Book Title: Rai Pratikramanni Bhavnao Author(s): Publisher: View full book textPage 2
________________ છું, પંચ પરમોની ભગવંતોની સાક્ષીએ સખ્ત ગહ કરું છું, તે સર્વથા હેય છે, ત્યાજય જ છે એમ નિશ્ચય કરી તે સર્વ પાપોના વારંવાર તીવ્ર પશ્ચાતાપૂર્વક મિચ્છામિ દુકકડમ્ દઉં છું (3), જેના ફળરૂપે તે સર્વ પાપો અને તેના સર્વ અનુબંધો નાશ પામો, જેથી જયારે તે ઉદયમાં આવે ત્યારે હે વીર પ્રભુ આપશ્રીની જેમ, મહાત્માશ્રી ગજસુકુમાર, મુનિ શ્રી મેતારજજી, શ્રી ખંધકમુનિ, શ્રી ઢંઢણ અણગાર, મહાત્મા સનતચક્રવર્તી, આદિની જેમ સમતાભાવે વેદી, આઠે કર્મોનો ક્ષય કરી, મારા સિધ્ધ-બુધ્ધ સ્વભાવને, આપશ્રીના અનુગ્રહથી પામું એવી કરૂણા કરો. (6) ઈચ્છામિ ઠામિ કાઉન્સીંગ:- હે ગુરૂ ભગવંતા અનાદિ અજ્ઞાનથી, અનુપયોગથી કે પ્રમાદથી જ્ઞાન, દર્શન, દેશવિરતિ ચારિત્ર, મૃતધર્મ અને સામાયિક વિષયમાં રાત્રિ દરમ્યાન મ.વ. કાયાથી, સૂત્ર વિરૂધ્ધ, માર્ગ (પરંપરા) વિરૂધ્ધ, કલ્પ - (આચાર) વિરૂધ્ધ કે કર્તવ્ય વિરૂધ્ધ જે કંઈ અતિચાર, અનિચ્છનીય એવાં દુષ્ટ ધ્યાન, દુષ્ટ ચિંતન, કે અનાચાર વડે સેવાયા હોય, તે સર્વ દ્વારા બંધાયેલાં સર્વ પાપોની તીવ્ર આલોચના કરું છું. તેમજ ત્રણ ગુપ્તિ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો ચારે પ્રકારના કષાયોને વશ થઈ મેં જે દેશથી કે સર્વથી ભંગ કર્યો હોય તે સંબંધી પણ લાગેલાં સર્વ પાપો નિષ્ફળ થાઓ તે બદલ વારંવાર મિચ્છામિ દુકકડમ, મિચ્છામિ દુકકડમ્. સિદ્ધાણં-બુધ્ધાણં પછી - શ્રી વીર પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુ પ્રમુખ વર્તમાન ચોવીશે જિનેશ્વર ભગવંત સહિત, હે અનંતા જિનરાજ! પરમ ઉપકારી એવા આપ સર્વેએ નિષ્કારણ કરૂણા કરી, ધર્મતીર્થની સ્થાપના કરી, સમસ્ત લોકાલોકના ભાવોને યથાર્થ પ્રકાશી, જગતના જીવ માત્રને અભયદાન અને ભવ્ય જીવોને અવ્યાબાધ શાશ્વત સુખનો માત્ર બતાવી પરમ ઉપકાર કર્યો છે. તે પરમ નિર્મળ શ્રુતજ્ઞાનને શ્રી ગુરૂ મુખે પામી, સ્વ-પરનો વિવેક કરી, આપશ્રીની આજ્ઞાના આરાધનરૂપે સ. ચારિત્ર સ્વીકારી, પંચાચારનું, અષ્ટપ્રવચનમાતાનું નિરતિચારપણે પાલન કરીને જે મહાત્માઓ સિધ્ધ-બુધ્ધ દશાને પામ્યા છે, તે સર્વેન, તેમની આરાધનાની અનુમોદનાપૂર્વક, અનંતા કોટીવાર વંદન કરું છું. તે સર્વની ચરણરજ નિરંતર મારી મસ્તકે હો! એમના અનુગ્રહથી હું પણ શ્રી સીમંધરસ્વામીનો પ્રત્યક્ષ યોગ પામી, એમના શ્રીમુખે યથાર્થ બોધ પામી, એમની પાવન નિશ્રામાં, એમની આજ્ઞાના આરાધનરૂપે સ. ચારિત્ર ગ્રહણ કરી, પંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા, નવતાડ વિશુધ્ધ બ્રહ્મચર્ય તથા પંચાચાર, આદિનું નિરતિચારપણે પાલન કરતો કરતો, મારા સિધ્ધ-બુધ્ધ, સ્વરૂપને પામું અને એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશીમાં આવી, શ્રી જિનશાસન પામી, કાળક્રમે સિધ્ધ બુધ્ધ સ્વરૂપને પામો. (8) વાંકણા પછી - હે પરમ ઉપકારી ગુરૂ ભગવંતા આપશ્રીના ચરણને કરેલા સ્પર્શ વડે આપશ્રીને કંઈ કષ્ટ-દુ:ખ થયું હોય તેની ક્ષમા માગું છું. આપશ્રીને રાત્રી બહુ સુખપૂર્વક પસાર થઈ? આપશ્રીની સંયમયાત્રા સુખરૂપ ચાલે છે ને? મન, ઈંદ્રિયો, આદિ વ્યાકુળતા રહિત છે ને? આ મૂઢ પાપીએ આપશ્રીની રાત્રિ દરમ્યાન જાયે, અજાયે, કષાયભાવને આધિન થઈને, મારા મ.વ. કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે, કોઈ પણ સમયે, તેત્રીસ આશાતનામાંથી જે કોઈ પણ આશાતના કરી હોય, આશ્રીની આજ્ઞાની વિરાધના કરી હોય કે આપશ્રીનો અવિનય કર્યો હોય તે સર્વ મ. વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ્. એ સર્વ પાપોથી હું પાછો ફરું છું, તેની મારા આત્મસાક્ષીએ સખ્ત નિંદા કરું છું, આપશ્રીની સાક્ષીએ તે સર્વની અત્યંત ગહ કરું છું અને એવા મારા દુષ્ટ આત્મભાવને સર્વધા વોસિરાવું છું. આપશ્રી મારા સર્વ અપરાધોની ક્ષમા આપો એ જ વિનંતી. (9) સવ્વસવિ રાઈએ પછી * નં.૫ પ્રમાણે. (10) વંદિત્ત સૂત્ર પછી.. હે શ્રી મહાવીર સ્વામી પ્રમુખ ચોવીશે જિનેશ્વર ભગવંતો! તીર્થ સ્થાપના કરી, અનંતા અનંત ઉપકાર કરનારા આપ સર્વેન અત્યંત ભકિતભાવપૂર્વક કોટી કોટી વંદન કરું છું. જે જે જીવો આપશ્રીના શાસનને પામી, આપશ્રીની આજ્ઞા પ્રમાણે વ્રતાદિનું રૂડી રીતે પાલન કરી, પોતાના અનંત અવ્યાબાધ સુખને પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે તે સર્વન, એમના આરાધકભાવની અનુમોદના કરતો, અત્યંત બહુમાનપૂર્વક વંદના કરું છું. મારા મહત મહત પુણ્યના ઉદયથી હે વીર પ્રભુ મને આપશ્રીનું પરમ તારક શાસન મળ્યું, આપશ્રીની આજ્ઞામાં રહેલા આત્મજ્ઞાની ગીતાર્થ શ્રી ગુરૂ ભગવંતો મળ્યા કે જેમણે નિષ્કારણ કરૂણા કરી મારામાં વ્યવહાર સમ્યકત્વના પરિણામ પ્રગટાવ્યા, સદેવ- સધર્મ- સદ્ગુરૂનું સ્વરૂપ સમજાવી એમનો આશ્રય કરાવ્યો અને સ્વપરનો વિવેક કરાવી, સ્વ. સ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે સર્વવિરતિને ધારણ કરવાને અસમર્થ એવા મને દેશ વિરતિનાં મારી શક્તિ પ્રમાણે વ્રતો ઉચ્ચરાવી, મારા પર અત્યંત કરૂણા કરી. તે વ્રતોના પાલનમાં જે કંઈ ખંડનાPage Navigation
1 2 3 4