Book Title: Rai Pratikramanni Bhavnao Author(s): Publisher: View full book textPage 1
________________ શ્રી રાઈ પ્રતિકમણની ભાવનાઓઃ(૧) “કુસુમિણ’ના કાઉસ્સગ પછી - હે નાથા રાત્રે કુસ્વપ્ન દરમ્યાન ચતુર્થવ્રતની ખંડના-વિરાધના થઈ હોય. કે દુ:સ્વપ્ન દરમ્યાન રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનને આધિન થઈ પંચ પરમે-ભગવંતોની આશાતના કરી હોય, આજ્ઞાની વિરાધના કરી હોય, અવિનય- અભકિત કર્યા હોય, છએ જીવ નિકાયની હિંસા કરી હોય, અઢારે પાપ સ્થાનક સેવ્યાં હોય, લીધેલાં વ્રતોની ખંડના-વિરાધના થઈ હોય, પુદ્ગલના રાગને આધિન થઈ જીવો સાથે મંદ-તીવ્ર કષાવ્ય ભાવે કે નિર્વીસ પરિણામે મ.વ.કા.થી વર્યો હોઉ, આદિ સર્વ દુષ્ટ પ્રવૃત્તિ બદલ મ.વ. કાયાએ કરી અંત: કરણપૂર્વક મિચ્છામિ દુકકડમ દઉં છું. મારા સર્વ અપરાધોની ક્ષમા આપો. એ સર્વ પાપો નાશ પામોછેવટે એના અનુબંધ નાશ પામો, જેથી તે ઉદયમાં આવે ત્યારે સમતાભાવે વેદી મારા નિષ્પાપ સ્વરૂપને પામું. (2) ચૈત્યવંદન-જગચિંતામણી - હે વિહરમાન જગનાથ, જગગુરૂ શ્રી સીમંધર, આદિ વીસ તીર્થકર ભગવંતો તથા બે હજાર કોડ કેવળી ભગવંતો તેમજ ત્રણે કાળના અનંતા તીર્થકર ભગવંતો તથા કેવલી ભગવંતો- આપ સૌને અત્યંત ભકિતભાવથી મારા નમસ્કાર હો. નમસ્કાર હો! નિરંતર આપનું અને આપશ્રીની આજ્ઞાનું શરણ હો! જાણે-અજાણયે કે પ્રમાદથી આપશ્રીની કોઈ પણ જાતની આશાતના, આદિ થયાં હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ, વારંવાર મિચ્છામિ દુકકડમ મારા સર્વ અપરાધો ક્ષમશો. (3) ભરસરની સજઝાય પછીઃ- હે શ્રી ભરત મહારાજા આદિ મહાત્માઓ તથા શ્રી સુલભાશ્રીજી આદિ મહાસતીઓ, તથા એવા અનંતા મહાત્માઓ કે જેઓ શ્રી જિનાજ્ઞાનું નિરતિચાર પાલન કરીને પોતાના અનંત, અવ્યાબાધ, શાશ્વત, સમાધિસુખને પામ્યા છે, પામી રહ્યા છે, પામશે તે સર્વેન અત્યંત ભકિતભાવથી અનંત કોટી વાર વંદન કરું છું તે સર્વ મહાત્માઓની ચરણરજ નિરંતર મારા મસ્તકે હોય તેમના ઉત્કૃષ્ટ આરાધકભાવ સહિતનાં સન્નુષ્ઠાનોની હાર્દિક અનુમોદના કરૂં છું વળી તીવ્ર વિષમ સંજોગોમાં પણ શ્રી જિનાજ્ઞાનું નિરતિચાર પાલન કરનાર મહાત્મા ગજસુકુમાર, મુનિ મેતારજજી, મહાત્મા સ્થૂલભદ્રજી, આદિની વિશેષ વિશેષ સ્તવના કરું છું. એવા મહાત્માઓની સેવા, સુશ્રુષા, વૈયાવચ્ચ તથા આહાર, આદિ દ્વારા ભક્તિ કરવાની સુરૂચિ, સુયોગ, સુશકિત મને પ્રાપ્ત