Book Title: Rai Pratikramanni Bhavnao
Author(s): 
Publisher: 
Catalog link: https://jainqq.org/explore/249676/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ પ્રતિકમણની ભાવનાઓઃ(૧) “કુસુમિણ’ના કાઉસ્સગ પછી - હે નાથા રાત્રે કુસ્વપ્ન દરમ્યાન ચતુર્થવ્રતની ખંડના-વિરાધના થઈ હોય. કે દુ:સ્વપ્ન દરમ્યાન રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનને આધિન થઈ પંચ પરમે-ભગવંતોની આશાતના કરી હોય, આજ્ઞાની વિરાધના કરી હોય, અવિનય- અભકિત કર્યા હોય, છએ જીવ નિકાયની હિંસા કરી હોય, અઢારે પાપ સ્થાનક સેવ્યાં હોય, લીધેલાં વ્રતોની ખંડના-વિરાધના થઈ હોય, પુદ્ગલના રાગને આધિન થઈ જીવો સાથે મંદ-તીવ્ર કષાવ્ય ભાવે કે નિર્વીસ પરિણામે મ.વ.કા.થી વર્યો હોઉ, આદિ સર્વ દુષ્ટ પ્રવૃત્તિ બદલ મ.વ. કાયાએ કરી અંત: કરણપૂર્વક મિચ્છામિ દુકકડમ દઉં છું. મારા સર્વ અપરાધોની ક્ષમા આપો. એ સર્વ પાપો નાશ પામોછેવટે એના અનુબંધ નાશ પામો, જેથી તે ઉદયમાં આવે ત્યારે સમતાભાવે વેદી મારા નિષ્પાપ સ્વરૂપને પામું. (2) ચૈત્યવંદન-જગચિંતામણી - હે વિહરમાન જગનાથ, જગગુરૂ શ્રી સીમંધર, આદિ વીસ તીર્થકર ભગવંતો તથા બે હજાર કોડ કેવળી ભગવંતો તેમજ ત્રણે કાળના અનંતા તીર્થકર ભગવંતો તથા કેવલી ભગવંતો- આપ સૌને અત્યંત ભકિતભાવથી મારા નમસ્કાર હો. નમસ્કાર હો! નિરંતર આપનું અને આપશ્રીની આજ્ઞાનું શરણ હો! જાણે-અજાણયે કે પ્રમાદથી આપશ્રીની કોઈ પણ જાતની આશાતના, આદિ થયાં હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ, વારંવાર મિચ્છામિ દુકકડમ મારા સર્વ અપરાધો ક્ષમશો. (3) ભરસરની સજઝાય પછીઃ- હે શ્રી ભરત મહારાજા આદિ મહાત્માઓ તથા શ્રી સુલભાશ્રીજી આદિ મહાસતીઓ, તથા એવા અનંતા મહાત્માઓ કે જેઓ શ્રી જિનાજ્ઞાનું નિરતિચાર પાલન કરીને પોતાના અનંત, અવ્યાબાધ, શાશ્વત, સમાધિસુખને પામ્યા છે, પામી રહ્યા છે, પામશે તે સર્વેન અત્યંત ભકિતભાવથી અનંત કોટી વાર વંદન કરું છું તે સર્વ મહાત્માઓની ચરણરજ નિરંતર મારા મસ્તકે હોય તેમના ઉત્કૃષ્ટ આરાધકભાવ સહિતનાં સન્નુષ્ઠાનોની હાર્દિક અનુમોદના કરૂં છું વળી તીવ્ર વિષમ સંજોગોમાં પણ શ્રી જિનાજ્ઞાનું નિરતિચાર પાલન કરનાર મહાત્મા ગજસુકુમાર, મુનિ મેતારજજી, મહાત્મા સ્થૂલભદ્રજી, આદિની વિશેષ વિશેષ સ્તવના કરું છું. એવા મહાત્માઓની સેવા, સુશ્રુષા, વૈયાવચ્ચ તથા આહાર, આદિ દ્વારા ભક્તિ કરવાની સુરૂચિ, સુયોગ, સુશકિત મને પ્રાપ્ત થાઓ, જેથી એમના અનુગ્રહથી કાળક્રમે ઉચ્ચ શ્રાવક દશા, મુનિદશા, કૈવલ્યદશા અને