Book Title: Purva Bharatni Jain Tirth Bhumio Author(s): Jayantvijay Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 9
________________ પ્રાસંગિક પરમ પૂજ્ય, શાંતમૂર્તિ, સ્વ. મુ. શ્રી. જયંતવિજયજી મહારાજનું પૂર્વ દેશની જૈન તીર્થભૂમિઓને અતિસંક્ષિપ્ત પરિચય આપતું અને યાત્રીઓને ભોમિયાની ગરજ સારતું આ પુસ્તક પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. મૂળે, ભાઈશ્રી ભિખુની વિનંતીથી જૈન બાલગ્રંથાવલીની બીજી શ્રેણું માટે “સમેતશિખર” નામક નાની પુસ્તિકા તૈયાર કરતી વેળાએ, પૂ. મુ. શ્રી. જયંતવિજયજીએ એ પુસ્તિકામાં આપી શકાય તે કરતાં ઘણું વધારે સામગ્રી સમેતશિખર અને પૂર્વદેશની જૈન તીર્થભૂમિઓ અંગે એકત્રિત કરી હતી, આ બધી સામગ્રી તેઓશ્રીએ મુખ્યત્વે પિતાની છે તે પ્રદેશના વિહાર દરમ્યાન કરેલી નોંધના આધારે તેમ જ તે અંગેનું કેટલુંક સાહિત્ય વાંચીને ભેગી કરી હતી. પણ આ બધાને ઉપગ ૨૪ પાનાં જેટલી નાની પુસ્તિકામાં શી રીતે સમાઈ શકે? એટલે તેઓએ એનું જુદું પુસ્તક પ્રકાશિત કરવાનું વિચારેલું અને એ માટે તેઓએ બીજી પણ કેટલીક ઉપયોગી માહિતીઓ ભેગી કરી લીધી હતી. પણ એ બધી સામગ્રી ફરીથી વ્યવસ્થિત રીતે લખાઈ ને પુસ્તક રૂપે પ્રગટ થાય તે પહેલાં જ પૂ. મહારાજશ્રીને સ્વર્ગવાસ થયો અને આ કાર્ય અધૂરું રહ્યું. છેવટે ગયે વર્ષે મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી. વિશાલવિજ્યજી મહારાજની સુચના મુજબ, આ બધી સામગ્રી ઉપરથી આ પુસ્તકની મુદ્રણને એગ્ય નકલ પંડિત શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ-વ્યાકરણતીર્થ_એમની પાસે તૈયાર કરાવવામાં આવી. આમ કરતી વેળા તે તે તીર્થભૂમિને લગતી કેટલીક વિશેષ માહિતીનો એમાં ઉમેરો કરીને આ પુસ્તકમાં તે તે તીર્થભૂમિને લગતી મુખ્ય મુખ્ય હકીકતે આપી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 192