નમાવી વંદન કરું છું. એવા મુનિવરોની સેવા-સુશ્રુષા- વૈયાવચ્ચ કરવા દ્વારા હું ઉત્કૃષ્ટ શ્રાવક દશા- મુનિદશા-કેવલ્યદશા- સિધ્ધ દશા પામું અને એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી, શ્રી જિનશાન પામી, કાળક્રમે સિધ્ધ-બુધ્ધ સ્વરૂપને પામો, પરંપરાએ અનંતા જીવો સિધ્ધ દશાને પામો. (16) કલ્યાણકંદની છેલ્લી થાય પછી - હે સરસ્વતિ દેવી- વાગેશ્વરી દેવી! ધન્ય છે આપની જિનભકિતને, શ્રુતભક્તિને, નિર્મળ સમ્યકત્વને અને શ્રી જિનશાસનના આરાધકોને સમાધિ-બોધિમાં સહાય કરવાની રૂડી ભાવનાને! આપને બહુમાનપૂર્વક વંદન કરું છું. મને પણ સમાધિ-બોધિમાં સહાય કરો, સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ કરાવો, જેથી સ. ચારિત્ર ગ્રહણ કરી, કાળક્રમે યથાવાત ચારિત્ર પામુ. ' (17) શ્રી સીમંધર સ્વામિનું ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી (મમધણી), * આ ભરતે આવો -મુજ હદયમંદિર પધારો); કરૂણાવંત કરૂણા કરી, અમને વંદાવો (સને વંદાવો- મારા હૃદયમાં આપશ્રી પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ ભાવ પ્રગટાવો). સકળ ભકત તમે ઘણી, જો હોવે અમ નાથ (- આપ મારા સ્વામી હો, હું તમારો દાસ છું.) ભવોભવ હું છું તારો નહિ મેલું હવે સાથ.(તમારો સાથ છોડીશ નહિ એ નિ માનો. જે આવ્યા હવે કેમ છો?) સયલ સંગ ઠંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમાની વરીશું... હે નાથા ઉપર પ્રમાણે મારાં સર્વ પાપોને આલોવતો, નિંદતો, મહંતો આપને શરણે આવ્યો છું. હે પ્રભુ હવે કરૂણા કરો કે જેથી ઉત્કૃષ્ટ સમાધિપૂર્વક દેહ છોડી, આવતા ભવમાં આપશ્રીનો પ્રત્યક્ષ યોગ પામી, આપશ્રીની નિશ્રામાં આવી, આપશ્રીના શ્રીમુખે યથાર્થ બોધ પામી, સ્વ. પરનો વિવેક પામી, તીવ્ર ત્યાગ-વૈરાગ્યનાં પરિણામ પ્રગટતાં, આપશ્રીની પાવન નિશ્રામાં, આપશ્રીની આજ્ઞારૂપે દ્રવ્ય-ભાવ સર્વવિરતિ ધારણ કરી, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અને પંચાચારનું નિરતિચારપણે પાલન કરતો, આઠે કર્મનો ક્ષય કરી, મારા અનંત અવ્યાબાધ સમાધિસુખને પામું. તેમ થતાં એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવીને, શ્રી જિનશાસન પામી, કાળક્રમે પોતાના સિધ્ધસ્વરૂપને પામો, પરંપરાએ અનંતા જીવો એ દશાને પામો. હું સર્વથા ઋણમુકત થાઉં એ જ એક માત્ર અભિલાષા. શાંતિઃ શાંતિઃ શાંતિઃPage Navigation
1 2 3 4