અંતે સિધ્ધ દશાને પામું, અને એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવી, કાળક્રમે શ્રી જિનશાશન પામી, સિધ્ધદશા પામે હું ઋણમુકત થાઉં. (4) ઈચ્છકાર સુહરાઈ - હે મારા પરમ ઉપકારી, મુજ અશરણના શરણ, ગુરૂ ભગવંત, પરમ પુજય શ્રી આચાર્ય દેવેશજી! આપના ત્રિયોગ ત્રિકાળ સુખશાતામાં હો! આપશ્રીની સંયમયાત્રા, તપાદિ અનુષ્ઠાનો સર્વે નિરાબાધ હો, નિર્વિઘ્ન હો, સુખપૂર્વક હો. આપશ્રીની સેવા, સુશ્રુષા, વૈયાવચ્ચ અને આહાર-પાણી, આદિ દ્વારા આપની નિરંતર ભકિત કરવાનો અમુલ્ય અવસર મને કયારે પ્રાપ્ત થશે? વળી તે ધન્ય દિવસ કયારે આવશે કે નિષ્કારણ કરૂણાથી આપશ્રીએ પ્રતિબોધેલ શ્રી જિનધર્મના ફળ સ્વરૂપે સ્વ-પરનો ઉત્કૃષ્ટ વિવેક પામી, સંસાર પ્રત્યે તીવ્ર ત્યાગવૈરાગ્યનો પરિણામ પ્રગટતાં, આપશ્રીની પાવન નિશ્રામાં દ્રવ્ય-ભાવ સર્વવિરતિ ગ્રહણ કરી, નિરંતર આપશ્રીની સેવા, સુશ્રુષા, વેચાવચ્ચ, વિશ્રામણા તથા આહાર, આદિથી ભક્તિ કરતાં કરતાં, આપશ્રીની આજ્ઞાઓનું નિરંતર પાલન કરતો, નિરંતર ‘તહત્તિ' દ્વારા આપશ્રીની આજ્ઞાથી મારા રોમ રોમ, અસ્થિમિજજા, આત્માના પ્રદેશ પ્રદેશ ભાવિત થતાં, હું આપનામય કયારે થઈ જઈશ! (5) રાઈ પડિકકમણે ઠાઉં? પછીઃ- રાત્રિ દરમ્યાન અને ઉપલક્ષણથી આ ભવ અને ભવાંતરમાં પણ અનાદિ મિથ્યાત્વને આધીન થઈ, કુદેવ કુગુરૂ, કુધર્મમાં સની ભ્રાંતિને આધીન થઈ ધર્મના નામે અને દેહાત્મબુધ્ધિને આધીન થઈ, ચારે સંજ્ઞાઓને મારો સ્વભાવ માની અને પાંચે ઈંદ્રિયો તથા મનને મારૂ સ્વરૂપ માની તેના સાનુકૂળ ભોગવટામાં સુખની ભ્રાંતિને આધીન થઈ, જાણે-અજાણ્ય, છાસ્થપણાથી, પ્રમોદથી, સ્વછંદપણાથી, અનુપયોગ આદિને કારણે જે કંઈ મ.વ. કાયાથી દુષ્ટ પ્રવૃતિ કરી હોય, છ એ જીવ નિકાયના જીવોની હિંસા કરી હોય, અઢારે પાપસ્થાનક સેવ્યાં હોય, લીઘેલાં વ્રતોની ખંડના-નિરાધના કરી હોય, પંચાચારના પાલનમાં અતિચાર સેવ્યાં હોય, મોહદશાને આધિન થઈને આર્ત-રીદ્રધ્યાન સેવ્યાં હોય, પુદ્ગલરાગને આધિન થઈને જીવો સાથે વૈર ભાવે-છેષ ભાવે પરિણમીને એમના દ્રવ્ય ભાવ પ્રાણોને નિમ્પ્લસપણે દુભવ્યાં હોય કે જીવિતવ્યરહિત કર્યા હોય, આવાં સર્વ પાપો કોઈ પાસે કરાવ્યાં હોય કે કરતાને અનુમોદ્યો હોય, તે સર્વ પાપોની આત્મસાક્ષીએ સખ્ત નિંદા કરૂં Page #2 -------------------------------------------------------------------------- ________________ છું, પંચ પરમોની ભગવંતોની સાક્ષીએ સખ્ત ગહ કરું છું, તે સર્વથા હેય છે, ત્યાજય જ છે એમ નિશ્ચય કરી તે સર્વ પાપોના વારંવાર તીવ્ર પશ્ચાતાપૂર્વક