થાઓ, જેથી એમના અનુગ્રહથી કાળક્રમે ઉચ્ચ શ્રાવક દશા, મુનિદશા, કૈવલ્યદશા અને અંતે સિધ્ધ દશાને પામું, અને એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવી, કાળક્રમે શ્રી જિનશાશન પામી, સિધ્ધદશા પામે હું ઋણમુકત થાઉં. (4) ઈચ્છકાર સુહરાઈ - હે મારા પરમ ઉપકારી, મુજ અશરણના શરણ, ગુરૂ ભગવંત, પરમ પુજય શ્રી આચાર્ય દેવેશજી! આપના ત્રિયોગ ત્રિકાળ સુખશાતામાં હો! આપશ્રીની સંયમયાત્રા, તપાદિ અનુષ્ઠાનો સર્વે નિરાબાધ હો, નિર્વિઘ્ન હો, સુખપૂર્વક હો. આપશ્રીની સેવા, સુશ્રુષા, વૈયાવચ્ચ અને આહાર-પાણી, આદિ દ્વારા આપની નિરંતર ભકિત કરવાનો અમુલ્ય અવસર મને કયારે પ્રાપ્ત થશે? વળી તે ધન્ય દિવસ કયારે આવશે કે નિષ્કારણ કરૂણાથી આપશ્રીએ પ્રતિબોધેલ શ્રી જિનધર્મના ફળ સ્વરૂપે સ્વ-પરનો ઉત્કૃષ્ટ વિવેક પામી, સંસાર પ્રત્યે તીવ્ર ત્યાગવૈરાગ્યનો પરિણામ પ્રગટતાં, આપશ્રીની પાવન નિશ્રામાં દ્રવ્ય-ભાવ સર્વવિરતિ ગ્રહણ કરી, નિરંતર આપશ્રીની સેવા, સુશ્રુષા, વેચાવચ્ચ, વિશ્રામણા તથા આહાર, આદિથી ભક્તિ કરતાં કરતાં, આપશ્રીની આજ્ઞાઓનું નિરંતર પાલન કરતો, નિરંતર ‘તહત્તિ' દ્વારા આપશ્રીની આજ્ઞાથી મારા રોમ રોમ, અસ્થિમિજજા, આત્માના પ્રદેશ પ્રદેશ ભાવિત થતાં, હું આપનામય કયારે થઈ જઈશ! (5) રાઈ પડિકકમણે ઠાઉં? પછીઃ- રાત્રિ દરમ્યાન અને ઉપલક્ષણથી આ ભવ અને ભવાંતરમાં પણ અનાદિ મિથ્યાત્વને આધીન થઈ, કુદેવ કુગુરૂ, કુધર્મમાં સની ભ્રાંતિને આધીન થઈ ધર્મના નામે અને દેહાત્મબુધ્ધિને આધીન થઈ, ચારે સંજ્ઞાઓને મારો સ્વભાવ માની અને પાંચે ઈંદ્રિયો તથા મનને મારૂ સ્વરૂપ માની તેના સાનુકૂળ ભોગવટામાં સુખની ભ્રાંતિને આધીન થઈ, જાણે-અજાણ્ય, છાસ્થપણાથી, પ્રમોદથી, સ્વછંદપણાથી, અનુપયોગ આદિને કારણે જે કંઈ મ.વ. કાયાથી દુષ્ટ પ્રવૃતિ કરી હોય, છ એ જીવ નિકાયના જીવોની હિંસા કરી હોય, અઢારે પાપસ્થાનક સેવ્યાં હોય, લીઘેલાં વ્રતોની ખંડના-નિરાધના કરી હોય, પંચાચારના પાલનમાં અતિચાર સેવ્યાં હોય, મોહદશાને આધિન થઈને આર્ત-રીદ્રધ્યાન સેવ્યાં હોય, પુદ્ગલરાગને આધિન થઈને જીવો સાથે વૈર ભાવે-છેષ ભાવે પરિણમીને એમના દ્રવ્ય ભાવ પ્રાણોને નિમ્પ્લસપણે દુભવ્યાં હોય કે જીવિતવ્યરહિત કર્યા હોય, આવાં સર્વ પાપો કોઈ પાસે કરાવ્યાં હોય કે કરતાને અનુમોદ્યો હોય, તે સર્વ પાપોની આત્મસાક્ષીએ સખ્ત નિંદા કરૂંPage Navigation
1 2 3 4