Book Title: Rai Pratikramanni Bhavnao Author(s): Publisher: View full book textPage 3
________________ વિરાધના થયાં હોય તે સવિ. મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ્ હે નાથા હવે કરૂણા કરો કે કાળક્રમે હું સર્વવિરતિને પામી સર્વસંવરને પામું.. (11) અભુદિઓ પછી - હે ગુરૂ ભગવંત અનંત અનંત ઉપકારી એવા આપશ્રીની જાયે - અજાયે ગયા. અહોરાત્ર દરમ્યાન, જે કોઈ આશાતના- વિરાધના-અવિનય- અભકિત, સુક્ષ્મ કે બાદર, જાયે-અજાયે કર્યા હોય, કરાવ્યાં હોય કે અનુમોઘાં હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ્ મારા સર્વ અપરાધોની ક્ષમા આપશોજી. (12) આથરિય ઉવજઝાએ પછી - અઢી દ્વીપમાં રહેલા, કોઈ પણ કુલ કે ગણના સર્વ આચાર્ય, ઉપાધ્યાય, મુનિ ભગવંતો અને સાધર્મિકોની, આ જન્મમાં કે જન્માંતરમાં પણ મારા જીવે મિથ્યાત્વના ઉદયથી કષાયભાભાવને આધિન થઈ, જે કોઈ આશાતના, વિરાધના, અભક્તિ કે અવિનય આદિ કર્યા હોય, કરાવ્યાં હોય કે અનુમોદ્યાં હોય તે સર્વ દુષ્કૃત્યોની, મારા મસ્તકે હાથ જોડીને, હું ત્રિવિધે ક્ષમા માગું છું અને તે સર્વે ને હું પણ ક્ષમા આપું છું. મારાં તે સર્વ પાપો મિથ્યા થાઓ. હવે મારામાં સમ્યકૃત્યનાં એવા ઉત્કૃષ્ટ પરિણામ પ્રગટો કે તે સર્વ મહાત્માઓની ઉત્કૃષ્ટ સેવા, સુશ્રુષા, વૈયાવચ્ચ કરવા વાળો થાઉં, એવા સુપાત્રોની આહાર, આદિ નવધા ભકિત કરવાની સુરૂચિ, સુયોગ, સુશક્તિ મને પ્રાપ્ત થાઓ જેથી એમના અનુગ્રહથી કાળક્રમે ઉત્કટ શ્રાવક દશા, મુનિ દશા,કેવલ્યદશા અને અંતે સિધ્ધ દશાને પામું. વળી અનાદિકાળથી આજ સમય પર્યંત, 84 લાખ જીવયોનિમાં રહેલા જીવોમાંથી કોઈ પણ જીવ પ્રત્યે મેં અનાદિ મિથ્યાત્વને આધીન થઈ ધર્મના નામે કે પરપદાર્થમાં માનેલ સુખના માટે થઈને જે કોઈ રીતે જિનાજ્ઞા વિરૂધ્ધ, મ.વ. કાયાથી પ્રવૃત્તિ કરી. કરાવી કે અનુમોદી હોય, તેમની જે કોઈ રીતે આશાતના-વિરાધના-અવિનયઅભકિત કર્યા હોય, તેમના દ્રવ્ય-ભાવ પ્રાણ સંતાવ્યા હોય કે જીવિતવ્યરહિત કર્યા હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ, વારંવાર હૃદયપૂર્વકના મિ. દુકકડમ્ હવે મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવ હો, તેમના હિતની નિરંતર ચિંતા હો; તેમના ગુણો અને સુખ પ્રત્યે અનાદિની અસૂયાના બદલે પ્રમોદભાવ હો; તેમના દુ:ખ અને દુર્ભાગ્ય પ્રત્યે સુક્ષ્મ રાજીપાના બદલે હૃદયપૂર્વકનાં દ્રવ્ય-ભાવ કરૂણા હો- તેઓ વહેલામાં વહેલી તકે