મિચ્છામિ દુકકડમ્ દઉં છું (3), જેના ફળરૂપે તે સર્વ પાપો અને તેના સર્વ અનુબંધો નાશ પામો, જેથી જયારે તે ઉદયમાં આવે ત્યારે હે વીર પ્રભુ આપશ્રીની જેમ, મહાત્માશ્રી ગજસુકુમાર, મુનિ શ્રી મેતારજજી, શ્રી ખંધકમુનિ, શ્રી ઢંઢણ અણગાર, મહાત્મા સનતચક્રવર્તી, આદિની જેમ સમતાભાવે વેદી, આઠે કર્મોનો ક્ષય કરી, મારા સિધ્ધ-બુધ્ધ સ્વભાવને, આપશ્રીના અનુગ્રહથી પામું એવી કરૂણા કરો. (6) ઈચ્છામિ ઠામિ કાઉન્સીંગ:- હે ગુરૂ ભગવંતા અનાદિ અજ્ઞાનથી, અનુપયોગથી કે પ્રમાદથી જ્ઞાન, દર્શન, દેશવિરતિ ચારિત્ર, મૃતધર્મ અને સામાયિક વિષયમાં રાત્રિ દરમ્યાન મ.વ. કાયાથી, સૂત્ર વિરૂધ્ધ, માર્ગ (પરંપરા) વિરૂધ્ધ, કલ્પ - (આચાર) વિરૂધ્ધ કે કર્તવ્ય વિરૂધ્ધ જે કંઈ અતિચાર, અનિચ્છનીય એવાં દુષ્ટ ધ્યાન, દુષ્ટ ચિંતન, કે અનાચાર વડે સેવાયા હોય, તે સર્વ દ્વારા બંધાયેલાં સર્વ પાપોની તીવ્ર આલોચના કરું છું. તેમજ ત્રણ ગુપ્તિ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો ચારે પ્રકારના કષાયોને વશ થઈ મેં જે દેશથી કે સર્વથી ભંગ કર્યો હોય તે સંબંધી પણ લાગેલાં સર્વ પાપો નિષ્ફળ થાઓ તે બદલ વારંવાર મિચ્છામિ દુકકડમ, મિચ્છામિ દુકકડમ્. સિદ્ધાણં-બુધ્ધાણં પછી - શ્રી વીર પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુ પ્રમુખ વર્તમાન ચોવીશે જિનેશ્વર ભગવંત સહિત, હે અનંતા જિનરાજ! પરમ ઉપકારી એવા આપ સર્વેએ નિષ્કારણ કરૂણા કરી, ધર્મતીર્થની સ્થાપના કરી, સમસ્ત લોકાલોકના ભાવોને યથાર્થ પ્રકાશી, જગતના જીવ માત્રને અભયદાન અને ભવ્ય જીવોને અવ્યાબાધ શાશ્વત સુખનો માત્ર બતાવી પરમ ઉપકાર કર્યો છે. તે પરમ નિર્મળ શ્રુતજ્ઞાનને શ્રી ગુરૂ મુખે પામી, સ્વ-પરનો વિવેક કરી, આપશ્રીની આજ્ઞાના આરાધનરૂપે સ. ચારિત્ર સ્વીકારી, પંચાચારનું, અષ્ટપ્રવચનમાતાનું નિરતિચારપણે પાલન કરીને જે મહાત્માઓ સિધ્ધ-બુધ્ધ દશાને પામ્યા છે, તે સર્વેન, તેમની આરાધનાની અનુમોદનાપૂર્વક, અનંતા કોટીવાર વંદન કરું છું. તે સર્વની ચરણરજ નિરંતર મારી મસ્તકે હો! એમના અનુગ્રહથી હું પણ શ્રી સીમંધરસ્વામીનો પ્રત્યક્ષ યોગ પામી, એમના શ્રીમુખે યથાર્થ બોધ પામી, એમની પાવન નિશ્રામાં, એમની આજ્ઞાના આરાધનરૂપે સ. ચારિત્ર ગ્રહણ કરી, પંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા, નવતાડ વિશુધ્ધ બ્રહ્મચર્ય તથા પંચાચાર, આદિનું નિરતિચારપણે પાલન કરતો કરતો, મારા સિધ્ધ-બુધ્ધ, સ્વરૂપને પામું અને એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશીમાં આવી, શ્રી જિનશાસન પામી, કાળક્રમે સિધ્ધ બુધ્ધ સ્વરૂપને પામો. (8) વાંકણા પછી - હે પરમ ઉપકારી ગુરૂ ભગવંતા આપશ્રીના ચરણને કરેલા સ્પર્શ વડે આપશ્રીને કંઈ કષ્ટ-દુ:ખ થયું હોય તેની ક્ષમા માગું છું. આપશ્રીને રાત્રી બહુ સુખપૂર્વક પસાર થઈ? આપશ્રીની સંયમયાત્રા સુખરૂપ ચાલે છે ને? મન, ઈંદ્રિયો, આદિ વ્યાકુળતા રહિત છે ને? આ મૂઢ પાપીએ આપશ્રીની રાત્રિ દરમ્યાન જાયે, અજાયે, કષાયભાવને આધિન થઈને, મારા મ.વ. કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે, કોઈ પણ સમયે, તેત્રીસ આશાતનામાંથી જે કોઈ પણ આશાતના કરી હોય, આશ્રીની આજ્ઞાની વિરાધના કરી હોય કે આપશ્રીનો અવિનય કર્યો હોય તે સર્વ મ. વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ્. એ સર્વ પાપોથી હું પાછો ફરું છું, તેની મારા આત્મસાક્ષીએ સખ્ત નિંદા કરું છું, આપશ્રીની સાક્ષીએ તે સર્વની અત્યંત ગહ કરું છું અને એવા મારા દુષ્ટ આત્મભાવને સર્વધા વોસિરાવું છું. આપશ્રી મારા સર્વ અપરાધોની ક્ષમા આપો એ જ વિનંતી. (9) સવ્વસવિ રાઈએ પછી * નં.૫ પ્રમાણે. (10) વંદિત્ત સૂત્ર પછી.. હે શ્રી મહાવીર સ્વામી પ્રમુખ ચોવીશે જિનેશ્વર ભગવંતો! તીર્થ સ્થાપના કરી, અનંતા અનંત ઉપકાર કરનારા આપ સર્વેન અત્યંત ભકિતભાવપૂર્વક કોટી કોટી વંદન કરું છું. જે જે જીવો આપશ્રીના શાસનને પામી, આપશ્રીની આજ્ઞા પ્રમાણે વ્રતાદિનું રૂડી રીતે પાલન કરી, પોતાના અનંત અવ્યાબાધ સુખને પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે તે સર્વન, એમના આરાધકભાવની અનુમોદના કરતો, અત્યંત બહુમાનપૂર્વક વંદના કરું છું. મારા મહત મહત પુણ્યના ઉદયથી હે વીર પ્રભુ મને આપશ્રીનું પરમ તારક શાસન મળ્યું, આપશ્રીની આજ્ઞામાં રહેલા આત્મજ્ઞાની ગીતાર્થ શ્રી ગુરૂ ભગવંતો મળ્યા કે જેમણે નિષ્કારણ કરૂણા કરી મારામાં વ્યવહાર સમ્યકત્વના પરિણામ પ્રગટાવ્યા, સદેવ- સધર્મ- સદ્ગુરૂનું સ્વરૂપ સમજાવી એમનો આશ્રય કરાવ્યો અને સ્વપરનો વિવેક કરાવી, સ્વ. સ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે સર્વવિરતિને ધારણ કરવાને અસમર્થ એવા મને દેશ વિરતિનાં મારી શક્તિ પ્રમાણે વ્રતો ઉચ્ચરાવી, મારા પર અત્યંત કરૂણા કરી. તે વ્રતોના પાલનમાં જે કંઈ ખંડના Page #3 -------------------------------------------------------------------------- ________________ વિરાધના થયાં હોય તે સવિ. મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ્ હે નાથા હવે કરૂણા કરો કે કાળક્રમે હું સર્વવિરતિને પામી સર્વસંવરને