શ્રી જિનશાસન પામી, આરાધી અનંત અવ્યાબાધ સુખને પામો; તેમજ જગતના કોઈ પણ દોષિત જીવ પ્રત્યે કે મારા અપકારી પ્રત્યે પણ, કોઈ પણ પ્રકારે તુચ્છભાવ, તિરસ્કારભાવ, વૈરભાવ કે દુર્ભાવ ન હો, પણ નિરંતર તેવા કર્માધીન જીવો પ્રત્યે મૈત્રી કરૂણાભાવ સહિત સમાધ્યસ્થભાવ હો પ્રભુ! તેમને સદબુધ્ધિ આપો કે તે જીવો વહેલામાં વહેલી તકે જિનાજ્ઞાની વિરાધનાથી પાછા ફરી, આરાધનામાં ઉજમાળ થઈ પોતાના સહજ સ્વભાવને પામે ટૂંકમાં સર્વ જીવ પ્રત્યે વ્યવહારમાં, આચરણમાં આત્મસમદર્શીત્વ ભાવ હો અને શ્રધ્ધાનમાં પરમાત્મસમદર્શીત્વ ભાવ નિરંતર હો! (13) તપચિંતવણીના કાઉસગ્ગ પાર્યા પછી - (16 નવકાર) - હે વીર પ્રભુ સાડા બાર બાર વર્ષ સુધી બાહ્ય અત્યંતર તપમાં ઉત્કૃષ્ટ વીર્ય ફોરવનાર, આપશ્રીને અત્યંત ભકિતપૂર્વક વંદન કરવા પૂર્વક, તે સર્વ તપાનુષ્ઠાનની હું હાર્દિક અનુમોદના કરું છું. આપને ધન્ય હો! અનંત કોટીવાર ધન્ય હો! તે દ્વારા ચારે ધાતકર્મનો ક્ષય કરી, અમ પામરજીવોના કલ્યાણાર્થે, અત્યંત કરૂણા કરી ધર્મતીર્થની સ્થાપના કરી, આયુષ્ય અંતે અણાહારીપદ પામીને અમને સતામાં રહેલા અમારા તે પદનું ભાન કરાવી, તેની પ્રાપ્તિ માટે માર્ગ બતાવનાર પરમ ઉપકારી એવા આપશ્રીને અનંત કોટી વાર વંદન કરું છું. તે પદ પામવા તમારી શરણે આવ્યો છું. તે માટે બાહ્યઅત્યંતર તપમાં ઉત્કૃષ્ટ વીર્ય ફોરવું એવી રૂચિ અને શકિત, આપશ્રીના અનુગ્રહથી મને પ્રાપ્ત થાઓ. બાહ્યતામાં મેં... પચ્ચકખાણ ધાર્યું છે અને અત્યંતર તપ માટે 16 નવકારનો કાઉસ્સગ્ન કર્યો છે. તેના પરિણામે મારામાં ઉત્કૃષ્ટ દ્રવ્ય-ભાવ સંકોચરૂપ નમસ્કારભાવ પ્રગટો દ્રવ્ય સંકોચરૂપે પંચ પરમે. ભગવંતોને મ.વ. કાયાથી નિરંતર નમસ્કાર હો. ભાવસંકોચ રૂપે, ચતુ:શરણના સ્વીકાર, દુષ્કૃત્યોની ગહ, સુકૃતની અનુમોદના, જીવ માત્રને ખમવા ખમાવવાપૂર્વક મૈત્રી, આદિ ચાર ભાવ અને જીવ માત્રના કલ્યાણની ભાવનાસણ પંચ પરમે-ભગવંતોની આજ્ઞાનું નિરતિચાર પાલન મ.વ. કાયાથી હો “આણાય ધમ્મો, આણાય તવો' રૂપે સર્વથા આશ્રવની નિવૃત્તિ અને સંવરનિર્જરામાં પ્રવૃત્તિ હો! આ પ્રમાણે પંચપરમે ભગવંતોને કરેલા નમસ્કાર દ્વારા ભવાંતરે શ્રી સીમંધર સ્વામિનો સાક્ષાત યોગ પામી, એમની નિશ્રામાં સર્વવિરતિ ધારણ કરી, તેમની આજ્ઞાનું સર્વાગીણ પાલન કરતાં કરતાં મારા સર્વ પાપનો નાશ થાઓ અને સત્તામાં રહેલું મારૂ સિધ્ધ પદ- અણાહારી પદ વહેલી તકે પ્રગટો, એ જ હૃદયપૂર્વકનીPage Navigation
1 2 3 4