પામું.. (11) અભુદિઓ પછી - હે ગુરૂ ભગવંત અનંત અનંત ઉપકારી એવા આપશ્રીની જાયે - અજાયે ગયા. અહોરાત્ર દરમ્યાન, જે કોઈ આશાતના- વિરાધના-અવિનય- અભકિત, સુક્ષ્મ કે બાદર, જાયે-અજાયે કર્યા હોય, કરાવ્યાં હોય કે અનુમોઘાં હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ્ મારા સર્વ અપરાધોની ક્ષમા આપશોજી. (12) આથરિય ઉવજઝાએ પછી - અઢી દ્વીપમાં રહેલા, કોઈ પણ કુલ કે ગણના સર્વ આચાર્ય, ઉપાધ્યાય, મુનિ ભગવંતો અને સાધર્મિકોની, આ જન્મમાં કે જન્માંતરમાં પણ મારા જીવે મિથ્યાત્વના ઉદયથી કષાયભાભાવને આધિન થઈ, જે કોઈ આશાતના, વિરાધના, અભક્તિ કે અવિનય આદિ કર્યા હોય, કરાવ્યાં હોય કે અનુમોદ્યાં હોય તે સર્વ દુષ્કૃત્યોની, મારા મસ્તકે હાથ જોડીને, હું ત્રિવિધે ક્ષમા માગું છું અને તે સર્વે ને હું પણ ક્ષમા આપું છું. મારાં તે સર્વ પાપો મિથ્યા થાઓ. હવે મારામાં સમ્યકૃત્યનાં એવા ઉત્કૃષ્ટ પરિણામ પ્રગટો કે તે સર્વ મહાત્માઓની ઉત્કૃષ્ટ સેવા, સુશ્રુષા, વૈયાવચ્ચ કરવા વાળો થાઉં, એવા સુપાત્રોની આહાર, આદિ નવધા ભકિત કરવાની સુરૂચિ, સુયોગ, સુશક્તિ મને પ્રાપ્ત થાઓ જેથી એમના અનુગ્રહથી કાળક્રમે ઉત્કટ શ્રાવક દશા, મુનિ દશા,કેવલ્યદશા અને અંતે સિધ્ધ દશાને પામું. વળી અનાદિકાળથી આજ સમય પર્યંત, 84 લાખ જીવયોનિમાં રહેલા જીવોમાંથી કોઈ પણ જીવ પ્રત્યે મેં અનાદિ મિથ્યાત્વને આધીન થઈ ધર્મના નામે કે પરપદાર્થમાં માનેલ સુખના માટે થઈને જે કોઈ રીતે જિનાજ્ઞા વિરૂધ્ધ, મ.વ. કાયાથી પ્રવૃત્તિ કરી. કરાવી કે અનુમોદી હોય, તેમની જે કોઈ રીતે આશાતના-વિરાધના-અવિનયઅભકિત કર્યા હોય, તેમના દ્રવ્ય-ભાવ પ્રાણ સંતાવ્યા હોય કે જીવિતવ્યરહિત કર્યા હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ, વારંવાર હૃદયપૂર્વકના મિ. દુકકડમ્ હવે મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવ હો, તેમના હિતની નિરંતર ચિંતા હો; તેમના ગુણો અને સુખ પ્રત્યે અનાદિની અસૂયાના બદલે પ્રમોદભાવ હો; તેમના દુ:ખ અને દુર્ભાગ્ય પ્રત્યે સુક્ષ્મ રાજીપાના બદલે હૃદયપૂર્વકનાં દ્રવ્ય-ભાવ કરૂણા હો- તેઓ વહેલામાં વહેલી તકે શ્રી જિનશાસન પામી, આરાધી અનંત અવ્યાબાધ સુખને પામો; તેમજ જગતના કોઈ પણ દોષિત જીવ પ્રત્યે કે મારા અપકારી પ્રત્યે પણ, કોઈ પણ પ્રકારે તુચ્છભાવ, તિરસ્કારભાવ, વૈરભાવ કે દુર્ભાવ ન હો, પણ નિરંતર તેવા કર્માધીન જીવો પ્રત્યે મૈત્રી કરૂણાભાવ સહિત સમાધ્યસ્થભાવ હો પ્રભુ! તેમને સદબુધ્ધિ આપો કે તે જીવો વહેલામાં વહેલી તકે જિનાજ્ઞાની વિરાધનાથી પાછા ફરી, આરાધનામાં ઉજમાળ થઈ પોતાના સહજ સ્વભાવને પામે ટૂંકમાં સર્વ જીવ પ્રત્યે વ્યવહારમાં, આચરણમાં આત્મસમદર્શીત્વ ભાવ હો અને શ્રધ્ધાનમાં પરમાત્મસમદર્શીત્વ ભાવ નિરંતર હો! (13) તપચિંતવણીના કાઉસગ્ગ પાર્યા પછી - (16 નવકાર) - હે વીર પ્રભુ સાડા બાર બાર વર્ષ સુધી બાહ્ય અત્યંતર તપમાં ઉત્કૃષ્ટ વીર્ય ફોરવનાર, આપશ્રીને અત્યંત ભકિતપૂર્વક વંદન કરવા પૂર્વક, તે સર્વ તપાનુષ્ઠાનની હું હાર્દિક અનુમોદના કરું છું. આપને ધન્ય હો! અનંત કોટીવાર ધન્ય હો! તે દ્વારા ચારે ધાતકર્મનો ક્ષય કરી, અમ પામરજીવોના કલ્યાણાર્થે, અત્યંત કરૂણા કરી ધર્મતીર્થની સ્થાપના કરી, આયુષ્ય અંતે અણાહારીપદ પામીને અમને સતામાં રહેલા અમારા તે પદનું ભાન કરાવી, તેની પ્રાપ્તિ માટે માર્ગ બતાવનાર પરમ ઉપકારી એવા આપશ્રીને અનંત કોટી વાર વંદન કરું છું. તે પદ પામવા તમારી શરણે આવ્યો છું. તે માટે બાહ્યઅત્યંતર તપમાં ઉત્કૃષ્ટ વીર્ય ફોરવું એવી રૂચિ અને શકિત, આપશ્રીના અનુગ્રહથી મને પ્રાપ્ત થાઓ. બાહ્યતામાં મેં... પચ્ચકખાણ ધાર્યું છે અને અત્યંતર તપ માટે 16 નવકારનો કાઉસ્સગ્ન કર્યો છે. તેના પરિણામે મારામાં ઉત્કૃષ્ટ દ્રવ્ય-ભાવ સંકોચરૂપ નમસ્કારભાવ પ્રગટો દ્રવ્ય સંકોચરૂપે પંચ પરમે. ભગવંતોને મ.વ. કાયાથી નિરંતર નમસ્કાર હો. ભાવસંકોચ રૂપે, ચતુ:શરણના સ્વીકાર, દુષ્કૃત્યોની ગહ, સુકૃતની અનુમોદના, જીવ માત્રને ખમવા ખમાવવાપૂર્વક મૈત્રી, આદિ ચાર ભાવ અને જીવ માત્રના કલ્યાણની ભાવનાસણ પંચ પરમે-ભગવંતોની આજ્ઞાનું નિરતિચાર પાલન મ.વ. કાયાથી હો “આણાય ધમ્મો, આણાય તવો' રૂપે સર્વથા આશ્રવની નિવૃત્તિ અને સંવરનિર્જરામાં પ્રવૃત્તિ હો! આ પ્રમાણે પંચપરમે ભગવંતોને કરેલા નમસ્કાર દ્વારા ભવાંતરે શ્રી સીમંધર સ્વામિનો સાક્ષાત યોગ પામી, એમની નિશ્રામાં સર્વવિરતિ ધારણ કરી, તેમની આજ્ઞાનું સર્વાગીણ પાલન કરતાં કરતાં મારા સર્વ પાપનો નાશ થાઓ અને સત્તામાં રહેલું મારૂ સિધ્ધ પદ- અણાહારી પદ વહેલી તકે પ્રગટો, એ જ હૃદયપૂર્વકની Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના હો! (14) તીર્થવંદના- ત્રણે લોકમાં રહેલા સર્વતીર્થો અને તેમાં રહેલાં સર્વ જિનબિંબોને અત્યંત ભક્તિ ભાવથી નમસ્કાર કરું છું. વિહરમાન વીસ તીર્થકર ભગવંતો તેમજ અઢીદ્વીપમાં રહેલા, મારા પરમ ઉપકારી ગુરૂ ભગવંત પ્રમુખ પંચાચારના પાલક અને પલાયક સર્વ ગુરૂ ભગવંતોના ગુણગ્રામ કરતો, એમના અનુગ્રહથી ભવસાગરને તરી જાઉં એવી કરૂણા કરો. (13) અઢાઈજજેસુ પછી - અઢી દ્વીપ અને પંદર કર્મભૂમિમાં રહેલા સર્વ મુનિ ભગવંતો કે જેઓ પંચ મહાવ્રત, અઢાર હજાર શીલાંગો અને પંચાચારનું નિરતિચારપણે પાલન કરી રહ્યા છે તે સર્વન અત્યંત ભકિતભાવથી, મ.વ. કાયાએ કરી, શિર નમાવી વંદન કરું છું. એવા મુનિવરોની સેવા-સુશ્રુષા- વૈયાવચ્ચ કરવા દ્વારા હું ઉત્કૃષ્ટ શ્રાવક દશા- મુનિદશા-કેવલ્યદશા- સિધ્ધ દશા પામું અને એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી, શ્રી જિનશાન પામી, કાળક્રમે સિધ્ધ-બુધ્ધ સ્વરૂપને પામો, પરંપરાએ અનંતા જીવો સિધ્ધ દશાને પામો. (16) કલ્યાણકંદની છેલ્લી થાય પછી - હે સરસ્વતિ દેવી- વાગેશ્વરી દેવી! ધન્ય છે આપની જિનભકિતને, શ્રુતભક્તિને, નિર્મળ સમ્યકત્વને અને શ્રી જિનશાસનના આરાધકોને સમાધિ-બોધિમાં સહાય કરવાની રૂડી ભાવનાને! આપને બહુમાનપૂર્વક વંદન કરું છું. મને પણ સમાધિ-બોધિમાં સહાય કરો, સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ કરાવો, જેથી સ. ચારિત્ર ગ્રહણ કરી, કાળક્રમે યથાવાત ચારિત્ર પામુ. ' (17) શ્રી સીમંધર સ્વામિનું ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી (મમધણી), * આ ભરતે આવો -મુજ હદયમંદિર પધારો); કરૂણાવંત કરૂણા કરી, અમને વંદાવો (સને વંદાવો- મારા હૃદયમાં આપશ્રી પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ ભાવ પ્રગટાવો). સકળ ભકત તમે ઘણી, જો હોવે અમ નાથ (- આપ મારા સ્વામી હો, હું તમારો દાસ છું.) ભવોભવ હું છું તારો નહિ મેલું હવે સાથ.(તમારો સાથ છોડીશ નહિ એ નિ માનો. જે આવ્યા હવે કેમ છો?) સયલ સંગ ઠંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમાની વરીશું... હે નાથા ઉપર પ્રમાણે મારાં સર્વ પાપોને આલોવતો, નિંદતો, મહંતો આપને શરણે આવ્યો છું. હે પ્રભુ હવે કરૂણા કરો કે જેથી ઉત્કૃષ્ટ સમાધિપૂર્વક દેહ છોડી, આવતા ભવમાં આપશ્રીનો પ્રત્યક્ષ યોગ પામી, આપશ્રીની નિશ્રામાં આવી, આપશ્રીના શ્રીમુખે યથાર્થ બોધ પામી, સ્વ. પરનો વિવેક પામી, તીવ્ર ત્યાગ-વૈરાગ્યનાં પરિણામ પ્રગટતાં, આપશ્રીની પાવન નિશ્રામાં, આપશ્રીની આજ્ઞારૂપે દ્રવ્ય-ભાવ સર્વવિરતિ ધારણ કરી, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અને પંચાચારનું નિરતિચારપણે પાલન કરતો, આઠે કર્મનો ક્ષય કરી, મારા અનંત અવ્યાબાધ સમાધિસુખને પામું. તેમ થતાં એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવીને, શ્રી જિનશાસન પામી, કાળક્રમે પોતાના સિધ્ધસ્વરૂપને પામો, પરંપરાએ અનંતા જીવો એ દશાને પામો. હું સર્વથા ઋણમુકત થાઉં એ જ એક માત્ર અભિલાષા. શાંતિઃ શાંતિઃ શાંતિઃ